________________
श्री प्रज्ञापना-सूत्र भाग १
પ્રસ્તાવના
આ.શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી ચાર અનુયોગમાં દ્રવ્યાનુયોગનું મહત્ત્વ ઘણું છે,
ઓધનિયુક્તિ (ભાષ્ય ગા.૭)માં રવિ હંસા સુદ્ધ'-દ્રવ્યાનુયોગથી દર્શનશુદ્ધિ થાય છે. કેમકે એના દ્વારા યુક્તિપૂર્વક યથાવસ્થિત અર્થનું જ્ઞાન થાય છે. નિયુક્તિ (ભાષ્ય ગા.૧૧) માં અક્ષર અને અર્થના અલ્પ-બહુત્વને આશ્રયીને ચતુર્ભગી બતાવી છે. અક્ષર થોડા અર્થ ઘણો તે ચરણકરણાનુયોગ. ઓઘનિયુક્તિ વગેરે અક્ષર ઘણા અર્થ થોડા તે ધર્મસ્થાનુયોગ, શોતાધર્મકથા વગેરે. અક્ષર ઘણા અર્થઘણો તે દ્રવ્યાનુયોગ, દૃષ્ટિવાદવગેરે. અક્ષર થોડા અર્થથોડો તે ગણિતાનુયોગ, જ્યોતિષ્કડ વગેરે.
વર્તમાનમાં ઉપલબ્ધ અગિયાર અંગોમાં પંચમાંગ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ' આગમ કદમાં સૌથી મોટું છે. અને તે આગમગ્રંથ ‘ભગવતીસૂત્ર' તરીકે વધારે પ્રખ્યાત છે. તેવી રીતે ૧૨ ઉપાંગમાં ચતુર્થ ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પણ સૌથી વિસ્તૃત છે અને આ આગમગ્રંથનો પણ “ભગવતી' તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. આમાં પણ ભગવતીસૂત્રની જેમ ગૌતમસ્વામિજીના પ્રશ્નો અને ભગવાનના ઉત્તરો એમ પ્રશ્નોત્તર શૈલી,છે. વિષય સામ્ય પણ સમવાયાંગસૂત્ર કરતાં ભગવતીસૂત્ર સાથે વધુ છે. પ્રજ્ઞાપના સૂત્રઃ
પ્રસ્તુત પ્રજ્ઞાપનાસૂત્ર દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે.
પ્રભુવીરના ૨૩મા પટ્ટધર આર્ય શ્યામાચાર્યજીએ આ ગ્રંથની રચના કરી છે. ગ્રંથકાર શ્રી શ્યામાચાર્યજીએ સ્વયં આને દૃષ્ટિવાદ-નિણંદ' કહી આનું દૃષ્ટિવાદમાંથી અવતરણ કર્યાનું સ્પષ્ટ કર્યું છે.
મુનિશ્રી પુણ્યવિજયજી આદિએ દૃષ્ટિવાદમાંથી પણ પૂર્વોમાંથી ઉદ્ધરણ કરાયાનું અનુમાન વિષયસામ્યના આધારે કર્યું છે. મહાવીર વિદ્યાલય પ્રકાશિત પન્નવણાસૂર ભા.ર ની પ્રસ્તાવનામાં નંદીસૂત્રમાં “મહાપર્ણવણા' સૂત્રનો ઉલ્લેખ છે પણ અત્યારે આ ગ્રંથ ઉપલબ્ધ નથી. ગ્રંથશૈલિઃ |
શ્રી ભગવતીસૂત્ર વગેરે અન્ય આગમગ્રંથોમાં અનેક સ્થળે જે તે વિષયનું વર્ણન અન્ય આગમગ્રંથમાં જોવાની ભલામણ કરાયેલી જોવા મળે છે. આગમગ્રંથોને ગ્રંથસ્થ કરાયા ત્યારે આવી સંકલના કરવામાં આવી હોવાનું વિદ્વાનોનું માનવું છે.
| ‘ઉવંગસૂત્તાણિ'ની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે - જ્યારે પૂર્વોની વિસ્મૃતિ થઈ રહી હતી એના થોડાક જ અંશો શેષ રહ્યા હતા ત્યારે આ પન્નવણાસ્ત્રની રચના થઈ હતી. બાકીના ઉપાંગો એ પછી લખવામાં આવ્યા.
તત્ત્વાર્થસૂત્ર (૩/૩૬)‘માર્યા નિજીશ'નો આધાર પ્રજ્ઞાપનાસ્ત્રનું પ્રથમ પદ હોવાનું વિદ્વાનોનું માનવું છે.
પ્રસ્તુત પ્રજ્ઞાપના સૂત્રમાં મોટેભાગે જે તે વિષયનું વર્ણન પુરેપુરુ જોવા મળે છે એટલે એ માટે અન્યગ્રંથો જોવાની ભલામણ કરવાની વાત અહીં ભાગ્યે જ આવે છે. આ ગ્રંથ ૭૭૮૭ શ્લોક પ્રમાણ છે અને ગ્રંથ રચના વીર સં. ૩૬૦ લગભગમાં થઈ છે. (જૈ.પ.ઈ.ભા.૧પૃ.૩૫૧)