________________
छत्तीसइमं समुग्घायपयं समुग्घायभेय परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ | છત્તીરામં સમુઘાયાયં T.
|| समुग्घायभेय परूवणं ।। वेयण-कसाय-मरणे वेउव्विय-तेयए य आहारे। केवलिए चेव भवे जीव-मणुस्साण सत्तेव ।।सू०-१।।६९२।।
છત્રીસમું સમુદ્યાત પદ. (મૂ૦) ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તૈજસ, ૬ આહારક અને ૭ કેવલી સમુદ્ધાંત એ સાત સમુદ્દઘાતો જીવ અને
મનુષ્યોને હોય છે. I/૧/૬૯૨ (ટી૦) એ પ્રમાણે પાંત્રીશમા પદની વ્યાખ્યા કરી, હવે છત્રીશમા પદનો પ્રારંભ થાય છે. તેનો આ સંબન્ધ છે–અહીંપૂર્વના પદમાં ગતિના પરિણામવિશેષરૂપ વેદનાનું પ્રતિપાદન કર્યું, આ પદમાં પણ ગતિના પરિણામવિશેષરૂપ સમુદ્દઘાતનો વિચાર કરાય છે. તેમાં સમુદ્દઘાતની વક્તવ્યતા સંબન્ધ પ્રારંભમાં આ સંગ્રહણી ગાથા કહેલી છ‘વેચન' ઇત્યાદિ. અહીં સાત સમુદ્ધાતો છે. તે આ પ્રમાણે વેળસાયમરો' ઇતિ. વેદના, કષાય અને મરણ એ ત્રણ પદનો સમાહાર દ્વન્દ સમાસ છે. એટલે તે વિષે ત્રણ સમુઘાતો છે. જેમકે વેદના સમુદ્રઘાત, કષાયસમુદ્દઘાત અને મરણસમુદ્દઘાત, ‘તેવિય'ત્તિ ચોથો વૈક્રિયવિષય સમુઘાત, પાંચમો તૈજસસમુદ્દઘાત, છઠ્ઠો આહારઆહારકશરીર વિષયક સમુદ્ધાત અને સાતમો કેવલિક-કેવલી સંબધી સમુદ્યાત છે. નવમyક્ષા સજોવ'ત્તિ સામાન્યથી જીવના વિચારમાં અને મનુષ્યદ્વારના વિચારમાં સાત સમુદ્ધાત કહેવાના છે, પણ ન્યૂન નહિ, કારણ કે જીવ અને મનુષ્યને વિષે સાતે સમુદ્ધાતોનો સંભવ છે. ‘સૉવ' અહીં“વ' કાર પરિમાણના અર્થમાં છે. એ સંબધે શાકટાયન ન્યાસકાર કહે છ“વિશ્વધારણપૃથક્વપરિમાળપુ'ઇતિ.એવકાર અવધારણ, પૃથક્વ અને પરિમાણના અર્થમાં છે. બાકીના દ્વારોનો વિચાર કરતા જ્યાં જેટલા સમુદ્ધાતોનો સંભવ હોય તેટલા કહેવા. તેને સૂત્રકાર સ્વયં આગળ કહેશે. આ પ્રમાણે સંગ્રહણી ગાથાનો સંક્ષેપાર્થ છે. સમુદ્ધાતનો શો શબ્દાર્થ છે? ઉત્તર-સમૂ-એકીભાવૃ-તન્મયતા, તે વડે ઉપ્રબલપણેઅધિકપણે ઘાત કરવો. એકીભાવ વડે અધિકપણે કર્મોનો ઘાત કરવો તે સમુદઘાત. કોની સાથે એકીભાવ-તન્મયતા હોય છે? અર્થાત્ વેદનાદિ સાથે એકીભાવ હોય છે. આ પ્રમાણે-જ્યારે આત્મા વેદનાદિ સમુદ્દઘાતને પ્રાપ્ત થયેલો હોય છે ત્યારે વેદનાદિના અનુભવજ્ઞાનવડે પરિણત જ હોય છે, અન્ય જ્ઞાનવડે પરિણત હોતો નથી માટે વેદનાદિના અનુભવ જ્ઞાન સાથે એકીભાવ હોય છે. અધિકપણે કર્મનો ઘાત શી રીતે થાય? ઉત્તર-અહીં વેદનાદિ મુદ્દાત વડે પરિણત થયેલો આત્મા કાળાન્તરે અનુભવ કરવા યોગ્ય વેદનાદિના કર્મપ્રદેશોને ઉદીરણા કરણ વડે આકર્ષી ઉદયાવલિકામાં નાંખી અનુભવી નિર્જરે છે-ક્ષય કરે છે, અર્થાત્ આત્મપ્રદેશોની સાથે રહેલા સંક્લિષ્ટકર્મોનો નાશ કરે છે. કારણ કે “પુષ્યએમસીડાં તુ નિગરા" ‘પૂર્વે કરેલા કર્મનો નાશ કરવો એ નિર્જરા” એવું શાસ્ત્રવચન છે. તે આ પ્રમાણે–વેદનાસમુદ્દઘાત અસતાવેદનીય કર્મને આશ્રિત છે, કષાયસમુઘાત કષાય નામે ચારિત્રમોહનિય કર્મને આશ્રિત છે. મારણાન્તિકસમુદ્દઘાત અન્તર્મુહૂર્ત બાકી રહેલા આયુષ્યકર્મને આશ્રિત છે. વૈક્રિય, તેજસ અને આહારકસમુદ્દઘાત અનુક્રમે વૈક્રિયશરીરનામ, તૈજસશરીરનામ અને આહારકશરીર નામકર્મને આશ્રિત છે. કેવલીસ મુદ્દઘાત સાતા-અસાતા વેદનીય, શુભ-અશુભ નામકર્મ અને ઉચ્ચ-નીચ ગોત્ર કર્મને આશ્રિત છે. તેમાં વેદના સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો આત્મા અસતાવેદનીય કર્મના પુદ્ગલોનો ક્ષય કરે છે. તે આ પ્રમાણે-વેદના વડે પીડિત થયેલો જીવ અનન્તાઅનન્ત કર્મસંબધો વડે વીંટાયેલા આત્મપ્રદેશોને શરીરથી બહાર કાઢે છે અને તે પ્રદેશો વડે મુખ અને જઠરાદિના ખાલી ભાગને તથા કાન અને સ્કાદિના વચ્ચેના ભાગને પૂરી લંબાઈ અને વિસ્તારમાં શરીર પ્રમાણ ક્ષેત્રને વ્યાપી અન્તર્મુહૂર્ત સુધી રહે છે, અને તે અન્તર્મુહૂર્તમાં ઘણા અસતાવેદનીય કર્મના પુદ્ગલોનો ક્ષય કરે છે.
કષાયસમુઘાતના પરિણામવાળો આત્મા કષાયનામે ચારિત્રમોહનીય કર્મપુદ્ગલોનો નાશ કરે છે. તે આ પ્રમાણેકષાયના ઉદયથી વ્યાકુલ થયેલો જીવ આત્મપ્રદેશોને બહાર કાઢે છે અને તે પ્રદેશો વડે મુખ અને ઉદરાદિના ખાલી ભાગને તથા
333