________________
१ स्थानाध्ययने एकानेकात्मसिद्धि २ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ છે. અવયવી દ્રવ્યનો અભાવ સ્વીકાર કર્યો છતે આ ઘડાના અવયવો છે અને આ વસ્ત્રના અવયવો છે એમ જે ભિન્નતા અનુભવાય છે તે થઈ શકશે નહિ. તેમજ અમુક સમયે અમુક જ કાર્ય કરવાની ઇચ્છાવાળાઓને ચોક્કસ કરેલ વસ્તુનું ગ્રહણ નહિ થાય. અને કોઈ પણ જાતના કાર્યનો નિયમ જ નહિ રહે. સન્નિવેશ (વસ્તુવિષયના સંકેતોથી ઘટાદિના અવયવોની પ્રતિનિયતતા-પ્રત્યેકમાં નિયમપણું થશે એમ જો કહો તો તે સત્ય છે, કારણ કે તે જ સન્નિવેશ વિશેષ અવયવી દ્રવ્ય છે. વળી વિરુદ્ધ ધર્મનો અધ્યાસ એ જ ભેદનું કારણ છે, એમ જે કહેલું છે તે પણ બરોબર નથી; કેમ કે પ્રત્યક્ષ જ્ઞાનને પરમાર્થ પ્રિત્યક્ષ)ની અપેક્ષાએ ભ્રાંતપણું છે અને સંવ્યવહાર પ્રિત્યક્ષ ની અપેક્ષાએ અભૂતપણું છે. ભ્રાંતત્વ અને અભ્રાંતત્વનો અમારા વડે સ્વીકાર કરાયેલો હોવાથી જો તમે કહેશો ભ્રાંત અને અભ્રાંત કેમ ઘટે? એમ પણ તમે કહેવા માટે શક્તિમાન હો તો અમે આ પ્રમાણે કહીએ છીએ કે-અવયવની જેમ અથવા નીલવર્ણની માફક અવ્યભિચારીપણે તેમજ પ્રતિભાસમાન હોવાથી અવયવી દ્રવ્ય વિદ્યમાન છે. આ હેતુ અસિદ્ધ' નથી, કારણ કે જેમ છે તેમ પ્રતિભાસનો અનુભવ થાય છે. તેમજ ઉક્ત હેતુ અનેકાન્તિક અને વિરુદ્ધ પણ નથી, કારણ કે સર્વ વસ્તુની વ્યવસ્થા પ્રતિભાસને આધીન છે, અગર જો એમ નહિ માનો તો કોઈ પણ વસ્તુ સિદ્ધ નહિ થાય. પૂર્વપક્ષી કહે છે કે કેવલ અવયવી દ્રવ્ય હો. પણ આત્મા આત્માનો પ્રત્યક્ષાદિ પ્રિમાણો] વડે સાક્ષાત્કાર ન હોવાથી વિદ્યમાન નથી. તે આ પ્રમાણે–આત્મા અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષ વડે ગ્રહણ કરવા યોગ્ય નથી, અનુમાનગ્રાહ્ય પણ નથી. લિંગ (ત) અને લિંગી (પક્ષ) એ બન્નેનો સાક્ષાત્ સંબંધ દેખવા વડે અનુમાન પ્રમાણની પ્રવૃત્તિ થાય છે. આત્મા આગમપ્રમાણ વડે પણ જણાતો નથી, કારણ કે આગમોનો પરસ્પર વિસંવાદ [મતભેદ] છે. સમાધાન-આ અસાક્ષાત્કારતા શું? તે એક પુરુષને આશ્રિત છે અથવા બધા પુરુષોને આશ્રિત છે? જો એક પુરુષને આશ્રિત કહેશો તો તેથી વસ્તુ રહેતે છતે એક પુરુષાશ્રિત અનુપલભ્યપણાનો સંભવ હોવાથી આત્માનો અભાવ સિદ્ધ થતો નથી. કોઈ એક પુરુષવિશેષનું ઘટાદિ વસ્તુનો ગ્રાહક જે પ્રમાણ પ્રવર્તતું નથી, એટલું જ કહેવાથી સર્વત્ર અને સર્વકાલમાં ઘટાદિ અર્થ ગ્રાહક પ્રમાણનો અભાવ છે એમ નિર્ણય કરવા માટે તમે શક્તિમાન નથી. પ્રમાણની નિવૃત્તિમાં પ્રમાણનું પ્રમેય કાર્યપણું હોવાથી પ્રમેય નિવર્તન
માં કારણ (દંડાદિ)નો અભાવ દેખાતો નથી માટે અનુપલંભ હેત અનેકાંતિક દોષવાળો છે અને બધા પુરુષોને આશ્રિત અનુપલંભ પક્ષ અસિદ્ધ છે, માટે આ અનુપલંભ હેતુ અસિદ્ધ છે. તથા અસર્વજ્ઞ હેતુથી બધા મનુષ્યો સર્વદા અને સર્વ સ્થળે આત્માને જોતા નથી એમ કહેવાને તમે સમર્થ નથી. વળી કંઈ વિશેષ કહે છે-ઘડાની માફક પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે સાક્ષાત્કાર હોવાથી આત્મા છે. આ હેત અસિદ્ધ નથી જેથી અમારા જેવા વગેરેને પણ પ્રત્યક્ષથી આત્મા જણાય છે. આત્મા જ્ઞાનથી ભિન્ન નથી, કારણ કે જ્ઞાન આત્માનો ધર્મ છે, જ્ઞાન સ્વસંવેદનરૂપ છે અને પ્રથમ નીલનું જ્ઞાન ઉત્પન્ન થયેલું હતું ઇત્યાદિની જે સ્મૃતિ થવા પામે છે તે જ્ઞાનનું સ્વસંવેદનપણું છે. સ્વસંવેદન જ્ઞાન ન થયે છતે સ્મૃતિ થતી નથી. (જો સ્મૃતિ થતી હોય તો) પ્રમાતા (જાણનાર) ના બીજા જ્ઞાનની (નહિં અનુભવેલ જ્ઞાનની) સ્મૃતિ થવાનો પ્રસંગ આવશે. તે માટે આત્માથી અતિરિક્ત (અભેદ) જ્ઞાનરૂપ ગુણનું પ્રત્યક્ષપણું છતે ગુણી જે આત્મા ને પ્રત્યક્ષ જ છે. અહિં દૃષ્ટાંત કહે છે-ઘટ ના રૂપી ગુણ પ્રત્યક્ષ થયે છતે ગુણી જે ઘટ તે પ્રત્યક્ષ થાય છે. કહ્યું છે કે –
गुणपच्चक्खत्तणओ, गुणी वि जीवो घडोव्व पच्चक्खो । - *घडओ-व्व घिप्प गुणी, गुणमित्तग्गहणओ जम्हा ॥४८॥ [विशेषावश्यक० १५५८] अण्णोऽणन्नो (व्व) व गुणी होज्ज गुणेहिं?, जइ णाम सोऽणन्नो । णाण[णणु] गुणमित्तग्गहणे, धिप्पई जीवो गुणी सक्खं ॥४९॥ अह अन्नो तो एवं, गुणिणो न घडादयो वि पच्चक्खा ।
गुणमित्तग्गहणाओ, जीवम्मि कुतो विआरोऽयं ॥५०॥ [विशेषावश्यक० १५५९-१५६०] 1. પક્ષમાં હેતનો અભાવ તે અસિદ્ધ. 2. ઉપલબ્ધિ 3. પોતાનો અનુભવ. 4. ઘણો વિ' 5. પતિ
17