________________
श्री प्रज्ञापना सूत्र भाग १ આર્ય શ્યામાચાર્યનો કર્તા તરીકે ઉલ્લેખ છે. એટલે આચાર્ય હરિભદ્રના સમય પૂર્વે પણ પ્રજ્ઞાપના શ્યામાચાર્યની કૃતિ તરીકે પ્રસિદ્ધ હતું એમ માની શકાય.
આચાર્ય મલયગિરિએ તો તેમને વિષે ''માવાન્ આર્યશ્યામોપિ ત્યમેવ સૂત્ર વયતિ'' (ટીકા, પત્ર ૭૨) 'મળવાનું આર્થયામઃ પઽતિ'' (ટીકા,પત્ર૪૭).''સર્વેષામપિ પ્રાવવનિપૂરીનાં મતાનિ માવાનું આર્યશ્યામ ૩પષ્ટિવાન્’' (ટીકા, પત્ર ૩૮૫), '' ભાવવાર્યશ્યામપ્રતિપત્તી'' (ટીકા, પત્ર ૩૮૫)1 ઇત્યાદિ પ્રયોગોમાં ભગવાનનું પદ આપી દીધું છે, તે તેમનું મહત્ત્વ સૂચવે છે. ઉક્ત બે પ્રક્ષિપ્ત ગાથા ઉપરથી ફલિત થાય છે કે આર્ય શ્યામ વાચકવંશમાં થયા છે અને તેઓ પૂર્વશ્રુતમાં વિશારદ હતા. પ્રજ્ઞાપનાની રચનામાં તેમણે એવા પ્રકારની કુશળતા દેખાડી છે કે અંગ-ઉપાંગમાં પણ અનેક વિષયોની વિસ્તૃત ચર્ચા માટે પ્રજ્ઞાપનાની ભલામણ કરવામાં આવી છે.
tr
નન્દીસૂત્રની પટ્ટાવલીમાં સુધર્માથી માંડીને એક પછી એક જે નામો અપાયાં છે તેમાં ૧૧મું નામ ''વંતિમો હારિયું પ સામબ્ન'' – એ પ્રકારે આર્ય શ્યામનું નામ આવે છે અને તેમને હારિત ગોત્રના ગણાવ્યા છે. પરંતુ ઉક્ત પ્રજ્ઞાપનાના પ્રારંભની પ્રક્ષિપ્ત ગાથામાં તેમને વાચકવંશમાં ૨૩મા જણાવ્યા છે તેને અનુસરીને આચાર્ય મલયગિરિ પણ તેમને ત્રેવીસમી પાટે ગણે છે. એમાં માત્ર ૨૩મી પાટનો નિર્દેશ છે, પણ સુધર્માથી શ્યામાચાર્ય સુધીનાં નામો વિષેની કોઈ નોંધ નથી.
પટ્ટાવલિઓ ઉ૫૨થી ત્રણ કાલકાચાર્ય થયાની હકીકત જાણવા મળે છે. એક કાલક જેઓ વીર નિર્વાણ ૩૭૬માં મૃત્યુ પામ્યા (ધર્મસાગરીય પટ્ટાવલી પ્રમાણે; જ્યારે ખરતરગચ્છીય પટ્ટાવલી પ્રમાણે – આદ્યઃ પ્રજ્ઞાવનાત્ન્દ્રસ્ય અપ્રેનિોવવિશ્વાવતા શ્યામાવા/પરનામા। સ તુ વીરાત્ રૂ૭૬ વર્ષેાંતઃ). બીજા ગર્દભિલ્લોચ્છેદક કાલકાચાર્ય વીર નિર્વાણ ૪૫૩માં થયા=વિક્રમ પૂર્વે ૧૭ માં. અને ત્રીજા વીર નિર્વાણ ૯૯૩ = વિક્રમ ૫૨૩માં થયા, જેમણે સંવત્સરી તિથિ પાંચમની ચોથ કરી. પ્રજ્ઞાપનાસૂત્રની વ્યાખ્યાઓ
