________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने सप्तधा विभङ्गज्ञानं ५४२ सूत्रे चिट्ठित्तते, तस्स णमेवं भवति-अस्थि जाव समुप्पने-अमुदग्गे जीवे, संतेगतिता समणा वा माहणा वा एवमाहंसु-मुदग्गे जीवे, जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु पंचमे विभंगणाणे ५ ।
अहावरे छट्टे विभंगणाणे, जया णं तधारूवस्स समणस्स वा माहणस्स वा जाव समुप्पज्जति, से णं तेणं विभंगणाणेणं समुप्पन्नेणं देवामेव पासति, बाहिरब्भंतरते पोग्गले परितादितित्ता वा अपरियादितित्ता वा पुढेगत्तं णाणत्तं फुसित्ता जाव विकुव्वित्ताणं चिट्ठित्तते, तस्स णमेवं भवतिअत्थि णं मम अतिसेसे णाणदंसणे समुप्पन्ने, रूवी जीवे, संतेगतिता समणा वा माहणा वा एवमाहंसु-अरूवी जीवे,जे ते एवमाहंसु मिच्छं ते एवमासु, छडे વિમા II ૬ अहावरे सत्तमे विभंगणाणे, जया णं तहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगणाणे समुप्पज्जति, सेणं तेणं विभंगणाणेणं समुप्पन्नेणं पासइ सुहुमेणं वायुकातेणं फुडं पोग्गलकायं एतंतं वेतंतं चलंतं खुब्मतं फंदत घट्टतं उदीरेंतं तं तं भावं परिणमंतं, तस्स णमेवं भवति-अत्थि णं मम अतिसेसे णाणदसणे समुप्पन्ने, सव्वमिणं जीवा, संतेगतिता समणा वा माहणा वा एवमाहंसु-जीवा चेव अजीवा चेव,जे ते एवमाहंसुमिच्छंते एवमाहंसु, तस्स णमिमे चत्तारि जीवनिकाया णो सम्ममुवगता भवंति, तंजहा–पुढविकाइया [आऊ तेऊ] जाव वाउकाइया, इच्चेतेहिं चउहि जीवनिकाएहि मिच्छादंडं पवत्तेइ सत्तमे विभंगणाणे ७ ।। सू० ५४२।। (મૂળ) સાત પ્રકારે વિર્ભાગજ્ઞાન અર્થાત્ મિથ્યાત્વસહિત અવધિ કહેલું છે, તે આ પ્રમાણે–પૂર્વાદિ એક દિશામાં લોકનો બોધ
૧, પાંચ દિશામાં લોકનો બોધ ૨, જીવ વડે કરતી પ્રાણાતિપાતાદિ ક્રિયાને જ દેખવાથી અને કર્મને નહિ દેખવાથી ક્રિયાવરણ જીવ છે એવી માન્યતાવાળું વિર્ભાગજ્ઞાન ૩, બાહ્ય અત્યંતર પગલથી રચાયેલ શરીરવાળો જીવ છે એવી માન્યતાવાળું વિર્ભાગજ્ઞાન ૪, બાહ્ય અત્યંતર પુદ્ગલથી રહિત શરીરવાળો જીવ છે એવી માન્યતાવાળું વિર્ભાગજ્ઞાન ૫, રૂપી જીવ છે એવી માન્યતાવાળું ૬, વાયુ વડે કંપનાર પુદ્ગલના સમૂહને દેખવાથી તમામ વસ્તુઓ જીવો જ છે એવા નિશ્ચયવાળું સાતમું વિર્ભાગજ્ઞાન ૭, તે સાત પ્રકારના વિભંગજ્ઞાનમાં નિશ્ચયતઃ આ પ્રથમ વિભૃગજ્ઞાન છેજ્યારે તથારૂપ શ્રમણ-બાળતપસ્વીને અથવા માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે શ્રમણાદિ ઉત્પન્ન થયેલ વિર્ભાગજ્ઞાન વડે દેખે છે (તે કહે છે)-એક પૂર્વ દિશાને કે પશ્ચિમ દિશાને કે દક્ષિણ દિશાને અથવા ઉત્તર દિશાને અથવા ઊર્ધ્વ દિશાને યાવતુ સૌધર્મ દેવલોક સુધી દેખે છે (અધોલોકનું દેખવું દુષ્કર છે). તે શ્રમણાદિનો આ પ્રમાણે અભિપ્રાય છે કે–મને અતિશયવાળું જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયેલ છે તેથી (એક દિશામાં જ લોકનો અભિગમ-સાક્ષાત્કાર થવાથી) એક દિશામાં જ લોકનો અભિગમ છે. કેટલાએક શ્રમણો કે માહણો એમ કહે છે કે-પાંચ દિશામાં લોકો અભિગમ છે. જે લોકો એમ કહે છે તેઓ મિથ્યા કહે છે, આ પ્રથમ પ્રકારનું વિર્ભાગજ્ઞાન ૧. હવે બીજું વિર્ભાગજ્ઞાન કહે છે-જ્યારે તથારૂપ શ્રમણને અથવા માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે શ્રમણાદિ વિર્ભાગજ્ઞાન વડે દેખે છે તે કહે છે–પૂર્વ દિશાને, પશ્ચિમ દિશાને, દક્ષિણ દિશાને, ઉત્તર દિશાને અને ઊર્ધ્વ દિશાને યાવતું સૌધર્મ દેવલોક સુધી. તેને આ પ્રમાણે અભિપ્રાય થાય છે કે-મને અતિશયવાળું જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયેલ છે તેથી પાંચ દિશામાં જ લોકનો અભિગમ છે (તેને અધોલોકનો બોધ નથી.) કેટલાએક શ્રમણ અથવા માહણો એમ કહે છે કે-એક દિશામાં લોકનો અભિગમ (બોધ) છે જેઓ એ પ્રમાણે કહે છે, તેઓ મિથ્યા કહે છે. આ બીજું વિર્ભાગજ્ઞાન છે ૨. હવે ત્રીજું વિર્ભાગજ્ઞાન કહે છે. જયારે તથારૂપ શ્રમણને અથવા માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે શ્રમણ
કે માહણ ઉત્પન્ન થયેલ વિર્ભાગજ્ઞાન વડે દેખે છે તે કહે છે–પ્રાણાતિપાત (જીવહિંસા) ને કરતા, મૃષા વચનને બોલતા, 156
'
૨,