SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः ३ आहरणभेदाः ३३८ सूत्रम् पुच्छाए श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ कोणि खलु, અનુશાસન કરાયા. વળી તેમના બોધ માટે ધ્રુમપત્રક નામનું અધ્યયન કહેલ છે. કહ્યું છે કે-''નિસ્સાવયમિ ગોયમસ્લામિ''[શવ નિ॰ ૭૮ ત્તિ] પૂછવામાં કોણિક રાજાનું અને નિશ્રાવચનમાં શ્રીગૌતમસ્વામીનું ઉદાહરણ છે. ત્રીજું તદ્દેશોદાહરણ વ્યાખ્યાન કરાયું, હવે તદોષઉદાહરણનું વ્યાખ્યાન કરાય છે—તે ચાર પ્રકારે છે. ૧. 'અદ્દમ્બનુત્તે' ત્તિ॰ કોઈક અર્થને સાધવા માટે જે ઉદાહરણ કેવળ પાપના કથનરૂપ કહેવાય છે, જેના કહેવાથી પ્રતિપાદ્ય-શ્રોતાને અધર્મની બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે અધર્મયુક્ત ઉદાહરણ. તે આ પ્રમાણે–નલદામકોલિકની જેમ ઉપાય વડે કાર્યોને કરવાં. તેની કથા કહે છે–સ્વપુત્રને કરડનાર મંકોડાની શોધ ક૨વાથી જોયેલ બિલમાં રહેલા બધાય મંકોડાઓને મારવા માટે ઉષ્ણ પાણી રેડવાનું કાર્ય જોઈને ખુશ થયેલ ચાણક્યે તે મંકોડા મારનાર નલદામકોલિકને કોટવાલનું પદ આપ્યું. તેણે ચોરીના કાર્યમાં સહકારી થવારૂપ–મદદગાર બનવારૂપ ઉપાય વડે વિશ્વાસ ઉપજાવીને સાથે મળેલા ચોરોને વિષમિશ્રિત ભોજન ખવરાવી બધાને મારી નાખ્યા. આ આહરણતદોષતા અર્થાત્ દૃષ્ટાંતની દોષતા. આ દૃષ્ટાંત અધર્મયુક્ત અને તેવા પ્રકારના શ્રોતાને અધર્મની બુદ્ધિનું ઉત્પન્ન કરાવનારું છે. સાધુપુરુષે આવા પ્રકારનું ઉદાહરણ આપવા યોગ્ય નથી. ૨. 'પડિતોને' ત્તિ જેમાં પ્રતિકૂલ પ્રત્યે પ્રતિકૂલપણું ઉપદેશાય છે. 'યથા શનું પ્રતિ શત્વ ત્' જેમ શઠ પ્રત્યે શઠતા કરવી; જેમ કે ચંડપ્રદ્યોતનું અપહરણ કરવા માટે તેના વડે અપહરણ કરાયેલ અભયકુમારે તેની સાથે શઠતા કરી હતી. શ્રોતાને અન્યનો અપકાર કરવામાં નિપુણબુદ્ધિને ઉત્પન્ન કરનાર હોવાથી આ દૃષ્ટાંતને તદોષતા છે. અથવા ધૃષ્ટ-ધીઠા પ્રતિવાદીએ જીવ અને અજીવ આ બે રાશિ જ છે એમ કહ્યે છતે તેનું ખંડન કરવા માટે કોઈક કહે છે–ગરોળી વગેરેના કપાયલા પૂંછડાની જેમ નોજીવ નામની ત્રીજી રાશિ પણ છે. આ વિપરીત સિદ્ધાંતના કથનથી આ દૃષ્ટાંતને પણ તદોષતા છે. ૩. 