________________
श्री प्रज्ञापना सूत्र भाग २
सोलसमं पओगपयं पओगभेयपरूवणं ચિન્તન કરવામાં તત્પર તે અસત્યામૃષા. આ સ્વરૂપમાત્રનો વિચાર કરવામાં તત્પર હોવાથી પૂર્વોક્ત સ્વરૂપવાળું સત્ય નથી, કારણ કે તે આરાધક નથી, તેમ અસત્ય પણ નથી કારણ કે વિરાધક નથી, આ પણ વ્યવહારનયના મતની અપેક્ષાએ જાણવું. અન્યથા છેતરવાની બુદ્ધિપૂર્વક ચિન્તન હોય તો અસત્યમાં તેનો સમાવેશ થાય છે. અને તે સિવાય અન્ય હોય તો તેનો સત્યમાં સમાવેશ થાય છે. “પર્વ વેપગોવિ વરૂદી' જેમ મનનો પ્રયોગ ચાર પ્રકારે કહ્યો તેમ વચનપ્રયોગ પણ ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે-૧ સત્યવચનપ્રયોગ, ૨ મૃષાવચનપ્રયોગ, ૩ સત્યમૃષાવચનપ્રયોગ અને ૪ અસત્યામૃષાવચનપ્રયોગ. આ સત્યવચનાદિ સત્યમનની પેઠે જાણવા. ‘મોરાતિસરીરાયણો' ઇતિ. ઔદારિકશરીરકાયપ્રયોગ-દારિકાદિનો શબ્દાર્થ આગળ કરીશું. ઔદારિક શરીર જ પુદ્ગલસ્કન્ધના સમુદાયરૂપ હોવાથી અને ઉપચયને પ્રાપ્ત થતું હોવાથી કાય કહેવાય છે. કાય-સમુદાય, અથવા ચીયતે–ઉપચયને પામે તે કાય. તેનો પ્રયોગ-વ્યાપાર તે ઔદારિક શરીરકાયપ્રયોગ કહેવાય છે. આ યોગ પર્યાપ્ત તિર્યંચ અને મનુષ્યને હોય છે. મૌરિમિશ્રશરીરવયપ્રયો' ઇતિ, કાર્મણની સાથે મિશ્ર થયેલ ઔદારિક તે ઔદારિકમિશ્ર કહેવાય છે. એ સંબન્ધ નિયુક્તિકારે શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં કહ્યું છે કે “નો ખૂણનું માહારે માંતર નીવો તેનું પરં મીસેળ નાવ સરીર નિષ્ણll' “જીવ કાર્પણ યોગ વડે તુરત આહાર કરે છે અને ત્યાર પછી મિશ્ર વડે યાવત્ શરીરની ઉત્પત્તિ થાય છે.” (પ્ર0)–મિશ્રપણું બન્નેમાં રહેલું છે, જેમ ઔદારિક કાર્પણની સાથે મિશ્ર થયેલ છે, તેમ કામણ પણ ઔદારિકની સાથે મિશ્ર થયેલ છે, તો શા હેતુથી ઔદારિકમિશ્ર કહેવાય છે, પણ કાર્મણમિશ્ર કહેવાતું નથી? (૧૦)-શાસ્ત્રમાં તેનોજ વ્યવહાર થાય છે કે જેથી શ્રોતાઓને વક્તાએ કહેવા ધારેલા અર્થનો સ્પષ્ટ બોધ થાય, જો એમ ન હોય તો સંદેહ થવાથી વક્તાએ કહેવા ધારેલા અર્થનો બોધ ન થવાને લીધે શ્રોતાઓને ઉપકાર થતો નથી, કાર્મણશરીર સંસાર પર્યન્ત નિરન્તર રહેતું હોવાથી તે બધા શરીરોમાં હોય છે. તેથી ‘કાર્પણમિશ્ર’ એમ કહેવાથી ન જાણી શકાય કે તે તિર્યંચ* મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં વિવક્ષિત છે કે દેવ નારકોને વિવક્ષિત છે? તેથી ઉત્પત્તિની અપેક્ષાએ ઔદારિકન પ્રધાનપણે હોવાથી અને કદાચિત્ હોવાથી વિવક્ષિત અર્થનો સ્પષ્ટ બોધ થવા માટે ઔદારિક વડે “ઔદારિકમિશ્ર’ એવો વ્યવહાર થાય છે. તથા જયારે વૈક્રિયલબ્ધિયુક્ત ઔદારિકશરીરવાળા મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય કે પર્યાપ્તા બાદર વાયુકાયિક ક્રિયશરીર કરે છે ત્યારે તે ઔદારિકશરીરપ્રયોગમાં જ વર્તતો આત્મપ્રદેશોને વિસ્તારી વૈક્રિય શરીરયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી જ્યાં સુધી વૈક્રિય શરીરપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી જો કે ઔદારિકની વૈક્રિયની સાથે મિશ્રતા બન્નેમાં રહેલી છે તો પણ ઔદારિક પ્રારંભ કરનાર હોવાથી પ્રધાન છે, માટે “ઔદારિકમિશ્ર’ એવો વ્યવહાર થાય છે. પણ વૈક્રિયમિશ્ર' એવો વ્યવહાર થતો નથી. તથા
જ્યારે કોઇ આહારકલબ્ધિવાળો ચૌદ પૂર્વધર આહારક શરીર કરે છે ત્યારે જો કે આહારક સાથે ઔદારિકનું મિશ્રપણે બન્નેમાં રહેલું છે, તો પણ દારિક આરંભક હોવાથી પ્રધાન છે, તેથી તે વડે ‘ઔદારિકમિશ્ર' એવો વ્યવહાર થાય છે. પરન્તુ આહારક વડે થતો નથી. ઔદારિકમિશ્રશરીરકાયનો પ્રયોગ-વ્યાપાર તે ઔદારિકમિશ્રશરીરપ્રયોગ. વૈશ્વિશરીરથ પ્રયોગ:'—વૈક્રિયશરીર પર્યાપ્તિ વડે પર્યાપ્તાને વૈક્રિયશરીરકાયપ્રયોગ હોય છે. વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગ દેવ નારકોને અપર્યાપ્તાવસ્થામાં હોય છે. ત્યાં મિશ્રપણું કામણની સાથે જાણવું. અહીં આક્ષેપ-પૂર્વપક્ષ અને પરિહાર-સમાધાન પણ પૂર્વની પેઠે જાણવું. જ્યારે મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય કે વાયુકાયિક વૈક્રિય શરીર કરી પોતાનું કાર્ય સમાપ્ત કરી વૈક્રિયશરીરનો ત્યાગ કરતા ઔદારિક શરીરને વિષે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે ત્યારે તે વૈક્રિયશરીરના બળથી ઔદારિક ગ્રહણ કરવાને પ્રવર્તે છે, માટે અહીં વૈક્રિયનું પ્રધાનપણું હોવાથી વૈક્રિયવડે ‘વૈક્રિયમિશ્ર એવો વ્યવહાર થાય છે, પણ ઔદારિક વડે થતો નથી. ‘મહારાશરીયપ્રયોગ:' આહારકશરીરપર્યાતિવડે પર્યાપ્તાને હોય છે. આહારકમિશ્રશરીરકાયપ્રયોગ આહારકથી ઔદારિકમાં પ્રવેશ કરતાં હોય છે. તાત્પર્ય આ છે—જ્યારે આહારકશરીરી થઇ પોતાનું કાર્ય કરી ફરીથી ઔદારિકશરીર ગ્રહણ કરે છે ત્યારે જો કે મિશ્રપણું બન્નેમાં રહેલું છે, તો પણ
હારકના સામર્થ્યથી ઔદારિકમાં પ્રવેશ થાય છે માટે આહારકનું પ્રધાનપણું હોવાથી તે વડે ‘આહાર કમિશ્ર' એવો વ્યવહાર થાય છે; પણ દારિક વડે થતો નથી. આ સિદ્ધાન્તના અભિપ્રાયથી કહ્યું છે. કાર્મગ્રન્થિકો વૈક્રિયના પ્રારંભકાળે અને તેને • 2