________________
१ स्थानाध्ययने उपक्रमवर्णनम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ मूढनइयं सुयं, कालियं तु न नया समोयरंति इहं । अपहत्ते समोयारो, नत्थि पुहुत्ते समोयारो ॥१४॥
[आवश्यक नि० ७६२, विशेषावश्यक० २२७९ त्ति] મૂઢ છે નૈગમાદિ સાત નયો જેમાં એવા કાલિકકૃતમાં નો સમવતાર પામતા નથી. જ્યાં સુધી ચારે અનુયોગો એકીભાવ-ભંગા હતા ત્યાં સુધી નયોનો સમવતાર થતો હતો, પણ જ્યારથી 'પૃથગૃભાવ થયો–અનુયોગો જુદા જુદા થયા ત્યારથી અનુયોગમાં નયનો સમવતાર થતો નથી. (૧૪) ગુણપ્રમાણ બે પ્રકારે છે : ૧ જીવગુણપ્રમાણ અને ૨ અવગુણપ્રમાણ. તેમાં જીવનો ઉપયોગરૂપ ગુણ હોવાથી આ અધ્યયનનો જીવગુણપ્રમાણમાં અવતાર થાય છે. તેમાં પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદથી ત્રણ પ્રમાણ છતે આનો જ્ઞાન પ્રમાણમાં અવતાર થાય છે. જ્ઞાનપ્રમાણમાં પણ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમપ્રમાણરૂપ જ્ઞાન પ્રમાણ છે. તે પ્રસ્તુત અધ્યયન આપ્તપુરુષના ઉપદેશરૂપ હોવાથી તેનો આગમ પ્રમાણમાં અવતાર થાય છે. આગમપ્રમાણમાં પણ લૌકિક અને લોકોત્તરરૂપ બે ભેદમાં પરમ ગુરુએ રચિત હોવાથી સૂત્ર, અર્થ અને ઉભયાત્મક ત્રણ પ્રકારરૂપ
લોકોત્તર આગમમાં આનો સમવતાર થાય છે. તથા વાદजीवाणण्णत्तणओ, जीवगुणे बोहभावओ णाणे । लोगुत्तरसुत्तत्थोभयागमे तस्स भावाओ ॥१५॥
[विशेषावश्यक० ९४७ त्ति] જીવથી અનન્ય હોવાને લીધે જીવગુણમાં, બોધ સ્વરૂપમાં હોવાથી જ્ઞાનમાં અને લોકોત્તર હોવાથી તથા સૂત્રાર્થોભયરૂપ હોવાથી, લોકોત્તર સૂત્રાર્થ ઉભયરૂપ આગમમાં ઉતરે છે. કેમકે તે તત્ સ્વરૂપ છે. /૧પો લોકોત્તર આગમ પણ આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં અર્થથી તીર્થકરો, . ગણધરો અને તેમના શિષ્યોની અપેક્ષાએ અને સૂત્રથી ગણધરો, તેમના શિષ્યો અને શિષ્યોના શિષ્યોની અપેક્ષા કરીને ક્રમશઃ આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમને વિષે આ અધ્યયનનો અવતાર થાય છે. સંખ્યાપ્રમાણ અન્યત્ર (અનુયોગ દ્વારમાં) વિસ્તૃત કહે છે તેમાં આ અધ્યયનનો પરિમાણ (સાતમી) સંખ્યામાં અવતાર થાય છે. તેમાં પણ કાલિકકૃત અને દૃષ્ટિવાદદ્ભુત પરિમાણરૂપ બે પ્રકારમાં, એ કાલિકશ્રુત હોવાથી કાલિકશ્રુત પરિમાણ સંખ્યામાં અને તેમાં પણ શબ્દની અપેક્ષાએ સંખ્યાત અક્ષર, પદાદિ સ્વરૂપ વડે સંખ્યાત પરિમાણમાં અવતરે છે તથા પર્યાયની અપેક્ષાએ આગમ અનંતાગમ પર્યાયરૂપ હોવાથી અનંતપરિમાણાત્મક સંખ્યામાં અવતરે છે. તેમજ કહ્યું છે
કે– માતા મviતા પન્નવા' [સમવાયા ૩૭] ઇત્યાદિ. ૪. વક્તવ્યતા - વક્તવ્યતા ૧ સ્વસમય, પરસમય અને ૩ સ્વપરસમયના ભેદથી ત્રણ પ્રકારની છે. તેમાં આ અધ્યયન
સ્વસમય વક્તવ્યતામાં જ અવતરે છે. કારણ? સર્વ અધ્યયનો સ્વસમયરૂપ હોવાથી. ભાષ્યકારે કહ્યું છે કેपरसमओ उभयं वा, सम्मद्दिहिस्स समओ जेण । ता सव्वज्झयणाई, ससमयवत्तव्वनिययाई ।।१६।।
[विशेषावश्यक० ९५३ त्ति] પરસમય અને ઉભય (સ્વપર) સમય, તે સમ્યગદૃષ્ટિને સ્વસમય જ છે, કારણ કે તે સમ્યગ્દષ્ટિ તેનો યથાર્થ વિષયવિભાગ કરે છે. જો કે કેટલાએક અધ્યયનમાં પરસમય અને ઉભયસમયની વક્તવ્યતા સંભળાય છે, તો પણ સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ હોવાથી સર્વ અધ્યયનો સ્વસમય વક્તવ્યતામાં નિયત છે. (૧૬)
|
1. આર્ય વૈર (વજસ્વામિ) પર્યત કાલિકશ્રુતનો અનુયોગ જુદો ન હતો ત્યારે નયોનો સમાવતાર થતો હતો. ત્યારબાદ આર્યરક્ષિતસૂરિ વડે
કાલિકશ્રુત અને દૃષ્ટિવાદમાં અનુયોગ જુદા થયા, પહેલાં એક અનુયોગમાં ચારે અનુયોગની વ્યાખ્યા થતી હતી, પછી ઉપયોગથી
ભાવભાવને જાણી આર્યરક્ષિતસૂરિજીએ અનુયોગ જુદા જુદા કર્યા. એનું વિશેષ વર્ણન આવશ્યક ટીકાદિથી જાણવું. 2. ૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય, ૪ ક્ષેત્ર, ૫ કાલ, ૬ ઉપમા, ૭ પરિમાણ અને ૮ ભાવ એ આઠ પ્રકારે સંખ્યા પ્રમાણે કહેલ છે.