SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ आहरणभेदाः ३३८ सूत्रम् જ્ઞાત સંપૂર્ણ સાધર્મેરૂપ છે, બીજું તદશાહરણ-દેશથી સાધમ્યરૂપ છે, ત્રીજુંતદોષાહરણ (દોષ સહિત) છે અને ચોથું ઉપન્યાસોપનય પ્રતિવાદીના ઉત્તરરૂપ છે. આ પ્રમાણે ચાર પ્રકારના જ્ઞાતિના સ્વરૂપનો વિભાગ છે. અહિં દેશથી સંવાદ ગાથા જણાવે છે– चरियं च कप्पियं वा, दुविहं तत्तो चउव्विहेक्केक्कं । आहरणे तद्देसे, तद्दोसे चेवुवन्नासे ॥१९५।। શિર્વ. નિ. ૧૨ ]િ ઉદાહરણ બે પ્રકારે છે–ચરિત્ર અને કલ્પિત. તે દરેકના ચાર ચાર ભેદ છે–૧. આહરણ, ૨. તદેશ, ૩. તદોષ અને ૪. ઉપન્યાસોપનય. (૧૫) ૧. 'અવા–અપાય-અનર્થ, તે જે દૃષ્ટાંતમાં દ્રવ્યાદિને વિષે કહેવાય છે, તે આ પ્રમાણે—આ દ્રવ્યાદિ વિશેષોને વિષે વિવિક્ષિત દ્રવ્યાદિ વિશેષોની જેમ, અપાય-અનર્થ છે અથવા હેયતા (ત્યાગવું) જેમાં કહેવાય છે તે અપાય નામનું આહરણ છે, તે દ્રવ્યાદિ ભેદ વડે ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્યથી અથવા દ્રવ્યને વિષે અપાય અથવા તેનું કારણ હોવાથી દ્રવ્ય જ અપાય તે દ્રવ્ય અપાય, એની હેયતાનો સાધક અથવા અપાય-અનર્થનો સાધક આહરણ પણ તેમજ કહેવાય છે. તેનો પ્રયોગ આ પ્રમાણેદ્રવ્ય અપાય છોડવા યોગ્ય છે અથવા દ્રવ્યમાં અનર્થ વર્તે છે. આ સંબંધમાં દૃષ્ટાંત જણાવે છે-કોઈક બે વણિક ભાઈઓ પરદેશમાં જઈ. ધન મેળવીને પાછા વળતાં માર્ગમાં ધનની વાંસળીના લોભથી પરસ્પર મારવાની ઇચ્છાથી ક્રમશ: પોતાના . ગામ પાસે આવ્યા ત્યારે વિચાર્યું કે-આ દ્રવ્ય અનર્થનું કારણ છે તેથી પશ્ચાત્તાપપૂર્વક દ્રહમાં વાંસળી ફેંકી દીધી તે વાંસળી મત્યે ગળી, તે મત્સ્યને ધીવરે પકડ્યો. બાદ તે ધીવર પાસેથી તે બન્ને ભાઈઓની બહેનો મત્સ્યને ખરીદી લાવી. પછી તેને શસ્ત્રથી | વિદારતા તેમાંથી વાંસળી નીકળી. ત્યારે તેની માતાએ પૂછ્યું કે-આ શું છે? તેણીએ દ્રવ્યના લોભથી પોતાની માતાને શસ્ત્ર વડે મારી નાખી. તે અનર્થને જોઈને બન્ને ભાઈઓએ વૈરાગ્યથી 'દીક્ષા લીધી. અપાયનો પરિહાર, દ્રવ્યના ત્યાગથી પ્રવ્રજ્યા વડે થાય છે. દેશ વડે ઉપનયની વિવક્ષા ન કરવાથી આની આહરણતા ક્ષેત્રથી અથવા ક્ષેત્રમાં અથવા ક્ષેત્ર જ અપાય તે ક્ષેત્ર અપાય. શેષ સ્વરૂપ પૂર્વની માફક છે. આગળ પણ એમ જ જાણવું. તેનો પ્રયોગ આ પ્રમાણે અપાયવાળું ક્ષેત્ર વર્જવું. જરાસંઘ નામના પ્રતિવાસુદેવના હેતુથી સંભાવિત અનર્થ જ્યાં છે એવી મથુરાનગરીને જેમ દશાર્વચક્ર-યાદવોએ છોડી, અથવા દુમનના ક્ષેત્રમાં સર્પ સહિત ઘરની માફક અપાય સંભવે છે. અપાય સહિત-અનર્થવાળા કાળના ત્યાગમાં યત્ન કરે તે કાળઅપાય, તે આ પ્રમાણે બાર વર્ષ સુધીમાં તૈપાયન દ્વારિકાને બાળશે’ એમ શ્રી નેમિનાથ પ્રભુના વચન સાંભળીને બાર વર્ષલક્ષણ અપાય સહિત સમયને છોડવાની ઇચ્છાથી ઉત્તરાપથને વિષે ગયેલ દ્વૈપાયનની જેમ, અથવા રદ્ર વગેરેની જેમ અપાય , સહિત કાળ હોય છે. ભાવઅપાય આ પ્રમાણે ભાવ અપાયને મહાનું સર્ષની જેમ છોડવું, અથવા નાગદત્ત ક્ષુલ્લકની માફક તે દૃષ્ટાંત કહે છે-કોઈક તપસ્વી સાધ. કોઈ લૂક મુનિ સહિત પારણા માટે ભિક્ષા લેવાને ફરતા હતા તેવામાં કોઈક રીતે તેનાથી દેડકી મરી જવાથી ક્ષુલ્લક (લઘુ) મુનિએ પ્રાયશ્ચિત્તની પ્રેરણા કરી, પરંતુ તેનું વચન (તપસ્વીએ) સ્વીકાર્યું નહિ. ફરીથી આવશ્યકના સમયમાં શિષ્ય સંભારી આપ્યું. તેથી ક્રોધિત થઈને શિષ્યને મારવા માટે તે વેગથી દોડ્યો. વચ્ચમાં સ્તંભ સાથે અથડાવવાથી તે સાધુ મૃત્યુ પામીને જ્યોતિષ્કદેવમાં ઉત્પન્ન થયો. ત્યાંથી અનંતર ઍવીને જાતિસ્મરણજ્ઞાન સહિત દષ્ટિવિષ સર્પ થયો. તે સમયમાં કોઈક સર્પના દંશ વડે રાજાનો પુત્ર મરણ પામવાથી સર્પોની ઉપર કોપ પામેલ રાજાએ બધા સર્પોને મારવાનો આદેશ કરવાથી મારનારાઓ પૈકી કોઈક મારનાર મનુષ્યદ્વારા ઔષધિના બળથી આકર્ષાયેલ તે નાગ જ્ઞાનથી પૂર્વકૃત ક્રોધના પરિણામને જોઈને વિચાર્યું કે મારી દૃષ્ટિના વિષથી મને મારનાર પુરુષનો નાશ ન થાઓ, આવી ભાવના વડે બિલમાંથી પુછડાના ભાગથી જેમ જેમ નીકળતો ગયો તેમ તેમ તેના ખંડ (કટકા) થતા ગયા તો પણ ક્રોધલક્ષણ ભાવ અપાયને છોડવા લાગ્યો. બાદ તે જ નાગ ત્યાંથી અનંતર ચ્યવીને રાજાના નાગદત્ત નામના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તે બાળપણામાં જ 1. આ કથા મુનિ પતિચરિત્રમાં સુસ્થિત આચાર્યના સંબંધમાં છે, ત્યાંથી જાણી લેવી. દશ વૈકાલિક ટીકામાં પણ આ કથા છે. 432
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy