________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि
અંતકદશાંગના પ્રથમ વર્ગમાં અધ્યયનના સંગ્રહને વિષે દેખાતા નથી. જેથી ત્યાં કહેવાય છે કે
गोयम १ समुद्द २ सागर ३, गंभीरे ४ चेव होइ थिमिए ५ य । अयले ६ कंपिल्ले ७ खलु, अक्खोभ ८ पसेणई ९ विण्हू १० ।।८१।।
| [બત્તી ] ગૌતમ ૧, સમુદ્ર ૨, સાગર ૩, ગંભીર ૪, સ્તિમિત ૫, અચલ ૬, કાંપીત્ય ૭, અક્ષોભ્ય ૮, પ્રસેનજિત્ ૯ અને વિષ્ણુ દશમો હોય છે. (૮૧) - તેથી વાચનાંતરની1 અપેક્ષાએ આ નામો છે, એમ સંભાવના કરીએ છીએ, પરંતુ પૂર્વ ભવના નામોની અપેક્ષાએ આ નામો હશે એમ કહેવું નહિ. કેમ કે જન્માંતરોનું ત્યાં કહેવાપણું નથી. હવે અનુત્તરોપાતિક દશાના અધ્યયનોના વિભાગને કહે છે. 'મUJત્તરો' ફત્યાદ્ધિ આ સત્રમાં ત્રણ વર્ગ છે. તેમાં ત્રીજા વર્ગમાં દેખાતા કેટલાએક અધ્યયનની સાથે (આનું) સમાનપણું છે, પરંતુ બધાય અધ્યયનોની સાથે સમાનપણું નથી. અહિં કહ્યું છે કે—'રૂસવા' ત્યાદિ તે સૂત્રમાં તો દેખાય છે કે
धन्ने य १ सुनक्खत्ते २, इसिदासे ३ य आहिए । पेल्लए ४ रामपुत्ते य ५, चंदिमा ६ पुट्ठिकोपोट्टिके]इय ॥८२।। पेढालपुत्ते अणगारे ८, अणगारे पोट्टिले इय ९ । विहले दसमे वुत्ते १० एमए दस आहिया ।।३।।
[મનુત્તરપત્તિ શક્તિ ધન્ય ૧, સુનક્ષત્ર ૨, ઋષિદાસ ૩, પેલ્લક ૪, રામપુત્ર ૫, ચંદ્રમાં ૬, પ્રોષ્ઠક ૭, પેઢાલપુત્ર અણગાર ૮, પોટ્ટિલ અણગાર ૯ અને દસમો વિહલ્લ કહેલ છે. એ રીતે આ દશ કહેલા છે. (૮૨-૮૩)
તેથી એ પ્રમાણે અહિં પણ વાચનાંતરની અપેક્ષાએ અધ્યયનનો વિભાગ કહેલ છે, પરંતુ ઉપલભ્યમાન (હમણાં મોજૂદ) વાચનાની અપેક્ષાએ નહિ. તેમાં ધન્યક અને સુનક્ષત્રનું કથાનક આ પ્રમાણે-કાકંદી નગરીમાં ભદ્રાનામાં સાર્થવાહીનો પુત્ર, ધન્યકનામા, મહાવીરની સમીપે ધર્મ સાંભળીને દીક્ષિત થયો. તે (સતત) છઠ્ઠ તપનો કરનાર અને પારણામાં ઉઝયામત્યાગ કરાતો એવો (બહાર ફેંકવા જેવો) આહાર મેળવીને આંબિલ કરતો હતો. વિશિષ્ટ તપ વડે ક્ષીણમાંસ અને લોહીવાળો એવો તે સાધુ, ચૌદ હજાર મુનિઓની મધ્યે અતિ દુષ્કરકારક છે એમ શ્રેણિક મહારાજાને રાજગૃહ નગરમાં મહાવીરસ્વામીએ કહ્યું, તેથી શ્રેણિકરાજાએ ભક્તિ સહિત તેમને વંદન કર્યું અને પ્રશંસા કરી. કાલ કરીને તે મુનિ, સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયો. એવી રીતે સુનક્ષત્ર પણ જાણવો. કાર્તિક તિ–હસ્તિનાગપુરમાં કાર્તિક શેઠ, હજાર ઇભ્યની મધ્ય પ્રથમ આસનવાળો શ્રમણોપાસક હતો. તેણે જિતશત્રુરાજાના અભિયોગ (હુકમ) થી પરિવ્રાજકને માસક્ષપણના પારણામાં ભોજન પીરસ્યું હતું.
તે જ કારણથી સંસારથી નિર્વેદ-ખેદ પામીને મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષાનો સ્વીકાર કર્યો. દ્વાદશાંગીને ધરનારો થઈને શકેંદ્રપણાએ ઉત્પન્ન થયો. એવી રીતે જે ભગવતીસૂત્રમાં સંભળાય છે તે કાર્તિક બીજો જ અને અહિ કહેલ તે પણ અનુત્તર દેવોને વિષે ઉત્પન્ન થયેલ બીજો જાણવો. શાલિભદ્ર-જે પૂર્વભવમાં સંગમનામા વત્સપાલ (વાછરડાને ચારવાવાળો) હતો તેણે બહુમાન સહિત સાધુને પાયસ (ક્ષીર) નું ભોજન આપ્યું, તેથી રાજગૃહનગરમાં ગોભદ્રશેઠના પુત્રપણાએ ઉપનો, દેવ થયેલ ગોભદ્ર શેઠદ્વારા ઉપનીત–મોકલાયેલ દિવ્ય ભોજન, વસ્ત્ર, કુસુમ, વિલેપન અને ભૂષણાદિ ભોગોના અંગ વડે બત્રીશ સ્ત્રીઓની સાથે સાત ભૂમિવાળા મનોહર મહેલમાં રહીને ક્રીડા કરતો હતો. એકદા વ્યાપારીઓએ લાવેલ લક્ષ મૂલ્યવાળી બહુ (સોળ) રત્નકંબલોને શાલિભદ્રની માતા ભદ્રાએ ખરીદીને વધુઓને (બે વિભાગ કરી) આપી. તેઓએ તે કંબલોનું પાદપ્રોછન કર્યું પગ લુછીને ફેંકી દીધી. આ હકીક્ત સાંભળીને કુતૂહલ ઉત્પન્ન થવાથી શાલિભદ્રને જોવા માટે શ્રેણિકમહારાજા તેને ઘેર આવ્યું છતે તેની માતાએ તેને કહ્યું કે-હે પુત્ર! તને જોવા માટે સ્વામી ચાહે છે, માટે તે મહેલથી નીચે ઉતર અને સ્વામીને જો. આવા પ્રકારના માતાના વચનને સાંભળવાથી અમારો પણ બીજો સ્વામી છે એમ ચિંતવતો થકો વૈરાગ્યને પામ્યો. અને વર્ધમાનસ્વામિની -
1. માથુરી અને વલ્લભી વાચના. 2. તાપસે નાક પર આંગળી રાખીને સંજ્ઞા કરી કે તારું નાક કપાયું.
368