________________
श्री प्रज्ञापना सूत्र भाग १
दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो અન્ય એક આકાશપ્રદેશમાં રહે છે ત્યારે તે તથાવિધ એકત્વ પરિણામવડે પરિણત થયેલો હોવાથી પરમાણુની પેઠે ચરમ અને અચરમના વ્યવહારના કારણનો અભાવ હોવાને લીધે તેનો ચરમ શબ્દ વડે કે અચરમ શબ્દ વડે વ્યવહાર કરવો અશક્ય છે, માટે અવક્તવ્ય છે. તે સિવાય બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો. એ સંબંધે આગળ કહેવામાં આવશે કે “પઢો તફગો ય હોડ લુવાલે' પહેલો અને ત્રીજો ભાંગો ઢિપ્રદેશિકમાં હોય છે. તેનો અર્થ આ છે–દ્ધિપ્રદેશિક સ્કન્ધમાં પહેલો ભાંગો ‘ચરમ” અને ત્રીજો ભાંગો “અવક્તવ્ય હોય છે, અને બાકીના ૨૩ ભાંગાઓ અસંભવિત હોવાથી નિષેધ કરવા યોગ્ય છે, અને તેનો અસંભવ સુપ્રસિદ્ધ છે. કા૩૫૯ तिपएसिए णं भंते! खंधे पुच्छा। गोयमा! तिपएसिए खंधे सिय चरमे १, नो अचरमे २, सिय अव्वत्तव्वर ३, नो चरमाई ४, नो अचरमाई ५, नो अवत्तव्वयाई ६, नो चरमे य अचरमे य ७, नो चरमे य अचरमाई ८, सिए चरमाई च अचरमे य ९, नो चरमाइं च अचरमाई च १०, सिय चरमे य अवत्तव्वए य ११. सेसा १५ भंगा पडिसेहेयव्वा Iકૂ૦-૮૩૬૦ની (મૂળ) હે ભગવન્! ત્રિપ્રદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ! ત્રિપ્રદેશિક અન્ય કદાચ એ.વ. ચરમ હોય ૧, એ.વ.
અચરમ ન હોય ૨, કદાચ એ.વ. અવક્તવ્ય હોય ૩, બ.વ. ચરમ ન હોય ૪, બ.વ. અચરમ ન હોય ૫, બ.વ. અવક્તવ્ય ન હોય ૬, એ.વ. ચરમ અને એ.વ, અચરમ ન હોય ૭, એ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય ૮, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય ૯, બ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય ૧૦, કદાચ એ.વ. ચરમ
અને એ.વ. અવક્તવ્ય હોય ૧૧. બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો. (ટી) “તિપસ માં અંતે – હે ભગવન્! ત્રિપ્રદેશિક સ્કન્ધ ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વની પેઠે જાણવું. ઉત્તર–જોય! સિય રામે-ગૌતમ! કદાચ ચરમ હોય-ઇત્યાદિ. ત્રિપ્રદેશિક સ્કન્ધ જ્યારે સમશ્રેણિએ રહેલા બે આકાશ પ્રદેશમાં અવગાઢરહેલો હોય છે. સ્થાપના-૦િ૦| ત્યારે તે ચરમ હોય છે. તેના ચરમપણાનો વિચાર દ્વિપદેશિક સ્કન્ધની પેઠે જાણવો. અચરમપણાનો પ્રતિષેધ પૂર્વની પેઠે જાણવો. ‘થાત્ વવતવ્ય:' કદાચ અવક્તવ્ય હોય. જ્યારે તે ત્રિપ્રદેશિક અન્ય એક આકાશપ્રદેશિકમાં રહે છે ત્યારે પરમાણુની પેઠે ચરમ કે અચરમના વ્યવહારનું કારણ નહિ હોવાથી ચરમ કે અચરમ શબ્દ વડે વ્યવહાર કરવો અશક્ય હોવાને લીધે અવક્તવ્ય છે. ચોથાથી માંડી આઠમા સુધીના ભાંગાઓ પ્રતિષેધ કરવા યોગ્ય છે. કારણ કે તેઓનો અસંભવ છે, અને તે અસંભવ પ્રસિદ્ધ હોવાથી સ્વયં વિચારીને કહેવો. નવમો ભાંગો ગ્રહણ કરવો, તે ‘સિવ રમાડું કવરને ' કદાચિત્ બ. વ. ચરમ હોય અને એ. વ. અચરમ હોય. પ્રાકૃત ભાષામાં બે સંખ્યા હોય ત્યાં પણ બહુવચન વપરાય છે. તેથી તેનો આ અર્થ થાય છે–સ્યા–કદાચિત્ બે ચરમ હોય અને એક અચરમ હોય. જ્યારે ત્રિપ્રદેશિક અન્ય સમશ્રેણિએ રહેલા ત્રણ આકાશપ્રદેશોમાં રહે છે, સ્થાપના-૦૦૦ ત્યારે આદિનો અને અનન્તનો એક એક પરમાણુ અને હોવાથી રરમી'—બે પરમાણુઓ ચરમ છે, અને વચ્ચેનો પરમાણુ મધ્યમાં રહેલો હોવાથી અચરમ છે. દસમો ભાંગો પ્રતિષેધ કરવા યોગ્ય છે. કારણ કે સ્કન્ધ ત્રિપ્રદેશિક હોવાથી ચરમ અને અચરમ શબ્દમાં બહુવચનના કારણનો અસંભવ છે. અગિયારમો ભાંગો ગ્રહણ કરવા યોગ્ય છે. તે કહે છે 'સિય રમે ય મવશ્વ યુ'—કદાચ ચરમ અને અવક્તવ્ય ભંગ ' હોય. તેમાં જ્યારે ત્રિપ્રદેશિક સ્કન્ધ સમશ્રેણિ અને વિશ્રેણિએ આ પ્રમાણે રહેલો હોય છે, સ્થાપના ૦૦° ત્યારે બે પરમાણુ સમશ્રેણિએ રહેલા હોવાથી ક્રિપ્રદેશાવગાઢ ક્રિપ્રદેશિક સ્કન્ધની પેઠે ચરમવ્યપદેશનું કારણ હોવાથી ‘વરમઃ' ચરમ છે અને એક પરમાણુ વિશ્રેણિમાં રહેલો છે, તેથી તેનો ચરમ કે અચરમ શબ્દ વડે વ્યપદેશ-વ્યવહાર કરવો અશક્ય હોવાથી અવક્તવ્ય છે. બાકીના બધા ભાંગાઓનો પ્રતિષેધ કરવો. તે સંબધે હમણાંજ કહેવામાં આવશે કે “પઢો તો નવમો વારસનો ય તિષપણે' ત્રિપ્રદેશિક સ્કન્ધમાં પહેલો, ત્રિજો, નવમો અને અગિયારમો ભાંગો હોય છે. એટલે પ્રથમ ભંગ “ચરમ' ત્રીજો
344