SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चउत्थ ठिइपयं नेरइयाणं ठिइपण्णवणा * ||વડત્ય વિફર્થ[નેરવિવવા ] I. चेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दसवाससहसाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। अपज्जत्तनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तगनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दसवाससहस्साई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई अन्तोमुहुत्तूणाई ।।सू०-१।।२१८।। ચોથું સ્થિતિપદ (મૂળ) હે ભગવન્! નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! અપર્યાપ્ત નરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અત્તર્મુહૂર્તની સ્થિતિ કહી છે. હે ભગવન્! પર્યાપ્ત નરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમની છે. //૧//ર ૧૮ll(ટી૦) હવે ચોથા સ્થિતિપદનો પ્રારંભ થાય છે. તેનો સંબન્ધ આ પ્રમાણે છે-પૂર્વના પદમાં દિશાની અપેક્ષા વગેરે દ્વારા અલ્પબદુત્વની સંખ્યાનો નિર્ણય કર્યો અને આ પદમાં તે અલ્પબદુત્વની સંખ્યાવડે નીર્મીત કરાયેલા જીવોની જન્મથી માંડી મરણ સુધીના નારકાદિ પર્યાયરૂપે નિરંતર સ્થિતિનો વિચાર કરાય છે. આ સંબન્ધવડે પ્રાપ્ત થયેલ સ્થિતિપદનું આ સૂત્ર છે‘ફયાને અંતે વેદ્ય વાનં હિ ના ઇતિ. હે ભગવન્! નરયિકોની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે? તેમાં બેથી તે અનયા'—જેના વડે કહેવાય તે સ્થિતિ-આયુષ્ય કર્મનો અનુભવ, જીવન એ પર્યાય શબ્દો છે. જો કે અહીં જીવે મિથ્યાત્વાદિ હેતુવડે ગ્રહણ કરેલાં જ્ઞાનાવરણીયાદિરૂપે પરિણત થયેલાં કર્મ પુદગલોનું જે રહેવું તે સ્થિતિ' તરીકે પ્રસિદ્ધ છે, તો પણ નારકાદિ વ્યવહારનો હેતુ જે આયુષ્યકર્મનો અનુભવ તે પણ સ્થિતિ કહેવાય છે. તે આ પ્રમાણે—જો કે નરકગતિ, પંચેન્દ્રિય જાતિ વગેરે નામકર્મના ઉદયને આશ્રિત નારકત્વરૂપ પર્યાય છે, તો પણ નારકાયુષ્યના ઉદયને પ્રથમસમયે નારકપણાના કારણરૂપ નરકક્ષેત્રને નહિ પ્રાપ્ત થવા છતાં પણ નારકપણાનો વ્યવહાર થાય છે, એ પ્રમાણે ભગવતી સૂત્રમાં કહેલું છે કેભગવન્! નારક જીવ નારકને વિષે ઉત્પન્ન થાય કે અનારક-નારકથી ભિન્ન જીવ નારકને વિષે ઉત્પન્ન થાય? હે ગૌતમ! નારક નારકને વિષે ઉત્પન્ન થાય, પણ નારકથી ભિન્ન જીવ નારકને વિષે ઉત્પન્ન ન થાય.” માટે અહીં નારકપણાના વ્યવહારનું કારણ આયુષ્ય કર્મના અનુભવને ઉક્ત વ્યુત્પત્તિથી સ્થિતિ કહી છે. ભગવાન્ ઉત્તર આપે છે-“હે ગૌતમ' ઇત્યાદિ. અહીં પર્યાપ્ત અને અપર્યાપ્તાના વિભાગ સિવાય સામાન્યપણે ઉત્તર આપેલો છે. જ્યારે પર્યાપ્તા અને અપર્યાપ્તાના વિભાગ વડે સ્થિતિનો વિચાર થાય ત્યારે મન્નાનેરાન પં!' ઇત્યાદિ સૂત્ર જાણવું. અહીં અપર્યાપ્તા લબ્ધિ વડે અને કરણ વડે એમ બે પ્રકારના છે. તેમાં નારકો, દેવો તથા અસંખ્યાત વરસના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યો કરણીવડે જ અપર્યાપ્તા છે, પણ લબ્ધિથી અપર્યાપ્તા હોતા નથી. કારણ કે લબ્ધિઅપર્યાપ્તાની તેઓમાં ઉત્પત્તિ થતી નથી, માટે તેઓ ઉત્પત્તિકાળે જ કરણ વડે કેટલાક કાળ સુધી અપર્યાપ્તાં હોય છે એટલે અન્તર્મુહૂર્ત સુધી અપર્યાપ્તા હોય છે, બાકીના તિર્યંચ અને મનુષ્યો ઉત્પત્તિ સમયે કરણ અને લબ્લિવડે અપર્યાપ્તા હોય છે. એટલે કરણ અપર્યાપ્તા અને લબ્ધિ અપર્યાપ્તા બન્ને પ્રકારના હોય છે. કહ્યું છે કે“નારકો, દેવો અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા ગર્ભજ, તિર્યંચ અને મનુષ્યો ઉત્પત્તિકાળે અપર્યાપ્ત જાણવા. બાકીના તિર્યંચ અને મનુષ્યો લબ્ધિને આશ્રયી અને ઉત્પત્તિ કાળે બન્ને પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપ્તા વિકલ્પ જાણવા જેવું જિનવચન છે.” અપર્યાપ્તાઓ જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત પર્યત હોય છે, માટે એમ કહ્યું છે કે-જઘન્યથી અને ઉત્કર્ષથી અપર્યાપ્તાની * સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. અપર્યાપ્તાનો કાળ પૂરો થયા પછી બાકીનો પર્યાપ્તાનો કાળ છે. માટે પર્યાપ્ત સૂત્રમાં કહ્યું છે-“ોયા! - 232
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy