________________
७ स्थानकाध्ययने ब्रह्मदत्तायुर्गती, मल्लिजिनचरितम् ५६३ - ५६४ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ बंभदत्ते णंराया चाउरंतचक्कवट्टी सत्त धणूई उड्डउच्चत्तेणं सत्त य वाससताई परमाउं पालइत्ता कालमासे कालं किच्चा अधे सत्तमाते पुढवीते अप्पतिट्ठाणे णरए णेरतितत्ताते उववन्ने ।। सू० ५६३।।
मल्ली णं अरहा अप्पसत्तमे मुंडे भवित्ता अगारातो अणगारियं पव्वइए, तंजहा - मल्ली विदेहरायवरकन्नगा १, पडिबुद्धी इक्खागराया २, चंदच्छाये अंगराया ३, रुप्पी कुणालाधिपती ४, संखे कासीराया ५, अदीणसत्तू कुरुराया ६, जितसत्तू पंचालराया ७ ।। सू० ५६४ ।।
(મૂળ) બ્રહ્મદત્ત નામના રાજા, ચાતુરંત ચક્રવર્તી સાત ધનુષ્ય પ્રમાણ ઊર્ધ્વ ઊંચાઈ વડે સાત સો વર્ષનું પરમ આયુષ્ય પાળીને, મરણના સમયે મરણ કરીને અધઃ સપ્તમી પૃથ્વીને વિષે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નૈરકિપણાએ ઉત્પન્ન થયો. ।।૫૫૩॥
મલ્લિનાથ અર્હત, પોતે સાતમા મુંડ થઈને, ગૃહવાસથી નીકળીને અણગારપણાને ગ્રહણ કરેલ છે, તે આ પ્રમાણેમલ્લિ નામની વિદેહ દેશના કુંભરાજાની શ્રેષ્ઠ કન્યા ૧, પ્રતિબુદ્ધિ નામનો ઇક્ષ્વાકુરાજ–સાકેતપુરનો પતિ ૨, ચંદ્રછાય નામને અંગદેશનો રાજા ૩, રુક્મિી નામનો કુણાલ દેશનો અધિપતિ ૪, શંખ નામનો કાશી દેશનો રાજા ૫, અદીનશત્રુ નામનો ક્રુરુદેશનો રાજા ૬, જિતશત્રુ નામનો પાંચાલદેશનો રાજા ૭. ૫૬૪॥
(ટી૦) 'વંમત્તે' ત્યા॰િ સુગમ છે. I૫૬૩॥
બ્રહ્મદત્ત ઉત્તમ પુરુષ છે માટે તેના અધિકારથી ઉત્તમ પુરુષવિશેષ સ્થાનમાં ઉત્પન્ન થયેલ મલ્લિ (નાથ)ની વક્તવ્યતાને કહે છે—'મલ્લીમાં' ઇત્યાદિ, મલ્લિ નામના અર્હત, 'અવ્વસત્તમે' ત્તિ॰ પોતે સાતમા–સાતનું પૂરણ અથવા આત્મા, સાતમો છે જેનો તે આત્મસપ્તમ, મલ્લિ શબ્દનું સ્ત્રીલિંગપણું છતે પણ અર્હત્ શબ્દની અપેક્ષાએ પુલ્ડિંગમાં નિર્દેશ છે. વિદેહ દેશના રાજાની શ્રેષ્ઠ કન્યા ૧, તથા પ્રતિબુદ્ધિ નામના ઇક્ષ્વાકુરાજ, સાકેતપુરનો નિવાસી ૨, ચંદ્રચ્છાય નામનો અંગ દેશનો રાજા, ચંપાનો નિવાસી ૩, રુક્મિ નામનો કુણાલ દેશનો અધિપતિ, શ્રાવસ્તી નગરીનો વસનારો ૪, શંખ નામનો કાશી દેશનો રાજા, વારાણસીનો નિવાસી પ, અદીનશત્રુ નામનો કુરુદેશનો નાથ, હસ્તિનાગપુરનો વસનારો ૬, જિતશત્રુ નામનો પાંચાલ દેશનો રાજા, કાંપિલ્ય નગરનો નાયક ૭. પ્રવ્રજ્યામાં ભગવાનનું આત્મસપ્તમપણું તો કહેલ' પ્રધાન પુરુષોએ પ્રવ્રજ્યા ગ્રહણના સ્વીકાર (કબૂલાત) ની અપેક્ષાએ જાણવું. જે કારણથી દીક્ષિત ભગવાને (દીક્ષા લીધા પછી) તેઓને દીક્ષા આપી તથા બાહ્ય પરિષદરૂપ ત્રણ સો પુરુષો અને અત્યંતર પરિષદરૂપ ત્રણ સો સ્ત્રીઓ સાથે પરિવરેલ ભગવાને દીક્ષા લીધી, એ પ્રમાણે જ્ઞાતાસૂત્રને વિષે સંભળાય છે. ૩ાં વ–''પાસો મલ્લી ય તિહિં તિહિઁ સહૈિં'' તિ॰ [આવ॰નિ૦ ૨૨૪] તિ પાર્શ્વનાથ અને મલ્લિનાથ ભગવાને ત્રણસેં ત્રણસેં પુરુષોની સાથે દીક્ષા લીધી’ એવી રીતે બીજા પણ વિરોધાભાસોને વિષે વિષયના વિભાગો સંભવે છે તે નિપુણ પુરુષોએ શોધવા યોગ્ય છે. શેષ સુગમ છે. અહિં એમનું ચરિત્ર, મલ્લિ નામના જ્ઞાતાસૂત્રના અધ્યયનમાં સંભળાય છે–જંબુદ્રીપના અપર (પશ્ચિમ) વિદેહમાં સલિલાવતી વિજયને વિષે વીતશોકા નામની રાજધાનીમાં મહાબલ નામનો રાજા, છ બાલમિત્રોની સાથે દીક્ષા લેતો હતો, ત્યાં મહાબલ મુનિને તે મિત્રો અણગારોએ એમ કહ્યું કે–જે તપને તમે આદરસો (કરશો) તે તપ અમે પણ કરશું, એવી રીતે સ્વીકારેલ તે મિત્રોને વિષે જ્યારે તે મુનિઓ, મહાબલ મુનિને અનુસરતાં થકાં ચતુર્થ ભક્ત (એક ઉપવાસ) કરતા હતા ત્યારે આ (મહાબલ) અષ્ટમ વગેરે કરતો હતો. એવી રીતે (માયાથી) આ મુનિ સ્ત્રીનામગોત્રકર્મને બાંધતો હતો-(દ્રવ્યવેદરૂપ અંગોપાંગ નામકર્મ, જે ભાવ વેદના ઉદયનું કારણ છે) અને અર્હત્ વગેરેનો
1. ભગવાનને છએ જણાએ કબૂલાત આપેલ કે અમે દીક્ષા ગ્રહણ કરશું તેની અપેક્ષાએ ભગવાન સાતમા છે; અન્યથા તો તેઓ છએ જણા પોતાના રાજ્યમાં ગયા અને ભગવાનને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ દીક્ષા લીધેલ છે.
2: મલ્લિનાથ ભગવાનની પરિષદમાં પુરુષો બહાર બેસતા અને સ્ત્રીઓ અંદર બેસતી કેમ કે તેઓ સ્રવેદે તીર્થંકર થયેલ. જો કે ભગવાન અવેદી છે તથાપિ વ્યવહારનું ખંડન કરાય નિહ.
187