________________
श्री प्रज्ञापना सूत्र भाग २
छत्तीसइमं समुग्घायपयं चउवीसदंडएसु समुग्घाय परूवणं जहा – वेदणासमुग्घाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्घा, वेडव्वियसमुग्घाए, तेयासमुग्घाए । णवरं मणूसाणं सत्त्वहे समुग्घाए पन्नत्ते तं जहा-वेदणासमुग्घाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्धाए, वेडव्वियसमुग्धाए, તૈયાસમુ યાર, આહાર પસમુખા, વ્હેવતીસમુખા ।।સૂ-૨||૬૬૩।।
(મૂળ) હે ભગવન્! કેટલા સમુદ્ધાતો કહ્યા છે? હે ગૌતમ! સાત સમુદ્ધાતો કહ્યા છે. તે આ પ્રમાણે—૧ વેદનાસમુદ્દાત, ૨ કષાય સમુદ્દાત, ૩ મારણાંતિક સમુદ્ધાત, ૪ વૈક્રિય સમુદ્દાત, પ તૈજસ સમુદ્દાત, ૬ આહારક સમુદ્દાત, અને ૭ કેવલી સમુદ્દાત. હે ભગવન્! વેદના સમુદ્દાત કેટલા સમયનો છે? હે ગૌતમ! અસંખ્યાતા સમયપ્રમાણ અન્તર્મુહૂર્તનો છે, એ પ્રમાણે આહા૨ક સમુદ્દાત સુધી જાણવું. હે ભગવન્! કેવલિયસમુદ્દાત કેટલા સમયનો છે? હે ગૌતમ! આઠ સમયનો છે. હે ભગવન્! નૈરયિકોને કેટલા સમુદ્દાતો કહ્યા છે? હે ગૌતમ! નૈયિકોને ચાર સમુદ્ધાતો કહ્યા છે. તે આ પ્રમાણે—૧ વેદના સમુદ્દાત, ૨ કષાય સમુદ્ઘાત, ૩ મારણાંતિક સમુદ્દાત, અને ૪ વૈક્રિય સમુદ્દાત. હે ભગવન્! અસુરકુમારોને કેટલા સમુદ્ધાતો કહ્યા છે? હે ગૌતમ! પાંચ સમુદ્ધાતો કહ્યા છે. તે આ પ્રમાણે—૧ વેદના સમુદ્ધાત, ૨ કષાયસમુદ્દાત, ૩ મારણાંતિકસમ્રુદ્ધાત, ૪ વૈક્રિયસમુદ્દાત, ૫ અને તૈજસસમુદ્દાત. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા સમુદ્ધાતો કહ્યા છે? હે ગૌતમ! ત્રણ સમુદ્ધાતો કહ્યા છે. તે આ પ્રમાણે—૧ વેદનાસમુદ્ધાત, ૨ કષાયસમુદ્ઘાત, અને ૩ મારણાંતિકસમુદ્દાત. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ વાયુકાયિકોનેં ચાર સમુદ્દાતો હોય છે. તે આ પ્રમાણ—૧ વેદનાસમુદ્દાત, ૨ કષાયસમુદ્દાત, ૩ મારણાંતિકસમુદ્દાત, અને ૪ વૈક્રિયસમુદ્દાત. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો યાવત્ વૈમાનિકોને કેટલા સમુદ્ધાતો કહ્યા છે? હે ગૌતમ! પાંચ સમુદ્ધાતો કહ્યા છે. તે આ પ્રમાણે—૧ વેદના, ૨ કષાય, ૩ મારણાંતિક, ૪ વૈક્રિય અને ૫ તૈજસસમુદ્દાત. પરન્તુ મનુષ્યોને સાત સમુદ્દાત કહ્યા છે. તે આ પ્રમાણ–૧ વેદના, ૨ કષાય, ૩ મારણાંતિક, ૪ વૈક્રિય, ૫ તૈજસ, ૬ આહારક અને ૭ કેવલિસમુદ્દાત. ર૬૯૩॥
(ટી૦) હવે પ્રસ્તુત બાબત કહેવાનો પ્રારંભ કરીએ છીએ. તેમાં સંગ્રહણી ગાથામાં કહેલા અર્થને સ્પષ્ટ કરતા પ્રથમથીજ સમુદ્ધાતની સંખ્યા સંબન્ધે પ્રશ્નસૂત્ર કહે છે—‘s i' ઇત્યાદિ. કતિ-કેટલા, ‘શં’ વાક્યાલંકા૨માં છે. ‘ મન્વન્ત’ એ ભગવા વર્ધમાન સ્વામીનું આમન્ત્રણ–સંબોધન છે. ભગવન્તનું ભદન્તપણું ૫૨મ કલ્યાણના યોગથી છે. અથવા ‘મવાન્ત' એ સંબોધન જાણવું. ક૨ણ કે તે સર્વ સંસાર સાગરને અન્ને રહેલા છે. અથવા ‘ મયાન્ત’! એવું સંબોધન જાણવું. કારણ કે તેમણે આ લોક અને પરલોકાદિ સાત પ્રકારના ભયનો નાશ કરેલો છે. સમુદ્દાતો—જેનો શબ્દાર્થ પહેલાં કહ્યો છે તે કેટલા કહેલા છે? ભગવાન્ ઉત્તર આપે છે—ગૌતમ! ઇત્યાદિ. હે ગૌતમ! સાત સમુદ્દાત કહ્યા છે. જેમકે—‘વેવના“મુદ્ધાત' ઇતિ. વેદનાનો સમુદ્દાત વેદનાસમુદ્દાત. એ પ્રમાણે આહારકસમુદ્દાત સુધી જાણવું.‘જેવત્તિસમુદ્ધાત’ઇતિ કેવલી સંબન્ધી સમુદ્દાત તે કેવલીસમુદ્દાત. હવે કયો સમુદ્દાત કેટલા કાળ સુધી હોય છે' એ નિરુપણ કરવા માટે સૂત્રકાર કહે છ—‘વેળાસમુ ષાÇ' હે ભગવન્! વેદનાસમુદ્દાત કેટલા સમયનો હોય? ઇત્યાદિ સુગમ છે. ‘નવાં જાવ’ ઇત્યાદિ. પરન્તુ યાવત્ આહારક સમુદ્દાત સુધી ઉ૫૨ કહ્યા પ્રમાણે પાઠ વડે અન્તર્મુહૂર્ત પ્રમાણ સમુદ્દાતો અનુક્રમે કહેવા. એ આદિના છએ સમુઘાતો અન્તર્મુહૂર્ત કાળના છે, અને કેવલિસમુદ્દાત આઠ સમયનો છે. તથા તેનો વિચાર હમણાં જ કર્યો છે.
તે
એજ સમુદ્ધાતોનો ચોવીશ દણ્ડકના ક્રમથી વિચાર કરે છે—નેરફ્યાળ' ઇત્યાદિ. ‘હે ભગવન્! નૈરયિકોને કેટલા સમુદ્ધાતો હોય? નૈયિકોને આદિના ચાર સમુદ્દાતો હોય છે. કારણ કે તેઓને તેજોલબ્ધિ, આહા૨કલબ્ધિ અને કેવલજ્ઞાનના અભાવથી બાકીના ત્રણ સમુદ્દાતોનો સંભવ નથી. અસુરકુમારાદિ દશે ભવનપતિઓને તેજોલેશ્યાની લબ્ધિ હોવાથી આદિના પાંચ સમુદ્ધાતો હોય છે. પૃથિવી કાયિક, અપ્લાયિક, તેજસ્કાયિક, વનસ્પતિકાયિક, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયને આદિના
336