________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ ભાષ્ય-૪૪
ટીકાર્થ : લોકમાં આત્માને નિત્ય કહ્યો છે. કેમકે તેઓ આ વચનને પ્રામાણિક માને છે કે “આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી.” વિગેરે...
સમયમાં = સાંખ્યશાસ્ત્રમાં આત્માને નિત્ય કહ્યો છે. કેમકે તેઓ આવા વચનને પ્રામાણિક માને છે કે “પુરુષ એ પ્રકૃતિ નથી, એ વિકૃતિ = વિકારભૂત = પરિવર્તનશીલ | | નથી...”
मा
त
વેદમાં આત્માને નિત્ય કહ્યો છે. કેમકે તેઓ આ શ્રુતિને પ્રામાણિક માને છે કે “તે આ આત્મા અક્ષય છે, અજ = જન્મ નહિ લેનાર છે.”
મ
આમ આ ત્રણેય જગ્યાએ જીવ નિત્ય, અપ્રચ્યુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળો કહ્યો છે. એકાન્ત નિત્ય જ કહ્યો છે. પણ આ ન્યાય્ય નથી. કેમકે જો એ એકાન્તે નિત્ય સ્નુ હોય, તો સદા માટે એનો એક જ સ્વભાવ રહે, અને તો પછી ચારગતિમાં ભટકવાદિરૂપ વ્યવહારનો ઉચ્છેદ માનવાની આપત્તિ આવે...” આ વાત આગળ કરશે. (આત્મા તિર્યંચ, મનુષ્યાદિ અનેક સ્વભાવવાળો બની જ ન શકે ને ?)
=
આથી જ કહે છે અમારા મતે આત્મા ભજનાથી નિત્ય છે. ભજના = સ્વાત્ નિત્ય: 1 ભાવાર્થ એ કે દ્રવ્યાર્થાદેશથી દ્રવ્યાર્થિકનયની માન્યતા પ્રમાણે નિત્ય છે, પર્યાયાર્થાદેશથી અનિત્ય છે. (સુવર્ણાંશથી નિત્ય અને ઘટાંશથી અનિત્ય... એ વાત પૂર્વે કરી ગયા છીએ...)
મ
જો આવું ન માનીએ તો જીવનો સંસાર, આલોચન વગેરે બધું જ અસંગત બની જાય. કેમકે એ નિત્ય છે, એટલે એમાં એકજ સ્વભાવ સદા રહે. આ એકસ્વભાવતા હોય એનો અર્થ જ એકે બીજા સ્વભાવની એ પ્રાપ્તિ વર્તમાનભાવ વિના બીજા કોઈપણ ભાવને પામે નહિ. છે. તો મનુષ્યત્વ એ એનો સ્વભાવ છે. હવે એ સદાને માટે મનુષ્ય જ રહે. એ ન તિર્યંચત્વાદિ બીજા સ્વભાવને ન જ પામે. અને એટલે એના આ વર્તમાન પર્યાય સિવાય ન ય નવા કોઈ જ ભાવને ન પામે... તો પછી એનો સંસાર ઘટે જ શી રીતે ? એજ રીતે ય
આપત્તિ ન કરે. આને લીધે એ (દા.ત. જીવ વર્તમાનમાં મનુષ્ય
=
“હું કરતો હતો” આવું આલોચન જીવનો સ્વભાવ હોય, તો સદા માટે તે એજ આલોચન કરે... ‘હું કરું છું” વગેરે આલોચન ન થાય. જો થાય તો એનો સ્વભાવ બદલાઈ જતાં એ અનિત્ય માનવાની આપત્તિ આવે.... એમ બધામાં વિચારી લેવું.)
fr
નિત્યત્વની જેમ અમૂર્તત્વ અને અન્યત્વમાં પણ વિભાષા જાણી લેવી. જૈનો એકાન્તે અમૂર્તત્વ વગેરે માનતા નથી. પરંતુ અપેક્ષાએ માને છે. જો એકાન્તે અમૂર્તત્વ
૧૯૪
I
וע