________________
દશવૈકાલિકસૂલ ભાગ-૩
) અદથ. સૂગ-૩૨
, . ટીકર્થ : સાધુએ આવું ન બોલવું કે “આ કેરીવગેરે પાકી ચૂકેલા છે”, “પાકખાદ્ય તે છે એટલે કે એમાં અસ્થિ, ઠળીયા, ગોટલા બંધાઈ ગયા છે, માટે ખાડામાં નાંખવાદ્વારા
કે કોદ્રવઘાસવગેરેદ્વારા પકાવીને ખાવાયોગ્ય આ ફળો છે” (આજે પણ કાચીકેરી ઘરે * લાવીને ઘાસમાં રાખીને પકાવવામાં આવે છે, એમ ખાડામાં રાખીને પણ એ પકાવી * * શકાય છે.)
તથા “આ ફળો વેલાને ઉચિત છે, એટલે કે એટલા બધા પાકી ગયા છે કે હવે તરત | | એને વૃક્ષ ઉપરથી ગ્રહણ કરી લેવા ઉચિત છે. હવે પછી એ ફળો કાલને સહન નહિ કરે. મિ અર્થાત્ જો એને વૃક્ષ ઉપરથી ઉતારી લેવામાં નહિ આવે, તો એ ફળો પડી જ જશે.” નો છે તથા આ ફલો નહિ બંધાયેલા અસ્થિવાળા છે, એટલે કે કોમળ છે.” હજી અંદર ડી [ ગોટલા-ઠળીયા બંધાયા નથી...”
તથા “આ ફળો વૈધિક છે, એટલે કે પેશીના સંપાદન દ્વારા બે ભાગ કરવાને યોગ્ય છે. (એટલે કે જેમ કેરીની ચીરીઓ કરી કરીને કેરીના ભાગ કરાય, ચીકુને વચ્ચેથી સમારીને એના બે ભાગ કરાય. સક્કરટેટી વગેરેને પણ વચ્ચેથી તોડીને બે ભાગ કરાય... a ન એમ અહીં સમજવું)
આ બધી ભાષાઓ સાધુએ ન બોલવી. પ્રશ્ન : આમાં દોષો શું છે ?
ઉત્તર : આમાં દોષો છે. સાધુ જો બોલે કે આ ફળો પાકી ગયા છે...” તો એ તો [ સાંભળી ગૃહસ્થો વિચારે કે “હવે પછી આ ફળોનો નાશ જ થશે. (પાકી તો ગયા જ
છે. છતાં વાપરશું નહિ, વધુ ને વધુ પાકીને સાવ ખલાસ થઈ જશે.) અથવા તો " બીજા પ્રકારના ભોગવડે આ ફળો સારા નથી. (એટલે કે તાત્કાલિક ભોગ કરી લઈએ, " એ પ્રકાર સારો. આ સિવાયના બીજા કોઈપણ પ્રકારે જો ભોગ કરવાનો વિચાર કરશું તો * " એમાં આ ફળો સારા રહેવાના નથી. એનો સારો ભોગ થઈ શકવાનો નથી.)” ( આ પ્રમાણે વિચાર કરીને ગૃહસ્થો એ ફળો ખાવામાં, તોડવામાં... પ્રવૃત્તિ કરે. | અને એમાં અધિકરણાદિ દોષો = જીવહિંસાદિ દોષો થાય જ.
(બધા પ્રકારના ઉપરદર્શાવેલા વચનોમાં દોષો વિચારી લેવા. જેમકે “પાકયોગ્ય’ * * બોલે, તો ગૃહસ્થો એ ફળો પકાવવા ખાડો ખોદે, ઘાસ લાવે... વગેરે હિંસા કરે. Be | કે વેલોચિત બોલે તો ગૃહસ્થો તરત એ ફળો તોડવા માંડે...) र प्रयोजने पुनर्मार्गदर्शनादावेवं वदेदित्याह
45