________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पन्नरसं इंदियपयं बीओ उद्देसो उग्गहदारं जाव वेमाणियाणं, णवरं जस्स जइ इंदिया ।
૩૦વાર कतिविधेणं भंते! उग्गहे पन्नत्ते? गोयमा! दुविहे उग्गहे पन्नत्ते, तंजहा-अत्थोगहे य वंजणोग्गहे या वंजणोग्गहे णं भंते! कतिविधे पन्नत्ते? गोयमा! चउव्विधे पन्नत्ते, तं जहा-सोतिदिय-वंजणोग्गहे, घाणिंदियवंजणोग्गहे, जिब्मिंदियवंजणोग्गहे, फासिंदियवंजणोग्गहे। अत्थोग्गहे णं भंते! कतिविधे पन्नत्ते? गोयमा! छव्विहे अत्थोग्गहे पन्नत्ते, तं जहा-सोतिदियअत्थोग्गहे, चक्खिंदियअत्थोग्गहे, घाणिंदियअत्थोग्गहे, जिन्मिंदियअत्थोग्गहे, फासिंदिअत्थोग्गहे, नोइंदियअत्थोग्गहे ।।सू०-२६।।४५०।। (મૂ9) હે ભગવન્! કેટલા પ્રકારનો ઇન્દ્રિયાય કહેલો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો ઈન્દ્રિયાપાય કહેલો છે. તે આ
પ્રમાણે–શ્રોત્રક્રિયાપાય, વાવ–સ્પર્શનેન્દ્રિયાપાય. એ પ્રમાણે નરયિકો યાવત્ વૈમાનિકોને જાણવું, પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારનો અપાય જાણવો. હે ભગવન્! કેટલા પ્રકારની ઈહા છે? હે ગૌતમ! પાંચ પ્રકારની ઈહા છે, તે આ પ્રમાણે-શ્રોત્રેન્દ્રિય ઈહા, યાવત્ સ્પર્શનેન્દ્રિય ઈહા. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઈહા જાણવી. હે ભગવન્! કેટલા પ્રકારનો અવગ્રહ છે? હે ગૌતમ! બે પ્રકારનો અવગ્રહ છે. તે આ પ્રમાણે-અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. હે ભગવન! વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! વ્યંજનાવગ્રહ ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે—૧ શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ૨ ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ૩ જિલ્વેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ૪ સ્પર્શનેન્દ્રિયવ્યંજનાવગ્રહ. હે ભગવન્! અર્થાવગ્રહ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! અથવગ્રહ છ પ્રકારનો છે. તે આ પ્રમાણે–૧ શ્રોત્રેન્દ્રિય અથવગ્રહ, ૨ ચક્ષુઈન્દ્રિય અર્થાવગ્રહ, ૩ ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, ૪ જિલ્વેન્દ્રિય અથવગ્રહ, પ સ્પર્શેન્દ્રિય અથવગ્રહ અને ૬ નોઈન્દ્રિય
અથવગ્રહ. //ર૬/૪૫૦ नेरइयाणं भंते! कतिविहे उग्गहे पण्णते? गोयमा! दुविहे उग्गहे पन्नत्ते,तंजहा-अत्थोग्गहे य वंजणोग्गहे या एवं असुरकुमाराणं जाव थणियकुमाराणं। पुढविकाइयाणं भंते! कतिविधे उग्गहे पन्नत्ते? गोयमा। दुविधे उग्गहे पन्नत्ते-अत्थोग्गहे य वंजणोग्गहे य। पुढविकाइयाणं भंते! वंजणोग्गहे कतिविधे पन्नत्ते? गोयमा। एगे फासिंदियवंजणोग्गहे पन्नत्ते। पुढविकाइयाणं भंते! कतिविधे अत्थोग्गहे पण्णत्ते? गोयमा। एगे फासिंदियअत्थोग्गहे पन्नत्ते। एवं जाव वणस्सइकाइयाणं। एवं बेइंदियाण वि, नवरं बेइंदियाणं वंजणोग्गहे दुविहे पन्नत्ते, अत्थोग्गहे दुविहे पन्नत्ते, एवं तेइंदिय-चउरिदियाण वि, णवरं इंदियपरिवुड्डी कायव्वा। चउरिदियाणं वंजणोग्गहे तिविधे पन्नत्ते, अत्थोग्गहे चउव्विधे पन्नत्ते, सेसाणं जहा नेरइयाणं जाव वेमाणियाणं ९-१०। ।सू०-२७।।४५१।। (મૂ૦) હે ભગવન્! નરયિકોને કેટલા પ્રકારનો અવગ્રહ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે-અથવગ્રહ
અને વ્યંજનાવગ્રહ. એ પ્રમાણે અસુરકુમારોથી માંડી સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન! પૃથિવીકાયકોને કેટલા પ્રકારનો અવગ્રહ છે? હે ગૌતમ! બે પ્રકારનો છે, તે આ પ્રમાણે-અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. હે ભગવન! પૃથિવીકાયિકોને વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! એક સ્પર્શેન્દ્રિય-વ્યંજનાવગ્રહ છે. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા પ્રકારનો અથવગ્રહ છે? હે ગૌતમ! એક સ્પર્શેન્દ્રિયાથવગ્રહ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. એ પ્રમાણે બેઈન્દ્રિયોને પણ સમજવું. પરન્તુ બેઈન્દ્રિયોને વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ બે પ્રકારનો છે. એમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને પણ જાણવું, પરન્તુ ઈન્દ્રિયોની વૃદ્ધિ કરવી. ચઉરિન્દ્રિયોને વ્યંજનાવગ્રહ ત્રણ
પ્રકારનો અને અથવગ્રહ ચાર પ્રકારનો છે. બાકીનાને વૈમાનિકો સુધી નરયિકોની પેઠે જાણવું. ર૭૪પ૧// 462