________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने नयाः ५५२ सूत्रम् एवं जहसद्दत्थो, संतो भूओ तयऽन्नहाऽभूओ । तेणेवंभूयनओ, सद्दत्थपरो विसेसेणं ।।३३।। [विशेषा० २२५१]
જે પ્રમાણે શબ્દનો અર્થ અર્થાત્ ઘટ એટલે ચેષ્ટાવાળો પદાર્થ ઇત્યાદિરૂપે શબ્દનો અર્થ છે તે પ્રમાણે જે ઘટાદિ પદાર્થ વિદ્યમાન હોય તે જ વિદ્યમાન અર્થ (પદાર્થ) છે, તેથી અન્યથી અર્થાત્ શબ્દના અર્થને ઉલ્લંઘીને જે પદાર્થ હોય તે તત્ત્વથી ઘટાદિ અર્થ (પદાર્થ) ન કહેવાય. આ હેતુથી એવંભૂત નય સમભિરૂઢ નયથી વિશેષતઃ શબ્દના અર્થમાં તત્પર છે. (૩૩)
આ નય તો સ્ત્રીના મસ્તક પર રહેલ, જલાહરણ (જળ લાવવું) વગેરે ચેષ્ટાવાળા જ ઘટ શબ્દવાચ્ય પદાર્થને માને છે, પરંતુ સ્થાન (ઘરના ખૂણામાં રહેલ) અને ભરણ (કૂવા વગેરેમાં પાણીથી ભરાતો) વગેરે ક્રિયાંતરને પ્રાપ્ત થયેલ ઘટને માનતો નથી. ૭.
शुद्धं द्रव्यं समाश्रित्य सङ्गहस्तदशुद्धितः । नैगम-व्यवहारो स्तः शेषाः पर्यायमाश्रिताः ।।३४।। अन्यदेव हि सामान्यमभिन्नज्ञानकारणम् । विशेषोऽप्यन्य एवेति मन्यते नैगमो नयः ।।३५।। सद्रूपतानतिक्रान्तस्वस्वभावमिदं जगत् । सत्तारूपतया सर्वं सङ्ग्रह्णन् सङग्रहो मतः ।।३६॥
. व्यवहारस्तु तामेव प्रतिवस्तु व्यवस्थिताम् । तथैव दृश्यमानत्वाद् व्यवहारयति देहिनः ॥३७॥ तत्रर्जुसूत्रनीतिः स्यात् शुद्धपर्यायसंस्थिता । नश्वरस्यैव भावस्य भावात् स्थितिवियोगतः ॥३८॥ अतीता-ऽनागता-ऽऽकार-कालसंस्पर्शवर्जितम । वर्तमानतया सर्वमजसत्रेण सत्र्यते ॥३९॥ विरोधिलिङ्ग-सङख्यादिभेदाद्विन्नस्वभावताम । तस्यैव मन्यमानोऽयं शब्दः प्रत्यवतिष्ठते ॥४०॥ तथाविधस्य तस्यापि वस्तुनः क्षणवृत्तिनः । ब्रूते समभिरूढस्तु संज्ञाभेदेन भिन्नताम् ।।४।। एकस्यापि ध्वनेर्वाच्यं सदा तन्नोपपद्यते । क्रियाभेदेन भिन्नत्वादेवंभूतोऽभिन्यते ।।४।।
આ શ્લોકોનો અર્થ નીચે પ્રમાણે છે
