________________
0 તિર્થંભકદેવે કરેલ ધર્મદેવની પ્રશંસા અને કહેલ વ્યંતરીને પૂર્વભવ-સંબંધ [ ૪૧૯ ].
પ્રકારના રૂપાદિકનો વૃત્તાંત તેણીને કહ્યો. આ અવસરે પરમાર્થને પામેલા ભકે પોતાની ભાર્યાને દુર્વિલાસ જાણીને સતેષ પામીને કહ્યું કે-“હે મહાનુભાવ ! તું સત્ય બેલવાના ધર્મવાળો (સત્યવાદી) છે, કે જેનું (તારું) આવા પ્રકારનું નિર્મળ શીલ છે, ધર્મની પ્રવૃત્તિ અખલિત છે, ઉપહાસ ન કરે તેવો વેષ છે, સત્યના સારવાળે ધર્મવ્યાપાર છે, સર્વથા પ્રકારે સારા ચરિત્રવડે તે આ પૃથ્વી પવિત્ર કરી છે. હું પણ હમણાં કઈક પ્રકારે પવિત્ર થયો છું, કે જેથી તું જોવામાં આવ્યો.” ત્યારે વિરમય પામેલા ધર્મદેવે કહ્યું કે-“હે મહાયશવાળા! તું કોણ છે? હું તને જાણ નથી, માટે તારા આત્માને તું કહે.” દેવે કહ્યું કે “હું વૈશ્રમણ યક્ષરાજને સેવક ભક નામને વ્યંતર દેવ છું.” ધર્મદેવે કહ્યું-“અહીં આવવાનું શું કારણ છે?” દેવે કહ્યું-“મારી ભાર્યાએ તારે કાંઈક અપરાધ કરીને અને મને તેનાથી વિપરીત કહીને મને કોપ ઉત્પન્ન કર્યો. તેથી હું તે અભિપ્રાયના તત્વને શોધવા નિમિત્તે તારી પાસે આવ્યો છું, અને મેં સર્વ યથાર્થ વૃત્તાંત સાંભળે, અને તેને ગર્ભાઈ (તત્વાર્થ) પણ જાયે, તેથી તેને હું માનું છું” ધર્મદેવે કહ્યું-“હે મહાયશવાળા! આમાં તારા શે દેષ છે? કેમકે સ્ત્રીવર્ગ એ જ ઘણા અનર્થવાળો હોય છે. તે આ પ્રમાણે – - પોતે અકાર્ય કરીને તેને કરનાર બીજે છે એમ બતાવે છે, પરસ્પર પ્રેમવાળાને પણ મોટા યુદ્ધને સંરંભ કરે છે. બુદ્ધિરૂપી ધનવાળાને પણ અવશ્ય તેવા કોઈપણ પ્રકારને સંમોહ ઉત્પન્ન કરે છે, કે જેથી તે સર્વે બાળકની જેમ મઢ મનવાળા થઈને મુંઝાય છે. કપટની કુટી (ઝુંપડી–ઘર) સમાન, ