________________
श्री प्रज्ञापना सूत्र भाग १
પ્રસ્તુત પ્રકરણ વિચારણાનો વિકાસ સૂચવે છે, જ્યારે પખંડાગમમાં તે પ્રકરણ તેથી જૂની પરંપરા પ્રમાણે સ્વીકારી લેવામાં આવ્યું છે.
ખરી વાત એવી જણાય છે કે પ્રથમ જીવસ્થાન નામના ખંડમાં ૧૪ ગુણસ્થાનમાં ૧૪ ગત્યાદિ માર્ગણાસ્થાનો ઘટાવ્યાં છે, પરંતુ બીજા ખંડ ખુદાબંધમાં પ્રક્રિયા બદલાઈ જાય છે. તેમાં બંધક જીવ આદિનો વિચાર ૧૪ માર્ગણાસ્થાનોમાં કરવામાં આવ્યો છે. તેમાં ગુણસ્થાનને લઈને વિચાર નથી. આથી પ્રજ્ઞાપના અને ષખંડાગમની શૈલી આ પ્રકરણમાં એક જેવી છે.
તેવી જ રીતે જીવની સ્થિતિનો વિચાર અનેક રીતે ષખંડાગમમાં છે. તેમાંથી કાલાનુગમમાં (પુસ્તક ૭, પૃષ્ઠ ૧૧૪થી) જીવોની કાલસ્થિતિ ગત્યાદિ ૧૪ દ્વારો વડે વિચારાઈ છે. પરંતુ પ્રજ્ઞાપનામાં ૨૪ દંડકને નામે ઓળખાતા જીવના મુખ્ય ૨૪ ભેદો અને તેના પ્રભેદોને લઈને કાલવિચાર છે – પ્રજ્ઞાપના, સ્થિતિપદ ચોથું.
આ જ પ્રમાણે ‘અવગાહના”, “અંતર' આદિ અનેક બાબતોની સમાન વિચારણા બન્નેમાં છે, પરંતુ તે વિશે વિશેષ લખવાનું મોકુફ રાખી અત્યારે એટલું જ સૂચવવું બસ થશે કે આ બન્ને ગ્રંથોની સૂક્ષ્મ દૃષ્ટિથી તુલના કરવા જેવી છે.
વળી, બન્નેની એક બીજી સમાનતા પણ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. ગત્યાગતિની ચર્ચામાં જ બન્નેમાં તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ પદની પ્રાપ્તિની ચર્ચા છે. - પ્રજ્ઞાપના, સૂત્ર ૧૪૪૪–૧૪૬૫. પખંડાગમ, પુસ્તક ૬, સૂત્ર ૨૧૬, ૨૨૦ ઇત્યાદિ. પણ પ્રજ્ઞાપનામાં માંડલિક પદ વિશેષ છે અને રત્નપદ પણ વિશેષ છે – પ્રજ્ઞાપના, સૂત્ર ૧૪૬૬-૬૯, , *
જેમ પ્રજ્ઞાપનામાં નિયુક્તિની અનેક ગાથાઓ છે, તેમ પખંડાગમમાં પણ તે ગાથાઓ મળી આવે છે તે સૂચવે છે કે નિર્યુક્તિમાં સમાન પરંપરામાંથી ગાથાઓ સંઘરવામાં આવી છે. આથી નિયુક્તિ વિષે સ્વતંત્ર વિચાર કરીને તેમાં આચાર્ય
ભદ્રબાહ. તે પ્રથમ હોય કે બીજા, તેમની ગાથાઓ કેટલી અને તેમને પરંપરાપ્રાપ્ત કેટલી? – જુઓ ષખંડાગમમાં ગાથાસુત્રો, પુસ્તક ૧૩ માં સૂત્ર ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૨, ૧૩,૧૫, ૧૬ ઈત્યાદિ અને આવશ્યકનિયુક્તિ, ગાથા ૩૧ થી; વિશેષાવશ્યક, ગાથા ૬૦૪થી.
