________________
श्री प्रज्ञापना सूत्र भाग २
छत्तीसइमं समुग्घायपयं एगत्तेणं अतीताइसमुग्घाय परूवणं ઉત્પન્ન થવાનો છે તેને સંખ્યાતા સમુદ્ધાતો હોય છે. જઘન્ય સ્થિતિવાળા નરકમાં અનેકવાર અને દીર્ઘસ્થિતિવાળા નરકોમાં એકવાર કે વારંવાર જે ઉત્પન્ન થવાનો છે તેને અસંખ્યાતા અને અનંતવાર ઉત્પન્ન થવાનો છે તેને અનન્તા સમુદ્ધાતો હોય છે. એ પ્રમાણે નૈરયિક સંબધે પાઠ વડે અસુરકુમારપણામાં અને ત્યાર પછી ચોવીશ દણ્ડકના ક્રમથી નિરન્તર યાવત્ વૈમાનિકપણામાં કહેવું. તે આ પ્રમાણે—“Uાને જે મંત! નેફયા મયુરકુમાર ગો જેવફયા વેયસમુ ધાયા અતીતા? મના જેવફા पुरेक्खडा? गोयमा! कस्सइ अत्थि, कस्सइ नत्थि, जस्स अत्थि जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा उक्कोसेणं संखेज्जा વા સંવેજ્ઞા વા સતા વા'—હે ભગવન્! એક એક નૈરયિકને અસુરકુમારની અપેક્ષાએ કેટલા વેદના સમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ!કોઈને થવાના હોય છે અને કોઈને થવાના નથી હોતા. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટસંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા ભવિષ્યકાળ થવાના હોય છે. તેમાં અતીતસૂત્રમાં અનન્તવાર અસુરકુમારપણું પ્રાપ્ત થયેલું હોવાથી અસુરકુમારપણાને પ્રાપ્ત થયેલા નૈરયિકને [અસુરકુમારપણામાં] અતીત કાળે અનન્તા વેદના સમુદ્યાતો ઘટે છે. પુરસ્કૃત–ભાવી વેદના સમુદ્ધાતના વિચારમાં જે નરકથી નીકળી પછીના ભાવમાં મનુષ્યપણું પામી સિદ્ધ થશે, અથવા પરંપરાએ એકવાર અમરકુમારના ભવને પ્રાપ્ત થવા છતાં વેદના સમુદ્રઘાતને પ્રાપ્ત નહિ થાય તેને એક પણ વેદના સમુદ્રઘાત અસુરકુમારપણામાં થવાનો નથી. જે એકવાર અસુરકુમારપણાને પ્રાપ્ત થઈ એક જ વાર વેદના સમુદ્યતને પ્રાપ્ત કરશે તેને જઘન્યથી એક, બાકીનાને બે કે ત્રણ, સંખ્યાતી વાર અસુરકુમારપણાને પ્રાપ્ત થવાના છે તેને સંખ્યાતી વાર, અસંખ્યાતીવાર અસુરકુમારભાવને પ્રાપ્ત થવાના છે તેને અસંખ્યાતી વાર અને અનન્ત વાર પ્રાપ્ત થવાના છે તેને અનન્ત વેદના સમુદ્યાતો થવાના છે. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી નાગકુમારસ્વાદિ સ્થાનોમાં સૂત્રપાઠ નિરન્તર જ્યાં સુધી વૈમાનિકપણા સંબન્ધ સૂત્ર છે ત્યાં સુધી કહેવો.
“મેરા ' ઇત્યાદિ. હે ભગવન્! પૂર્વે નૈરયિકપણે થયેલા-નૈરયિકપણાને પ્રાપ્ત થયેલા એક એક અસુરકુમારને (નૈરયિકપણામાં) સપૂર્ણ અતીત કાળની અપેક્ષાએ બધા મળી કેટલા વેદના સમુદ્યાતો પૂર્વેથયેલા છે?ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! અતીત કાળે અનન્તા થયેલા છે. કારણ કે તેણે અનન્તવાર નૈરયિકપણું પ્રાપ્ત કર્યું છે, અને એક નૈરયિકના ભવમાં જઘન્યપદે પણ સંખ્યાતા વેદના સમુદ્દઘાતો થયેલા છે. કેટલા થવાના છે? કદાચિત્ થવાના હોય અને કદાચિત્ ન થવાના હોય. એટલે કોઈકને થાય અને કોઇને ન થાય એ ભાવાર્થ છે. અહીં આ તાત્પર્ય છ– જે અસુરકુમારના ભવથી નીકળી નરકમાં જવાનો નથી, પરન્તુ તુરત કે પરંપરાએ મનુષ્યભવ પામી સિદ્ધ થશે તેને નૈરયિકપણામાં ભવિષ્યકાળે વેદના સમુદ્યાતો થવાના નથી. કારણ કે તેને નૈરયિકપણાની અવસ્થાનો જ અસમ્ભવ છે. જે તે ભવ પછી પરંપરાએ નરકમાં જશે તેને વેદના સમુઘાતો થવાના હોય છે. તેમાં પણ કોઈકને સંખ્યાતા, કોઈકને અસંખ્યાતા અને કોઈકને અનન્તા થવાના હોય છે. તેમાં જે એક વાર જઘન્ય સ્થિતિવાળા નરયિકમાં ઉત્પન્ન થશે તેને જઘન્યપદે પણ સંખ્યાતા હોય છે. કારણ કે સર્વ જઘન્ય સ્થિતિવાળા નરકોમાં પણ સંખ્યાતા વેદના સમુદ્યાતો થાય છે. કેમ કે નારકોને ઘણી વેદના હોય છે. અનેકવાર જઘન્ય સ્થિતિવાળા નરકોમાં અને એકવાર કે અનેકવાર દીર્ઘસ્થિતિવાળા નરકમાં જવાથી અસંખ્યાતા વેદના સમુદ્દઘાત અને અનન્તવાર જવામાં અનન્ત વેદનાસમુદ્યાતો થવાના છે.
તથા અસુરકુમારપણામાં રહેલા એક એક અસુરકુમારને સંપૂર્ણ અતીત કાળને આશ્રયી કેટલા વેદના સમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? ભગવાનું કહે છે કે ગૌતમ! અનન્તા થયેલા છે. કારણ કે પૂર્વે પણ અનન્તવાર અસુરકુમારપણું પ્રાપ્ત થયેલું છે અને દરેક ભવમાં પ્રાયઃ વેદના સમુદ્યાત હોય છે. ભવિષ્ય કાળના વિચારમાં કોઇને થવાના હોય છે અને કોઇને થવાના હોતા નથી. જેને પ્રશ્ન સમય પછી અસુરકુમારપણામાં વર્તતા છતાં વેદના સમુદ્ધાત થવાનો નથી, તેમ ત્યાંથી નીકળી ફરી પણ અસુરકુમારપણું પ્રાપ્ત થવાનું નથી તેને વેદના સમુદ્રઘાત થવાના નથી. જે એક વાર અસુરકુમારપણું પ્રાપ્ત કરશે તેને જઘન્યપદે એક, બે કે ત્રણ વેદના સમુદ્ધાતો થવાના છે. સંખ્યાતીવાર ઉપજશે તેને સંખ્યાતા અસંખ્યાતીવાર ઉપજશે તેને અસંખ્યાતા અને 344