શદ્ધ દ્રવ્યને આશ્રયીને સંગ્રહનય છે અને તેની (દ્રવ્યની) અશુદ્ધિથી નૈગમ અને વ્યવહાર આ બે નય છે. શેષ ચાર નવો પર્યાયને આશ્રયેલા છે (૩૪). અભિન્ન જ્ઞાનના કારણભૂત સામાન્ય જુદું જ છે અને વિશેષ પણ જુદું જ છે. (ભિન્ન જ્ઞાનનું કારણ છે) એવી રીતે નૈગમ નય (ઉભયને જુદા જુંદા) માને છે (૩૫). સ્વસ્વભાવલક્ષણ ‘સત્’ રૂપતાને નહિ ઉલ્લંઘન કરાયેલ આ જગત્ છે એમ સત્તારૂપપણા વડે સર્વને સંગ્રહ-એકત્ર કરતો થકો સંગ્રહનય માનેલ છે. (૩૬) વ્યવહારનય, પ્રત્યેક વસ્તુમાં રહેલ સત્ ને જ (ભિન્ન) માને છે, કેમ કે તેમજ દેખાતું હોવાથી પ્રાણીઓનો વ્યવહાર થાય છે (એકરૂપ હોય તો વ્યવહાર ન થાય) (૩૭) તેમાં ઋજુસૂત્રની માન્યતા શુદ્ધ પર્યાયમાં જ રહેલી છે, વિનાશ ભાવના ભાવથી સ્થિતિના વિયોગથી જ અતીત અને અનાગત આકારસ્વરૂપ કાળના સંબંધવર્જિત (માત્ર) વર્તમાનપણા વડે સર્વ ઋજુસૂત્ર નયથી જણાય છે (૩૮-૩૯) તે ઘટાદિ વસ્તુને જ સ્ત્રીલિંગાદિ વિરોધ લિંગ અને એકવચનાદિ સંખ્યાદિ ભેદથી ભિન્ન સ્વભાવને માનતો થકો આ શબ્દ નય રહે છે. (૪૦) તેવા પ્રકારની-લિંગ અને સંખ્યાના અભેદવાળી અને ક્ષણવૃત્તિવાળી ઘટ્રાદિ–વસ્તુઓને પણ (કુટ-કુંભાદિ) સંજ્ઞાના ભેદ વડે ભિન્નતાને સમભિરૂઢ નય માને છે (૪૧) સદા એક ધ્વનિનો વાચ્ય અર્થ હોય તેને પણ ક્રિયાના ભેદ વડે ભિન્ન હોવાથી એ નય સ્વીકારતો નથી, એવી રીતે એવંભૂતનય (ક્રિયાકારીપણાએ) વસ્તુને માને છે. (૪૨) પિપરો 1. પાલી લાવવું, ત્રણ આદિ પર પોટીસ કરવી વગેરે લોકવ્યવહાર તે વિશેષ વડે જ થાય છે એકરૂપે ‘સત્’ હોય તો બધે કાર્ય એક સ્વરૂપે
જ થાય અને લોકો ભિન્ન ભિન્ન કાર્યમાં કેવી રીતે પ્રવર્તી શકે? 2. સારાંશ એ છે કે-નગમનય સામાન્ય, વિશેષ ઉભયસ્વરૂપે વસ્તુ માને છે પરન્તુ એકાંત ભેદસ્વરૂપે માને છે, સ્યાત્ અભેદ માનતો નથી.
સંગ્રહ નય વસ્તુ સામાન્યરૂપે જ માને છે. આ નયથી વેદાંતમતની ઉત્પત્તિ છે. વ્યવહારનય, વસ્તુને વિશેષરૂપે જ માને છે. ઋજુસૂત્રનય વસ્તુને ક્ષણભંગુર માને છે. આ નયથી બૌધમતની ઉત્પત્તિ છે. શબ્દ નય શબ્દનો જે અર્થ છે તે સ્વરૂપે વસ્તુ હોય તેને માને છે, સમભિરૂઢનય વસ્તુની સંજ્ઞાને માને છે અર્થાત્ પ્રવૃત્તિને મુખ્ય માને છે અને એવંભૂત નય ક્રિયા કરતી વસ્તુને માને છે. વિશેષ જિજ્ઞાસુઓએ વિશેષાવશ્યક ભાષ્ય જોવું. 172