'અત્તોવળીએ' ત્તિ પોતે જ સ્થાપન થયેલ. જેમ નિવેદન કરેલ તેમ સ્વયં જોડાયેલ છે જેને વિષે તે આત્મોપનીત, જે દૃષ્ટાંત અન્યમતને દૂષણ આપવા માટે સ્વીકારેલ તે દૃષ્ટાંતદ્વારા પોતાના મતને દુષ્ટપણાએ લઈ જાય છે. જેમ પિંગલે જે કહ્યું તે પોતાના દોષને માટે થયું. તેની કથા કહે છે–તળાવ અભેદ કેમ થશે? એમ રાજાએ પૂછ્યું ત્યારે પિંગલ નામનો સ્થપતિ (કારીગ૨) બોલ્યો કે–ભેદના સ્થાનમાં કપિલાદિ ગુણવાળો પુરુષ ભૂમિમાં દાટ્યું છતે અભેદ થશે. પ્રધાને તો તેવા ગુણો પિંગલમાં હોવાથી તેને જ તળાવમાં નખાવ્યો. એમ પોતાના વચનદોષથી પોતે જ જોડાયો. આ પ્રમાણે પણ આત્મોપનીત છે. અહિં ઉદાહરણ કહે છે–જેમ ‘સર્વે જીવોને હણવા નહિં’ આ પક્ષને દૂષણ આપવા માટે કોઈક કહે છે–જેમ વિષ્ણુએ દૈત્યોને હણ્યા છે તેમ અન્ય ધર્મમાં રહેલાઓને હણવા. આવી રીતે કહેવા વડે વાદીએ ધર્માંતરમાં રહેલા પુરુષોને સ્વ આત્મા હણવા યોગ્યપણાએ સ્થાપન કર્યો. આ દૃષ્ટાંતની તદોષતા તો પ્રસિદ્ધ છે. ૪. *વુંવળી' ત્તિ દુષ્ટઉપનીત–નિશ્ચિત રૂપ યોજેલું છે જેને વિષે તે દુરુપનીત–દુષ્ટ રીતે કહેલ-પરિવ્રાજકના વાક્યની જેમ, તે આ પ્રમાણે—[જાળ વડે વ્યગ્ર હાથવાળો કોઈક પરિવ્રાજક મત્સ્યને પકડવા માટે ચાલ્યો. કોઈક ધૂર્તે તેને કંઈક કહ્યું અને તેનો તેણે અસંગત ઉત્તર આપ્યો] આ પ્રસંગમાં– कथाssचार्याऽघना ते ननु शफरिवधे जालमश्नासि मत्स्यान् ? ते मे मद्योपदंशाः पिबसि ननु ? युतो वेश्यया, यासि वेश्याम्? । दत्त्वाऽरीणां गलेऽह्रीं क्व नु तव रिपवो? येषु सन्धि छिनद्मि चौरस्त्वम्? द्यूतहेतोः कितव इति થ? યેન વાસીસુતોઽસ્મ ।। આ શ્લોકનો અર્થ છે કે–હે આચાર્ય–ભિક્ષુ! આ તારી જીર્ણ કંથા કેમ છે? તેણે કહ્યું મત્સ્યના વધ માટે જાળ છે. પૂર્વે પૂછ્યું-શું તું મત્સ્યોને ખાય છે? તેણે કહ્યું-હું દારુ સાથે માંસ ખાઉં છું? ફરી ધૂTM પૂછ્યું-શું તું દારુ પીએ છે? તેણે કહ્યું–વેશ્યાની સાથે પીઉં છું. ધૂર્તે ફરી પૂછ્યું-શું તું વેશ્યાને ઘેર જાય છે? હા. દુશ્મનોની ગરદન ઉપર પગ દઈને જાઉં છું. ધૂર્તે કહ્યું-શું તારે શત્રુઓ છે? તેણે કહ્યું-હા હું ચોરી કરું છું માટે શત્રુઓ છે. ધૂર્તો ફરી પૂછ્યું–શું તું ચોર છો? તેણે જવાબ આપ્યો-ઘૂત–જુગા૨ ખેલવાને માટે. ધૂર્વે પુનઃ પૂછ્યું-શું તું જુગારી છે? ભિક્ષુએ કહ્યું-જે કારણથી હું દાસીપુત્ર છું તેથી જુગાર ખેલું છું. 1. ઉત્તરાધ્યયન સૂત્રનું દશમું અધ્યયન. 437
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy