________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्था० सूक्ष्माणि नद्यः राजधान्यः मेरुः रुचकादिः धातकी मेरुः वृतनैवाढ्यः क्षेत्राणि मानुषोत्तरः अम्जनदधिमुखरतिकरा रुचककुण्डली ७९६-७२५ सूत्राणि
મેરુપર્વતો એ જ પ્રમાણે ધાતકી ખંડની માફક જાણવા. I૭૨૨॥
સઘલા વૃત્ત (વાટલા) વૈતાઢ્ય પર્વતો, એક હજાર યોજનની ઊર્ધ્વ ઊંચાઈ વડે એક હજાર ગાઉની ઊંડાઇ વડે, સર્વત્ર સરખા, પાલાને આકા૨ે રહેલા અને એક હજાર યોજનની પહોળાઈ વડે કહેલા છે. ૭૨૩) જંબુદ્રીપનામા દ્વીપમાં દશ ક્ષેત્રો કહેલા છે, તે આ પ્રમાણે—ભરત ૧, બૈરવત ૨, હૈમવત ૩, હૈરણ્યવત ૪, હરિવર્ષ ૫, રમ્યવર્ષ ૬, પૂર્વવિદેહ ૭, અપરવિદેહ ૮, દેવકુરુ ૯ અને ઉત્તરકુરુ ૧૦, ૭૨૪॥
માનુષોત્તર પર્વત, મૂલમાં દશર્સે બાવીશ ૧૦૨૨ યોજન વિષ્લેભપણે કહેલ છે બધાય અંજનક પર્વતો (નંદીશ્વરદ્વીપ સંબંધી) એક હજાર યોજન ભૂમિમાં ઉંડાઇ વડે, મૂલમાં દશ હજાર યોજન પહોળાઈ વડે અને ઉપર એક હજાર યોજન પહોળાઈ વડે કહેલા છે. બધાય દધિમુખ પર્વતો એક હજાર યોજન ઊંડાઈ વડે, સર્વત્ર સરખા, પાલાને આકા૨ે રહેલા તથા દશ હજાર યોજનની પહોળાઈ વડે કહેલા છે. બધાય રતિકર પર્વતો, એક હજાર યોજન ઊર્ધ્વ ઊંચાઈ વડે, એક હજાર ગાઉ ઊંડાઈ વડે, સર્વત્ર સરખા, ઝાલરને આકા૨ે રહેલા, તથા દશ હજાર યોજનની પહોળાઈ વડે કહેલા છે. રુચકવર પર્વત, એક હજાર યોજન ઊંડાઈ વડે, મૂલમાં દશ હજાર યોજન પહોળાઈ વડે અને ઉપર એક હજાર યોજન પહોળાઈ વડે કહેલ છે. એમ કુંડલવર પર્વત પણ જાણવો. ૭૨૫॥
(ટી૦) 'સ સુજ્જુને' ત્યાદ્િ॰ પ્રાણસૂક્ષ્મ-ઉદ્ધરી ન શકાય એવા કુંથુઆઓ ૧, પનકસૂક્ષ્મ-ઉલ્લી ૨ યાવત્ શબ્દથી આ જાણવું, બીજસૂક્ષ્મ-શાલિ વગેરેની નખિકા-અગ્રભાગ ૩, હરિતસૂક્ષ્મ-ભૂમિના જેવા વર્ણવાળું ઘાસ ૪, પુષ્પસૂક્ષ્મ-વડ વગેરેના ફૂલો ૫, અંડસૂક્ષ્મ-કીડી પ્રમુખના ઇંડાં ૬, લયનસૂક્ષ્મ-કીડીના નાગરા વગેરે ૭, સ્નેહસૂક્ષ્મ-અવશ્યાય અર્થાત્ ઠાર વગેરે ૮, અહિં સુધી અષ્ટમ સ્થાનમાં કહેલું જ છે. આ બીજા બે-ગણિતસૂક્ષ્મ તે ગણિતની સંકલના વગે૨ે તે જ સૂક્ષ્મ છે કારણ કે સૂક્ષ્મ બુદ્ધિ વડે ગમ્ય હોવાથી વજ્રાંત સુધી ગણિત સંભળાય છે ૯, ભંગસૂક્ષ્મ-ભાંગા એટલે વસ્તુના