(૧) 2આચાર્ય હરિભદ્રસૂરિજી કૃત પ્રદેશવ્યાખ્યા :
આ પ્રદેશવ્યાખ્યા પ્રસિદ્ધ ભવવિરહ હરિભદ્રસૂરિજીએ લખી છે. પ્રારંભમાં ‘પ્રજ્ઞાપનાવ્યોપા પ્રવેશાનુયોગ: પ્રામ્યતે' કહ્યું છે તેથી પ્રજ્ઞાપનાના અમુક અંશોનો અનુયોગ—વ્યાખ્યાન અભિપ્રેત છે એમ સ્પષ્ટ છે. આચાર્ય હરિભદ્રસૂરિજી પ્રજ્ઞાપનાનો ઉપાંગ તરીકે ઉલ્લેખ કરે છે, પરંતુ આચાર્ય મલયગિરિજીની જેમ તે ‘સમવાયાંગનું ઉપાંગ છે’ તેમ જણાવતા નથી. આથી અમુક અંગનું અમુક ઉપાંગ એવી વ્યવસ્થા ક્યારેક આચાર્ય હરિભદ્રસૂરિજી પછી, પણ આચાર્ય મલયગિરિ પૂર્વે, થઈ ગઈ હશે એમ માનવું
રહ્યું.
વળી, આ વ્યાખ્યાને ‘અવચૂર્ણિકા’ એવું નામ પણ આપી શકાય તેમ છે, કારણ કે આચાર્ય હરિભદ્રસૂરિજી એક ઠેકાણે ‘અલમતિપ્રત,ન અવસૂર્ણિામાત્રનેતલિતિ’—પૃ. ૨૮, ૧૧૩—આ પ્રમાણે જણાવે છે.
આચાર્ય હરિભદ્રસૂરિજીએ આ પ્રદેશવ્યાખ્યા લખી તે પહેલાં પણ કોઈએ પ્રજ્ઞાપના ઉપર નાની-મોટી ટીકા અવશ્ય લખી હશે, અને તે રૈચૂર્ણિરૂપે હશે એમ જણાય છે, કારણ કે ઘણે ઠેકાણે—‘તવુાં’, ‘વિમુક્ત મતિ’, ‘અવમત્ર ભાવાર્થ:’, ‘મંત્ર લયસ્’, ‘તેસિં માવળા’ ઇત્યાદિ શબ્દો સાથે કે તે વિના જે વિવરણ મળે છે તે પ્રાકૃતમાં હોય છે અને ક્વચિત્ સંસ્કૃતમાં પણ મળે છે—પૃ. ૧૨, ૧૬, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૭, ૨૯, ૩૦, ૩૫, ૪૧, ૫૨, ૬૮, ૬૯, ૭૦, ૭૨, ૧૦૯, ૧૧૨ ઇત્યાદિ.
એ ચૂર્ણિકાર કોણ હશે તે કહેવું કઠણ છે, પણ સંભવ એવો છે કે તે આચાર્ય હરિભદ્રસૂરિજીના ગુરુ હોય, કારણ કે ‘તં તાવત્ પૂન્યપાવા વ્યાપક્ષતે’પૃ. ૭૫, ‘ગુરુવસ્તુ’પૃ. ૧૧૮, ‘FF તુ પૂન્યા:’પૃ. ૧૨૨,‘અત્ર પુરવો વ્યાપક્ષતે’પૃ. ૧૪૧, ૧૪૭,
1. આ ઉલ્લેખોની શ્રી પં. બેચરદાસજીએ ભગવતીસૂત્ર, દ્વિતીય ખંડ, પૃષ્ઠ ૧૩૫માં પ્રજ્ઞાપના વિષેની તેમની ટિપ્પણીમાં નોંધ લખી છે.
2. આચાર્ય હરિભદ્રના વિસ્તૃત પરિચય માટે ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર' જોવું.
3. ચૂર્ણનો ઉલ્લેખ આચાર્ય મલયગિરિ પણ કરે છે — પત્ર ૨૬૯, ૨૭૧
13