પ્રજ્ઞાપના ઉપાંગ એ આર્ય શ્યામાચાર્યની રચના છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તેમાંની બધી જ બાબતો તેમણે પોતે જ વિચારીને રજૂ કરી છે. કારણ, તેમનું પ્રયોજન તો શ્રુતપરંપરામાંથી હકીકતોનો સંગ્રહ કરવાનું અને તેની માત્ર ગોઠવણી અમુક પ્રકારે કરવી એ હતું. આથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રારંભમાં પ્રથમ પદમાં જીવના જે અનેક ભેદો જણાવ્યા છે, તે જ ભેદોમાં એટલે કે તે બધા જ ભેદોમાં દ્વિતીય “સ્થાન' આદિ ‘દ્વારો'–બાબતોની ઘટના તેઓએ રજૂ કરી નથી. સ્થાન આદિ દ્વારોનો વિચાર તેમની સમક્ષ જે રીતે-જે વિવિધ રીતે-તેમની પૂર્વેના આચાર્યોએ કર્યો હતો, તે વિદ્યમાન હતો, એટલે તે તે દ્વારોમાં તે તે વિચારોનો સંગ્રહ કરી લેવો- એ કાર્ય આર્ય શ્યામાચાર્યનું હતું. આથી ‘સ્થાન” આદિ દ્વારોમાં થયેલ વિચાર યાપિ સર્વ જીવોને સ્પર્શે છે, પણ વિવરણ એટલે કે જીવના ક્યા ભેદોમાં તે તે દ્વારોનો વિચાર કરવો, તેમાં એકમાત્ય નથી. તે તે દ્વારોના વિચારપ્રસંગે જીવોના ક્યા
ક્યા ભેદ-પ્રભેદોનો વિચાર કરવો તે, તે તે વિષયના નિરૂપણની સરલતાની દૃષ્ટિએ થયું છે. જો એક જ વ્યક્તિ પોતે જ બધું વિચારીને નિરૂપવા બેસે તો જુદી રીતે જ વર્ણવી શકે એમ સંભવ છે, પણ આમાં એમ નથી બન્યું. આમાં તો જુદા જુદા આચાર્યોએ જુદે જુદે કાળે જે જે વિચાર કર્યો, તે પરંપરાથી આર્ય શ્યામાચાર્યને પ્રાપ્ત થયો અને તે વિચારપરંપરાને તેમણે આમાં એકત્ર કરી છે. આ દૃષ્ટિએ વિચારીએ તો પ્રજ્ઞાપના એ તે કાળની વિચારપરંપરાનો વ્યવસ્થિત સંગ્રહ છે. આ જ કારણ છે કે જ્યારે આગમોનું લેખન થયું ત્યારે તે તે વિષયની સમગ્ર વિચારણા માટે પ્રજ્ઞાપના જોઈ લેવાની ભલામણ કરવામાં આવી.
જૈન આગમના મુખ્ય બે વિષયો છે – જીવ અને કર્મ. એક વિચારણાનો ઝોક એવો દેખાય છે કે તેમાં જીવને મુખ્ય રાખીન તેના અનેક વિષયો, જેવા કે તેના કેટલા પ્રકાર છે, તે કયાં રહે છે, તેનું આયુ કેટલું છે, તે મરીને એક પ્રકારમાંથી બીજા કયા પ્રકારમાં જઈ શકે છે કે તે તે પ્રકારમાં આવી શકે છે, તેની ઇન્દ્રિયો કેટલી, વેદ કેટલા, જ્ઞાન કેટલાં, તેમાં કર્મ કયાં-ઇત્યાદિની વિચારણા થાય છે; પરંતુ બીજા પ્રકારની વિચારણાનો ઝોક કર્મને મુખ્ય રાખીને છે. તેમાં કર્મ કેટલા પ્રકારનાં અને તે વિવિધ પ્રકારના જીવોના વિકાસ કે હૂાસમાં કેવો ભાગ ભજવે છે- આવો વિચાર મુખ્ય આવે છે. આથી આમાં જીવના વિકાસક્રમને લક્ષીને ૧૪ ગુણસ્થાનો,