________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने सामाचार्य वीरस्वप्नाः ७४९-४५० सूत्रे जाव समुप्पन्ने ८, जंणं समणे भगवं महावीरे एगेणं च महं हरिवेरुलित जाव पडिबुद्धे, तं णं समणस्स भगवतो महावीरस्स सदेवमणुयासुरे लोगे उराला कित्तिवनसद्दसिलोगा परिगुवंति इति खलु समणे भगवं महावीरे, इति खलु समणे भगवं महावीरे ९। जंणं समणे भगवं महावीरे मंदरे पव्वते मंदरचूलिताए उवरिं जाव पडिबुद्धे, तं णं समणे भगवं महावीरे सदेवमणुयासुराते परिसाते मज्झगते केवलिपन्नत्तं धम्मं आघवेति पण्णवेति जाव उवदंसेति १० ।। सू० ७५०।। (મૂ૦) દશ પ્રકારની સામાચારી અર્થાત્ સાધુઓનો વ્યવહાર કહેલ છે, તે આ પ્રમાણે—બલાત્કાર સિવાય પોતાની ઇચ્છાએ
ક્રિયાનું કરવું તે ઇચ્છાકાર-ઇચ્છાકારેણ સંદિસહ ઇત્યાદિ ૧, મિથ્યાકાર-પોતાનો અપરાધ થયે છતે મિથ્યાદુકૃત દેવું–‘મિચ્છા મિ દુક્કડ' ઇત્યાદિ ૨, તથાકાર-જે આપે કહ્યું તે તેમજ છે–સત્ય છે એમ ગુરુ પ્રત્યે કહેવું ‘તહત્તિ' વચનરૂપ ૩, આવશ્યકી–અવશ્ય કર્તવ્યના યોગમાં ઉપાશ્રયથી નીકળતાં સાધુ “આવર્સીહિ' કહે 'ઝમને બાવસિયે
જ્ઞા' આ વચનથી ૪, નૈધિકી–અન્ય વ્યાપારના નિષેધરૂપ-ઉપાશ્રયમાં પ્રવેશતાં સાધુ ‘નિસ્સીહિ' કહે “aો .
જ્ઞા રિસોહિયે” આ વચનથી ૫, દેવકુલ કે ગોચરી વગેરેમાં જતાં થકાં સાધુએ ગુરુને પૂછવું તે આપૃચ્છા ૬, પૂર્વે કાર્ય કરવાનું ગુરુએ કહેલું હોય છતાં પણ કાર્ય કરવાના સમયમાં પૂછવું અથવા પૂર્વે નિષેધેલું હોય તેનું પ્રયોજન પડવાથી ગુરુને પૂછવું તે પ્રતિપૃચ્છા ૭, પૂર્વ ગ્રહણ કરેલ અનાદિ વડે ગુરુ વગેરેને આમંત્રણ કરવું તે છેદના ૮, નહિ ગ્રહણ કરેલ અશનાદિના વિષયમાં તમારા માટે હું લેવા જાઉં? એવી રીતે ગુરુ વગેરેની આગળ પ્રાર્થના કરવી તે નિમંત્રણા ૯, હું આપનો છું એવી રીતે જ્ઞાન, દર્શન, ચારિત્રને માટે સ્વીકાર અથતુ પોતાના ગચ્છમાંથી કે અન્ય ગચ્છમાં જઈને પણ વિશેષ ગુણી પાસેથી જ્ઞાનાદિનો લાભ મેળવવો તે ઉપસંપદા. ૧૦/૭૪૯// શ્રમણ ભગવાન મહાવીરસ્વામી, છદ્મસ્થ કાલમાં અંતિમ રાત્રિને વિષે એટલે રાત્રિના શેષ ભાગમાં (1 શુલપાણી યક્ષના મંદિરમાં દશ મોટા-પ્રશસ્ત સ્વપ્નો જોઈને જાગ્રત થયા, તે આ પ્રમાણે–એક મહાઘોર રૂપવાળા, જાજવલ્યમાન, તાલ જેવા ઉંચા પિશાચને સ્વપ્નમાં પરાજય કરેલ જોઈને જાગ્રત થયા ૧, એક મહાશ્વેત પાંખવાળો પુરુષ કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૨, એક મહાનું ચિત્રવિચિત્ર પાંખવાળા પુરુષ કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૩, એક મહાનું દામયુગલ-સર્વ રત્નમય ફૂલની બે માલા સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૪, એક મહાનું શ્વેત ગાયોનો વર્ગ (ટોળુ) સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૫, એક મહાન પદ્મ સરોવર, ચોતરફથી ફૂલો વડે ખીલેલ સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૬, એક મોટો સાગર હજારોગમે કલ્લોલની લહેરો વડે કલિત બને ભુજાઓથી તરેલો સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૭, એક મહાનુ દિનકર (સૂર્ય) તેજ વડે પ્રકાશમાન સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૮, એક મહાન્ પિંગલ નીલ વૈર્યમણી જેવા વર્ણ વડે સમાન માનુષોત્તર પર્વતને પોતાના આંતરડા વડે સર્વતઃ સમતાતુ (ચોમેરથી) આવેતિ, પરિવેતિ (વીંટાયેલ) સ્વપ્નમાં જઈને જાગ્રત થયા ૯, મેરુપર્વતને વિષે મેરુપર્વતની ચૂલિકાની ઉપર એક શ્રેષ્ઠ સિંહાસનપર બેઠેલા મોટા આત્માવાળા પોતાને સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૧૦, શ્રમણભગવાન મહાવીરસ્વામીએ જે એક મોટા ઘોરરૂપ અને દિત તેજવાળા તાલ પિશાચને સ્વપ્નમાં જીત્યો, તેથી શ્રમણભગવાન મહાવીરે, મોહનીય કર્મનો મૂલથી નાશ કર્યો ૧, જે શ્રમણ ભગવાન્ મહાવીરસ્વામી, એક મોટા સફેદ પાંખવાળા પુરુષ કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા તેથી શ્રમણ ભગવાનું મહાવીર, શુક્લધ્યાનને પ્રાપ્ત થયેલ વિચરે
છે ૨, શ્રમણ ભગવાન મહાવીર, જે એક મોટા ચિત્રવિચિત્ર પાંખવાળા પુરુષ કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા, તેથી 1, ભગવાને છાસ્થ અવસ્થામાં અસ્થિક ગ્રામની અંદર શૂલપાણી યક્ષના મંદિરમાં જ મુહૂર્ત માત્ર ઊભા રહીને નિદ્રા કસ્બ છે, શેષકાલ
અપ્રમત્ત રહ્યા છે. 352