________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने विसंभोगकारणानि ब्रह्मचर्याणि गुप्त्यगुप्तयः ६६१-६६३ सूत्राणि
જોનાર અને ચિંતવનાર હોય નહિ ૪, દૂધ, દહિં વગેરે પ્રણીત રસનો ભોગી હોય નહિ ૫, પાણી અને ભોજનના આહારને અતિ માત્રાએ-અધિક પ્રમાણથી-હમેશાં કરનાર હોય નહિ ૬, પૂર્વે ગૃહવાસમાં અનુભવેલ સ્ત્રીના સંભોગનું અને પૂર્વે ક્રીડા કરેલનું સ્મરણ કરનાર હોય નહિ. ૭, સ્ત્રીની મધુર-આલાપરૂપ શબ્દને સાંભળે નહિ, રૂપને નિરખે નહિ અને ખ્યાતિને-પ્રશંસાને અનુસરે નહિ ૮, સાત સૌખ્ય-ગંધ, રસ અને સ્પર્શ લક્ષણ વિષયસુખમાં તત્પર થનાર હોય નહિ ૯, નવ બ્રહ્મચર્યની અગતીઓ કહેલી છે, તે આ પ્રમાણે–વિવિક્ત-સ્ત્રી વગેરેથી અલગ શયન, આસન વગેરે સેવનાર હોય નહિ, પરંતુ સ્ત્રીના સંસર્ગવાળા, પશુના સંસર્ગવાળા અને નપુંસકના સંસર્ગવાળા શયનાદિને સેવનાર હોય છે ૧. સ્ત્રીઓની આગળ અથવા સ્ત્રીની જાત્યાદિના વર્ણનરૂપ કથાને કહેનાર હોય છે ૨, સ્ત્રીના સ્થાન-આસનને સેવનાર હોય છે ૩. સ્ત્રીની મનોહર અને મનોરમ ઈદ્રિયોને જોનાર તથા ચિંતવનાર હોય છે ૪, ઝરતા બિંદુઓવાળા સ્નિગ્ધરસનો ભોગી હોય છે ૫, પાણી અને ભોજનના આહારને અતિ માત્રાએ સદા કરનાર હોય છે ૬, પૂર્વે ગૃહસ્થાવાસમાં અનુભવેલ સ્ત્રીસંભોગનું કે પૂર્વે ક્રીડા કરેલ હોય તેનું સ્મરણ કરનાર હોય છે ૭, સ્ત્રીઓના શબ્દોને સાંભળનાર, રૂપને જોનાર અને ખ્યાતિને અનુસરનાર હોય છે ૮, યાવત્ ગંધ, રસ અને સ્પર્શલક્ષણ
સાત સૌખ્યમાં તત્પર હોય છે ૯. //૬૬all (ટી.) નવદં ત્રાહિં સમી' ઇત્યાદિ, આ સૂત્રનો પૂર્વ સૂત્રની સાથે આ અભિસંબંધ છે. પૂર્વ સૂત્રમાં પુદ્ગલો કહ્યા, તે પુદ્ગલવિશેષના ઉદયથી કાંઈક, શ્રમણ ભાવને પ્રાપ્ત થયો છતો પણ ધર્માચાર્ય વગેરેની પ્રત્યુનીકતાને કરે છે તેને વિસંભોગિક કરતો થકો અન્ય સુસાધુ, આજ્ઞાનું ઉલ્લંઘે નહિ તે અહિં કહેવાય છે, એવી રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા, તે સંબંધથી. જ કહેવાઇ. II૬૬૧ી.
જે પોતે બ્રહ્મચર્યમાં વ્યવસ્થિત હોય તે જ આ પ્રમાણે (અન્યને વિસંભોગિક) કરે છે, માટે બ્રહ્મચર્યને કહેનારા અધ્યયનોને કહેતા થકા સૂત્રકાર કહે છે—'નવ વંમરે'ત્યારિ બ્રહ્મ-કુશલ અનુષ્ઠાન,તે ચર્ય-સેવવા યોગ્ય તે બ્રહ્મચર્ય અર્થાત્ સંયમ, તેનું પ્રતિપાદન કરનારા આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રતિબદ્ધ-ગુંથાયેલા અધ્યયનો, બ્રહ્મચર્યો છે. તેમાં દ્રવ્ય અને ભાવના ભેદથી અનેક પ્રકારે શસ્ત્ર, તેથી જીવની રક્ષાને અર્થે. પરિજ્ઞા-જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન જેમાં કહેવાય છે તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ૧, 'તોવિનો’ ત્તિ રાગદ્વેષ ભાવલોકનો વિજય-નિરાકરણ જેમાં કહેવાય છે તે લોકવિજય અધ્યયન ૨, 'સીકોસબન્ન” તિ શીત-અનુકૂલ પરીષહરૂપ અને ઉષ્ણ-પ્રતિકૂલ પરીષહોને આશ્રયીને જે કરેલું તે શીતોષ્ણીય અધ્યયન ૩, 'સમત્ત' તિ, સમ્યક્તને નિશ્ચલ કરવું પરંતુ કષ્ટ વડે તપને સેવનારા તાપસાદિના અષ્ટ ગુણરૂપ ઐશ્વર્યનો દષ્ટિમોહ કરવો નહિં અર્થાત્ તેની પ્રશંસા કરવી નહિ. એવી રીતે પ્રતિપાદનમાં તત્પર અધ્યયન તે સમ્યક્ત અધ્યયન. ૪, 'માવતી' તિ, આદ્ય પદ વડે અને નામાંતરથી તો લોકસાર છે તે અજ્ઞાનાદિ અસારનો ત્યાગ કરીને લોકના સારભૂત રત્નત્રયમાં ઉદ્યમ કરવો. આવા પ્રકારના અર્થવાળું લોકસાર અધ્યયન છે ૫, 'ધુ તિ ધૂત-(પરિગ્રહાદિ) સંગનો ત્યાગ કરવો તેનું પ્રતિપાદન કરનારું ધૂત અધ્યયન છે ૬, 'વિમોક્ષ' તિમોહથી ઉત્પન્ન થયેલ પરીષહ ઉપસર્ગોનો પ્રાદુર્ભાવઉદય થયે છતે વિમોહ થાય તેને સારી રીતે સહે એમ જેમાં કહેવાય છે તે વિમોહ અધ્યયન ૭, મહાવીર પ્રભુએ સેવેલ ઉપધાનતપનું પ્રતિપાદન કરનાર શ્રત-ગ્રંથ તે ઉપધાન શ્રત અધ્યયન ૮, અંતક્રિયાલક્ષણ મોટી પરિજ્ઞા સમ્યક કરવી એવી રીતે પ્રતિપાદનમાં તત્પર અધ્યયન તે મહાપરિજ્ઞા અધ્યયન ૯. //૬૬૨ //
બ્રહ્મચર્ય શબ્દ વડે મૈથુનની વિરતિ પણ કહેવાય છે માટે બ્રહ્મચર્યની ગતિઓનું પ્રતિપાદન કરતા થકા કહે છે...'' ત્યાદ્રિ બ્રહ્મચર્ય-મૈથુનવિરમણ વ્રતની ગુણીઓ-રક્ષાના પ્રકારો (વાડો) તે બ્રહ્મચર્યગુણિઓ વિવિવાનિ' સ્ત્રી, પશુ અને પંડકથી પૃથક્ રહેલા શયનાસનો-સંથારો, પીઠકાદિ અને ઉપલક્ષણથી સ્થાનાદિ, તેઓને સેવનાર બ્રહ્મચારી હોય છે. જો તેમ
262