________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने संज्ञाः वेदनाः ७५२-७५३ सूत्रे ૬, તથા વિસ્તાર-ફેલાવો, તેથી રુચિ છે જેને તે વિસ્તારરુચિ, જેણે ધમસ્તિકાયાદિ દ્રવ્યોના સર્વ પર્યાયો, સર્વ નય અને પ્રમાણ વડે જાણેલા હોય છે તે વિસ્તારરુચિ છે, કારણ કે જ્ઞાનને અનુસરનારી રુચિ હોય છે. ચારિ – दव्वाण सव्वभावा, सव्वपमाणेहिं जस्स उवलद्धा । सव्वाहि नयविहीहिं, वित्थाररुई मुणेयव्वो ।।७।।
[૩ત્તરા ર૮ર૪ ]િ. સર્વ દ્રવ્યોના સર્વભાવો સર્વપર્યાયો સર્વનય અને સર્વ પ્રમાણો વડે જાણી લીધા છે તે વિસ્તારરુચિ જાણવો. (૭૭)
૭, તથા ક્રિયા-અનુષ્ઠાન. રુચિ શબ્દના યોગથી તત્ર-(ક્રિયામાં) રુચિ છે જેને તે ક્રિયાસચિ. આ ભાવાર્થ છે કેદર્શનાદિના આચારરૂપ અનુષ્ઠાનમાં જેને ભાવથી રુચિ છે તે ક્રિયારુચિ. ૩i a'नाणेण दंसणेण य, तवे चरित्ते य समितिगुत्तीसु । जो किरियाभावरुई, सो खलु किरियारुई होइ ।।८।।
__ [उत्तरा० २८।२५ त्ति] જ્ઞાન, દર્શન, તપ, ચારિત્ર, સમિતિ અને ગુણિને વિષે જે ભાવથી ક્રિયાની રુચિ તે નિશ્ચયે ક્રિયારુચિ હોય છે. અહિં તપ, સમિતિ, ગુતિ વગેરે ચારિત્રમાં અંતર્ગત થાય છે તો પણ મોક્ષના અંગભૂત તપ, સમિતિ આદિ પ્રધાન છે એમ જણાવવા માટે તેનું ભિન્ન ગ્રહણ કરેલ છે. (૭૮)
૮, તથા સંક્ષેપ-સંગ્રહ તેમાં રુચિ છે જેને તે સંક્ષેપરુચિ. જે નથી સ્વીકારેલ કપિલાદિ દર્શન અને જિનપ્રવચનમાં પ્રવિણ નથી તે સંક્ષેપ વડે જ ચિલાતિપત્ર (ચોર)ની જેમ ઉપશમ વગેરે (વિવેક, સંવર) ત્રણ પદ વડે જ તત્ત્વની રુચિને પામે છે તે સંક્ષેપરુચિ છે. આ પૈ– अणभिग्गहियकुदिट्ठी, संखेवरुइ त्ति होइ नायव्वो । अविसारओ पवयणे, अणभिग्गहिओ य सेसेसु ।।९।।
' [૩ત્તર/૨૮ીરદ 7િ] નથી ગ્રહણ કરેલ સૌગતાદિ કુદર્શન, અને જિનપ્રવચનમાં જે અકુશલ છે તથા શેષ કપિલાદિ પ્રણીતવચનોને પણ સ્વીકારેલ નથી તે સંક્ષેપરુચિ જાણવો. આ ગાળામાં અનભિગૃહિત કુદૃષ્ટિ શબ્દથી દર્શનાંતરના સ્વીકારજો નિષેધ કર્યો અને શેષેષ આ પદ વડે સમસ્ત પરદર્શનના સ્વીકારનો નિષેધ કર્યો તેથી પુનરુક્ત દોષ નથી. (૭૯)
૯, તથા ધર્મે-શ્રુત વગેરે ધર્મમાં રુચિ છે જેને તે ધર્મરુચિ અર્થાત્ જે જિનોક્ત ધર્માસ્તિકાય અને શ્રતધર્મ તથા ચારિત્રધર્મને સદહે છે તે ધર્મરુચિ જાણવો. યા—િ जो अत्थिकायधम्म, सुयधम्म खलु चरित्तधम्मं च । सद्दहइ जिणाभिहियं, सो धम्मरुइ त्ति नायव्वो ।।८।।
૩ત્તરી ૧૮ર૭ ઉત્ત] જે અસ્તિકાયનો ધર્મ-સ્વભાવ, અર્થાત્ ધમસ્તિકાયનો ગતિસહાયક લક્ષણ વગેરે, મૃતધર્મ-મંગલપ્રતિષ્ઠાદિ આગમનું સ્વરૂપ અને ચારિત્રધર્મ સામાયિકાદિ, જિનેશ્વરોએ કહેલ તેને સદહે છે તે ધર્મરુચિ જાણવો. (૮૦) ૧૦, ૭૫૧//
આ સમ્યગ્દષ્ટિ, દશે સંજ્ઞાનો ક્રમથી વ્યવચ્છેદ કરે છે, માટે સંજ્ઞાઓને કહે છે– दस सण्णाओ पन्नत्ताओ, तंजहा-आहारसण्णा जाव परिग्गहसण्णा ४ कोधसण्णा जाव लोभसण्णा ८ लोगसण्णा ९ ओहसण्णा १०, नेरतिताणंदस सण्णातो एवं चेव, एवं निरंतरंजाव वेमाणियाणं २४ ।। सू० ७५२।। नेरइया णं दसविधं वेयणं पच्चणुभवमाणा विहरंति तंजहा–सीतं १ उसिणं २ खुधं ३ पिवासं ४ कं९५ परझं ६ भयं ७ सोगं ८ जरं ९ वाहिं १० ।। सू० ७५३।। 1. दंसणनाणचरित्ते तव विणए सच्चसमिइगुत्तीसु ।। इति उत्तराध्ययनसूत्रे । 2. આ દશ રુચિનો વિસ્તાર ઉત્તરાધ્યયનસૂત્રના ૨૮મા અધ્યયનથી જાણવો.
360