________________
१० स्थानकाध्ययने मिथ्यात्वं शलाकाः भवनवासिचैत्यवृक्षाः उपघाताद्याः ७३४-७३८ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ जाव प्पहीणे, कण्हे णं वासुदेवे दस धणूई उड्डउच्चत्तेणं दस य वाससयाई सव्वाउयं पालइत्ता तच्चाते वालुयप्पभाते पुढवीते नेरतितत्ताते उववन्ने ।। सू० ७३५ ।। दसविधा भवणवासी देवा पण्णत्ता, तंजहा–असुरकुमारा जाव थणियकुमारा । एएसि णं दसविधाणं भवणवासीणं देवाणं दस चेतितरुक्खा पन्नत्ता, तंजहा-आसत्थ १ सत्तिवने २ सामलि ३ उबर ४ सिरीस ५ दहिवन्ने ६ । वंजुल ७ पलास ८ वप्पोतते त ९ कणिताररुक्खे त १० ॥१॥॥ सू० ७३६।। दसविधे सोक्खे पन्नत्ते, तंजहा–आरोग्ग १ दीहमाउं २, अड्डेज्नं ३ काम ४ भोग ५ संतोसो ६ । अस्थि ७ सुहभोग ८ निक्खम्ममेव ९ तत्तो अणाबाधे १० ।।१।। ।। सू० ७३७।। दसविधे उवघाते पन्नत्ते, तंजहा–उग्गमोवघाते, उप्पायणोवघाते,जह पंचट्ठाणे, जाव परिहरणोवघाते, णाणोवघाते, दंसणोवघाते, चरित्तोवघाते, अचियत्तोवघाते, सारक्खणोवघाते । दसविधा विसोधी पण्णत्ता, तंजहाउग्गमविसोही, उप्पायणविसोही, जाव सारक्खणविसोही ।। सू०७३८।। (મૂળ) દશ પ્રકારે મિથ્યાત્વ કહેલું છે, તે આ પ્રમાણે—અપૌરુષેયાદિ અધર્મને વિષે ધર્મની બુદ્ધિ ૧, આમવચનરૂપ શુદ્ધ
ધર્મને વિષે અધર્મની બુદ્ધિ ૨, અજ્ઞાન-અનુષ્ઠાનરૂપ ઉન્માર્ગને વિષે માર્ગની બુદ્ધિ ૩, રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને વિષે ઉન્માર્ગની બુદ્ધિ ૪, આકાશાદિ અજીવને વિષે જીવની બુદ્ધિ ૫, પૃથ્વી વગેરે જીવને વિષે અજીવની બુદ્ધિ ૬, અબ્રહ્મચારી વગેરે અસાધુઓને વિષે સાધુની બુદ્ધિ ૭, બ્રહ્મચર્યાદિ ગુણયુક્ત સાધુઓને વિષે અસાધુની બુદ્ધિ ૮, અમુક્ત-કર્મથી બંધાયેલાને વિષે મુક્તની બુદ્ધિ ૯ તથા મુક્ત-સકલ કર્મ રહિત અનંત ચતુષ્ટયુક્ત સિદ્ધ જીવોને વિષે અમુક્તની બુદ્ધિ ૧૦. I૭૩૪l. ચંદ્રપ્રભનામા અરિહંત, દશ લાખ પૂર્વનું સર્વ આયુષ્ય પાલીને સિદ્ધ થયા, યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. ધર્મનાથ નામા અરિહંત દશ લાખ વર્ષનું સર્વ આયુષ્ય પાળીને સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. નમિનાથ નામા અરિહંત, દશ હજાર વર્ષનું સર્વાયુ ભોગવીને સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. પુરુષસિંહ નામના પાંચમા વાસુદેવ, દશ લાખ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવીને છઠ્ઠી તમપ્રભા નામા પૃથ્વીનરકમાં નરયિકપણે ઉત્પન્ન થયા. નેમિનાથનામા અરિહંત, દશ ધનુષ્ય ઊર્ધ્વ ઊંચાણે, એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા યાવતુ સર્વ દુઃખથી રહિત થયા. કૃષ્ણવાસુદેવ, દશ ધનુષ્ય ઊર્ધ્વ ઊંચપણે એક હજાર વર્ષનું સર્વ આયુષ્ય ભોગવીને ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વી-નરકમાં નરયિકપણે ઉત્પન્ન થયા. ૭૩૫/L દશ પ્રકારના ભવનવાસી દેવો કહેલા છે, તે આ પ્રમાણે—અસુરકુમાર યાવત્ સ્વનિતકુમાર, એ દશ પ્રકારના ભવનપતિદેવોના દશ 'ચૈત્યવૃક્ષો અર્થાત્ જિનપ્રતિમાના નિકટવર્તી વૃક્ષો કહેલો છે, તે આ પ્રમાણે–અશ્વત્થ પીપળો ૧, સવર્ણ ૨, શાલ્મલી ૩, ઉંબર ૪, શિરીષ ૫, દધિપર્ણ ૬, વંજુલ ૭, પલાશ ૮, વપ્ર ૯ અને કણેરવૃક્ષ ૧૦. //// /૭૩૬ // દશ પ્રકારનું સુખ કહેલું છે, તે આ પ્રમાણે–આરોગ્ય ૧, દીર્ઘઆયુષ્ય ૨, ધનાઢ્યપણું ૩, કામ-શબ્દ, રૂપ ૪, ભોગગંધ, રસ અને સ્પર્શ ૫, સંતોષ-અલ્પ ઈચ્છા ૬, અસ્તિ-જ્યારે જે ચીજનું પ્રયોજન પડે ત્યારે તેનું મળવું ૭, શુભભાગ ૮, નિષ્ક્રમ-દીક્ષા ૯ અને અનાબાધ-મોક્ષ ૧૦. I/૧// I૭૩૭ll દશ પ્રકારે ચારિત્રની વિરાધનારૂપ ઉપઘાત કહેલ છે, તે આ પ્રમાણે-ઉદ્ગમ ઉપઘાત-આધાકદિ સોળ ગૃહસ્થ
સંબંધી દોષ વડે ચારિત્રનું વિરાધવું ૧, ઉત્પાદનોપઘાત-ધાત્રીપિંડાદિ સોળ સાધુ સંબંધી ઉત્પાદનાના દોષ વડે 1. ચૈત્ય એટલે જિનપ્રતિમા, તેના નિકટવર્તી વૃક્ષો તે ચૈત્યવૃક્ષો, એમ દીપિકાકાર પણ કહે છે.
1331