વિકલ્પો, તે બે પ્રકારે છે. સ્થાન ભાંગાઓ અને ક્રમભાંગાઓ તેમાં સ્થાન ભાંગાઓ આ પ્રમાણે—એક દ્રવ્યથી હિંસા છે પરંતુ ભાવથી હિંસા નથી [સાધુને નદી ઉતરતાં વગેરેની જેમ] ૧, બીજી ભાવથી હિંસા છે પરંતુ દ્રવ્યથી નથી (નિહ્નવ પ્રમુખની અહિંસા) ૨, ત્રીજી દ્રવ્યથી પણ અહિંસા અને ભાવથી પણ અહિંસા [સાધુની નિરવદ્ય ક્રિયા] ૩ અને ચોથી તો દ્રવ્યથી અને ભાવથી પણ હિંસા છે [મિથ્યાર્દષ્ટિકૃત જીવહિંસા] ૪, આવા પ્રકારના લક્ષણવાળું સૂક્ષ્મ તે 'ભંગસૂક્ષ્મ. સૂક્ષ્મતા તો આની ભજનીય પદ બહુત્વમાં ગહનભાવ વડે સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા યોગ્ય હોવાથી છે. II૭૧૬
પૂર્વે ગણિતસૂક્ષ્મ કહ્યું; માટે તદ્વિષયવિશેષભૂત પ્રકૃત અધ્યયનમાં અવતારીપણાએ 'નવ્રુદ્દીને' ત્યાદ્રિ ગંગા સૂત્રાદિથી કુંડલસૂત્ર પર્યંત ક્ષેત્ર પ્રકરણને કહે છે. આ સુગમ છે. વિશેષ એ કે–દશ નદીની મધ્યે પ્રથમની પાંચ ગંગામાં ભળે છે અને પાછલી પાંચ સિંધુમાં ભળે છે. એવી રીતે રક્તા સૂત્ર પણ જાણવું. વિશેષ એ કેયાવત્ શબ્દથી ઇદ્રષણા અને વારિખેણા-આ બે જાણવી. I૭૧૭
'રાયહાળીઓ' ત્તિ રાજાનો અભિષેક જેમાં કરાય છે તે રાજધાનીઓ અર્થાત્ દેશોની મધ્યે મુખ્ય નગરીઓ. 'ચંપા' હા, ચંપાનગરી અંગ દેશને વિષે ૧, મથુરા, સુરસેન દેશમાં ૨, વારાણસી, કાશીદેશમાં ૩, શ્રાવસ્તી, કુણાલદેશમાં ૪, સાકેતપૂર એટલે અયોધ્યા તે કોશલ દેશમાં ૫, 'હત્યિપુર' ત્તિ॰ હસ્તિનાગપુર, કુરુ દેશમાં ૬, કાંપિલ્યપુર, પાંચાલ દેશમાં ૭, મિથિલા, વિદેહદેશમાં ૮. કોશાંબી, વત્સદેશમાં ૯ અને રાજગૃહ, મગધ દેશમાં ૧૦–આ દશ નગરીઓમાં સાધુઓ, ઉત્સર્ગથી પ્રવેશ કરતા જ નથી. કેમ કે-યુવાન રમણીય પણ્ય-વેશ્યાસી વગેરેને જોવા વડે મનનો ક્ષોભ વગેરેનો સંભવ હોવાથી મહિનાની અંદર બે અથવા ત્રણ વખત પ્રવેશ કરનાર સાધુઓને આજ્ઞાભંગાદિ દોષો થાય છે. આ દશ નગરીઓ
1. બાહ્યજીવની હિંસા તે દ્રવ્ય હિંસા અને અત્યંતર પોતાના જ્ઞાનાદિ ભાવ પ્રાણોનો નાશ તે ભાવહિંસા આ સ્વરૂપને સમજ્યા સિવાય વાસ્તવિક અહિંસાનું સ્વરૂપ સમજાય નહિ. 2. વર્તમાનમાં મુંબઈ, સૂરત, અમદાવાદ, મદ્રાસ, બેંગ્લોર, દિલ્લી, કલકત્તા આદિ શું મહાનગરીઓ નથી? (સં.)
318