________________
५ स्थानकाध्ययने उद्देशः २ आचार्यस्य गणनिर्गमः ऋद्धिमन्तः ४३९-४४० सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વિદ્યાઓની પરિપાટી પર્વ પર્વમાં આચાર્યો કરે છે. દા. ત. મહાપ્રાણ. તે કારણે વસતિની અંદર અથવા બહાર એકાકી રહે છે. (૧૬૪) મહાપ્રાણ ધ્યાન બાર વર્ષે પૂર્ણ થાય છે. I૪૩૮॥
આચાર્યના ગણને વિષે અતિશયો કહ્યા, હવે તેના જ અતિશયથી વિપર્યભૂત ગણથી નીકળવાના કારણો કહે છે— पंचहिं ठाणेहिं आयरियउवज्झायस्स गणावक्कमणे पन्नत्ते, तंजहा - आयरियउवज्झाए गणंसि आणं वा धारणं वा नो सम्मं परंजित्ता भवति १, आयरियउवज्झाए गणंसि अधारायणियाते कितिकम्मं वेणइयं णो सम्म परंजित्ता भवति २, आयरियउवज्झाए गणंसि जे सुयपज्जवजाते धारिति ते काले काले नो सम्ममणुपवादेत्ता भवति ३, आयरियउवज्झाए गणंसि सगणिताते वा परगणियाते वा निग्गंधीते बहिल्लेसे भवति ४, मित्ते णातीगणे वा से गणातो अवक्कमेज्जा तेसिं संगहोवग्गहट्टयाते गणावक्कमणे पन्नते ५ ।। सू० ४३९।।
• पंचविहा इड्डीमंता मणुस्सा पन्नत्ता; तंजहा - अरहंता, चक्कवट्टी, बलदेवा, वासुदेवा, भावियप्पाणो अणगारा ॥ સૂ॰ ૪૪૦॥
।। પંચમદાસ્ત વિડ્યો દેશો ।।
(મૂળ) પાંચ કારણ વડે આચાર્ય ઉપાધ્યાયનું ગચ્છથી નીકળવું થાય છે, તે આ પ્રમાણે—આચાર્ય, ઉપાધ્યાય પોતાના ગચ્છમાં આજ્ઞા-સંયમયોગોમાં પ્રવર્તનરૂપ અથવા ધારણા-અકૃત્યથી નિવર્ઝનરૂપ, તે બન્નેને સારી રીતે પ્રયુંજનાર થતો નથી ૧, આચાર્ય, ઉપાધ્યાય ગચ્છમાં યથારાત્મિક-દીક્ષાદિમાં નાના મોટાની અપેક્ષાએ વંદન વ્યવહાર તથા વિનયને સારી રીતે પ્રયુંજનાર થતો નથી ૨, આચાર્ય, ઉપાધ્યાય ગચ્છમાં જે શ્રુતના પર્યાય—ઉદ્દેશક, અધ્યયન વગેરેને ધારે છે તેને યથાયોગ્ય કાળે સારી રીતે ભણાવનાર થતો નથી ૩, આચાર્ય, ઉપાધ્યાય ગચ્છમાં રહેલ સ્વગચ્છ સંબંધી અથવા પરગચ્છ સંબંધી સાધ્વીને વિષે ખરાબ લેશ્યાવાળો–આસક્ત થાય છે ૪, તે આચાર્ય વગેરેના મિત્ર, જ્ઞાતિ–સ્વજનવર્ગ કોઈ પણ કારણથી ગચ્છમાંથી નીકળેલ હોય તેઓને અંગીકાર કરવા માટે અને વસ્ત્રાદિ વડે ઉપરંભ–ટેકો આપવા માટે ગણથી નીકળવું થાય છે ૫. II૪૩૯॥
પાંચ પ્રકારના ઋદ્ધિવાળા મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—અર્હતો, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો અને ભાવિતાત્મા અણગારો. ૪૪૦॥
(ટી૦) 'પંચહી' ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે-આચાર્ય, ઉપાધ્યાયનું અથવા આચાર્ય અને ઉપાધ્યાયનું ગચ્છથી નીકળવું તે ગણાપક્રમણ કહેલું છે. આચાર્ય, ઉપાધ્યાય ગણના વિષયનાં યોગોને પ્રવર્તનરૂપ આજ્ઞાને અથવા નહિં કરવા યોગ્યને વિષે નિવર્શનરૂપ ધારણાને યથાયોગ્ય પ્રવર્તન કરનારા તે બન્નેમાં થતા નથી. અહિં તાત્પર્ય એ છે કે–સાધુ સમુદાયના દુર્તિનીતપણાથી આચાર્ય, ઉપાધ્યાયો યોગાદિને વિષે તેઓને જોડવા માટે અશક્ત થયા થકા ગણથી નીકળે છે. કાલિકાચાર્યની જેમ. આ એક કારણ. ગણના વિષયમાં યથારાત્મિક પણાએ–યથાજ્યેષ્ઠ દીક્ષાપર્યાદિ વડે મોટા પ્રત્યે કૃતિકર્મ તથા વિનયને સારી રીતે પ્રયંજનાર થતો નથી, કારણ કે-આચાર્યની સંપદા વડે અભિમાનથી યુક્ત હોય. આ કારણથી આચાર્યે પણ પ્રતિક્રમણ ક્ષામણાદિને વિષે ઉચિત મુનિઓનો ઉચિત વિનય કરવો જ જોઈએ-આ બીજું. આચાર્ય ઉપાધ્યાય, જે શ્રુતના પર્યાયો—ઉદ્દેશક, અધ્યયનાદિ પ્રકારોને વિસ્મરણ ન થવાથી હ્રદયમાં ધારે છે તે શ્રુતપર્યાયોને યથાવસરે સાધુઓને ભણાવતો નથી. 'ો' ત્તિ॰ આ શબ્દનો અહિં સંબંધ કરાય છે તથા ગણના વિષયમાં અર્થાત્ ગણ પ્રત્યે તસ્ય—આચાર્યનું અવિનીતપણું હોવાથી સુખમાં લંપટપણું હોવાથી અથવા મંદ પ્રજ્ઞાવાળો હોવાથી ગચ્છથી નીકળે છે–આ ત્રીજું. ગણમાં વર્તમાન આચાર્ય ઉપાધ્યાય, 'સાળિયા'
1. કોઈ પણ વિદ્યાનું ગ્રહણ કૃષ્ણ ચતુર્દશીના દિવસે અથવા શુક્લ પ્રતિપદાએ થાય છે તથા ચંદ્રસૂર્યગ્રહણમાં પણ વિદ્યાસાધન થાય છે. 2. અહિં અતિશયના વિષયમાં વ્યવહારભાષ્ય અને ટીકામાં ઘણો વિસ્તાર છે.
71