________________
[ ૪૩૪]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મે ?
પિતાના આત્માને નિરંતર સતેષ પદે સ્થાપન કર. ત્રણ ભુવનને વિષે પણ સંતોષથી બીજું કાંઈ સુખ વિદ્યમાન નથી, તેથી કરીને જ સિદ્ધના જીવો પિતાને આધીન આનંદ સુખવાળા કહેવાય છે.” ત્યારે શ્રેષ્ઠીપુત્રે કહ્યું કે “તે એમ જ છે. હવે તમે જેમ કહેશે તેમ હું કરીશ.” પછી ક્રમે કરીને વર્ષાઋતુ આવી. ભગવાન જયસેન નામના સૂરિ ત્યાં રહ્યા. રાજા તેમને વંદન કરવા આવ્યા. પુરના લેક અને ધર્મયશ પણ આવ્યા. પછી આદર સહિત પગમાં પડીને સર્વે ઉચિત ભૂમિભાગ ઉપર બેઠા. સૂરિએ પણ ધર્મકથા પ્રારંભી, કે–
જેથી પ્રશ્ય અને અદશ્ય અનેક પ્રકારના છની ઉત્પત્તિ વષકાળમાં ઘણું થાય છે, તેથી ઓને અભયદાન આપવા માટે દેશાંતર વિગેરેમાં જવું અને પ્રયોજન વિના ચાલવું, તે ગૃહસ્થીએ વિષ્ણુને વૃત્તાંત સાંભળીને વર્જવું. તે આ પ્રમાણે-એક વખત વષતુમાં ત્રણ ભુવનના જનેવિડે પૂજવાલાયક ચરણકમળવાળા અરિષ્ટનેમિ ભગવાન દ્વારકા નગરીમાં રહ્યા. ત્યાં કેઈક પ્રસ્તાવે(સમયે) વાસુદેવ કૃષ્ણ પ્રભુને વંદન કરવા માટે આવ્યા, અને આદર સહિત પ્રભુના ચરણને વાંદીને ઉચિત પ્રદેશને વિષે બેઠા. તે વખતે જિનેશ્વરે ધર્મ કથા પ્રારંભી, તેથી અનેક જીવો પ્રતિબોધ પામ્યા. પછી પ્રસ્તાવ( સમય )ને પામીને વાસુદેવે આ પ્રમાણે પૂછયું કે-“હે ભગવાન! વર્ષાકાળને વિષે ક્ષેત્રાદિકના પ્રતિબંધને (આગ્રહને-મમતાને) ત્યાગ કરનારા મહાનુભાવ મુનિઓ ગામ, નગર વિગેરેને વિષે કેમ વિહાર નથી કરતા?” જિનેશ્વરે કહ્યું-“હે નર! ઘણા જીવડે વ્યાપ્ત વર્ષાકાળને વિષે મુનિઓ જીવની રક્ષા માટે વિહારની ચર્ચાને ત્યાગ કરે છે, રાત્રિએ પાટ, પીઠ અને ફલક ઉપર સૂવે છે, તથા અધિક તાપવિશેષને પણ કરે છે. તમારે પણ રકુટરીતે આ સાંભળીને કરવા યોગ્ય છે.” આ પ્રમાણે પ્રભુએ કહ્યું ત્યારે વાસુદેવે ચાતુર્માસ સુધી ઘણા એના વિનાશના ભયથી નગરીની બહાર જવાનું ત્યાગ કર્યો. પછી વિગઈને પણ ઘણે ત્યાગ કર્યો, તથા દિશાગમનને સંક્ષેપરૂપ તપ કરીને જિનપૂજાદિકને વિષે તે પ્રવર્તે.” આ પ્રમાણે સાંભળીને રાજાએ ત્રણે સંધ્યાએ જિનચંદન, પૂજન, આઠમ અને ચૌદશે પૌષધનું ગ્રહણ, તથા તેના પારણાને દિવસે સાધુને દાન દેવાને અભિગ્રહ ચાર માસ સુધી ગુરુની પાસે ગ્રહણ કર્યો. તથા વિજય યાત્રાનો નિયમ ગ્રહણ કર્યો.” શ્રેષ્ઠીપુત્ર તે ધર્મશે પણ રાજાની અનુવૃત્તિએ જ અભિગ્રહ અંગીકાર કર્યા. તથા પંચ પરમેષ્ઠીને મંત્રનું પરાવર્તન કરવાને અભિગ્રહ કર્યો. પછી એક ક્ષણવાર ગુરુની પર્યું પાસના કરીને રાજાદિક જેમ આવ્યા હતા તેમ ગયા.
અહીં હવે સિદ્ધદેવ રાજા જિનપૂજન, પૌષધ અને અતિથિદાન વિગેરે સર્વ કાર્યમાં તેવી રીતે કોઈપણ પ્રકારે અનુરાગી થયે, કે જેથી વિશેષ કરીને સમ્યફપ્રકારે આરાધના
૧ જોવામાં આવે તેવા.