SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ बारसमं सरीरपयं एगिदियाणं बद्ध-मुक्कसरीरपरूवणा श्री प्रज्ञापना सूत्र भाग १ एतेसिं भाणितव्वा। असुरकुमाराणं भंते! केवइया वेठव्वियसरीरा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहाबद्धेल्लगा य मुक्केल्लगा या तत्थ णंजे ते बद्धेल्लगा ते णं असंखेज्जा असंखेज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहि अवहीरंति कालतो, खेत्ततो असंखेज्जाओ सेढीतो पयरस्स असंखेज्जतिभागो, तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स संखेज्जतिभागो। तत्थ णं जे ते मुक्केल्लगा ते णं जहा ओरालियस्स मुक्केल्लगा तहा भाणियव्वा। आहारयसरीरा जहा एतेसिंणंचेव ओरालिया तहेव दुविहा भाणियव्वा, तेया-कम्मगसरीरा दुविहा वि जहा एतेसिंणं चेव विठव्विया, एवं जाव थणियकुमारा ।।सू०-४॥४०९।। (મૂ૦) હે ભગવન્! અસુરકુમારોને કેટલા દારિક શરીરો કહ્યાં છે? હે ગૌતમ! જેમ નારકોને દારિક શરીરો કહ્યાં તેમ અસુરકુમારોને પણ જાણવાં. હે ભગવન્! અસુરકુમારોને કેટલાં વૈક્રિય શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના વિક્રિય શરીરો કહ્યાં છે, તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમાં ભાગરૂપ અસંખ્યાતી શ્રેણિઓ છે. તે શ્રેણિઓની વિખંભસૂચિ અંગલના પ્રથમ વર્ગમલના સંખ્યામાં ભાગ પ્રમાણ જાણવી. તેમાં જે મુક્ત શરીરો છે તે દારિકના મુક્ત શરીરો કહ્યાં છે તેમ કહેવા. આહારક શરીરો જેમ એઓને દારિક શરીરો કહ્યાં છે તેમ બે પ્રકારનાં કહેવાં. બન્ને પ્રકારના પણ તેજસ અને કામણ શરીરો જેમ એઓને વૈક્રિય શરીરો કહ્યા છે તેમ કહેવાં. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો સુધી જાણવું. ll૪l૪૦૯ll (ટી૦) અસુરકુમારોને ઔદારિક શરીરો નૈરયિકોની પેઠે જાણવા. તેઓને બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે અને તે અસંખ્યાતાનું કાળ અને ક્ષેત્રવડે નિરૂપણ કરે છે–તેમાં કાળને આશ્રયી સૂત્ર પૂર્વની પેઠે જાણવું. ક્ષેત્રને આશ્રયી અસંખ્યાતી શ્રેણિઓ છે. એટલે અસંખ્યાતી શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલાં છે. તે શ્રેણિઓ પ્રતરનો અસંખ્યાતમો ભાગપ્રમાણ છે. નારકોના વિચારમાં પણ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શ્રેણિઓ કહી છે, તેથી બીજું વિશેષ પરિમાણ કહે છે– શ્રેણિઓના પરિમાણને માટે જે વિખંભ સૂચિ છે તે અંગુલપ્રમાણ ક્ષેત્રના પ્રદેશ રાશિના પ્રથમ વર્ગમૂલના સંખ્યાતમાં ભાગપ્રમાણ છે. તાત્પર્ય એ છે કે અંગુલપ્રમાણ ક્ષેત્રના પ્રદેશોનો સમુદાય અસત્કલ્પનાથી બસો છપ્પન છે, તેનું પ્રથમ વર્ગમૂલ સોળ થાય, તેના સંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશો છે તે અસત્કલ્પનાથી પાંચ કે છ જાણવા, તેટલા પ્રદેશોની શોણિપ્રમાણ વિષ્ઠભસૂચિ જાણવી. એ પ્રમાણે નરયિકો કરતાં અસુરકુમારોની વિખ્રભસૂચિ અસંખ્યાતગુણ હીન જાણવી. તે આ પ્રમાણે– નરયિકોની શ્રેણિના પરિમાણ માટે જે વિખ્રભસૂચિ છે તે અંગુલના પ્રથમવર્ગમૂળને બીજા વર્ગમૂલની સાથે ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલા પ્રદેશની જાણવી. બીજું વર્ગમૂલ વાસ્તવિક રીતે અસંખ્યાત પ્રદેશરૂપ છે, તેથી અસંખ્યાતગુણ પ્રથમ વર્ગમૂલના પ્રદેશરૂપ નરયિકોની વિખ્રભસૂચિ છે, અને અસુરકુમારોની સૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમા ભાગના પ્રદેશરૂપ છે અને એ યુક્ત પણ છે, કારણ કે ત્રીજા પદને વિષે મહાદંડકમાં બધા ભવનપતિઓ રત્નપ્રભાના નૈરયિકો કરતાં પણ અસંખ્યાતગુણ હીન કહ્યા છે, તો પછી બધા નારકો કરતાં અસંખ્યાતગુણ હીન હોય એમાં શું કહેવું? તેઓના મુક્ત શરીરો સામાન્ય મુક્ત શરીરોની પેઠે જાણવા. આહારકશરીરો નરયિકોની પેઠે જાણવા. બદ્ધ તૈજસ અને કામણ શરીરો બદ્ધ વૈક્રિયની પિઠે જાણવા. મુક્ત તેજસ અને કાશ્મણ શરીરો સામાન્ય મુક્ત તેજસકામણની પેઠે જાણવા જેમ અસુરકુમારોને કહ્યું તેમ બાકીના ભવનપતિઓને યાવત્ સ્વનિતકુમાર સુધી કહેવું. Ill૪૦૯ || વિચાર્ગ વદ-મુવવમસરીરપwવા || पुढविकाइयाणं भंते! केवइया ओरालियसरीरगा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा-बद्धेल्लगा य मुक्केल्लगा या तत्थ णं जे ते बद्धेल्लगा ते णं असंखेज्जा असंखेज्जाहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति - 413
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy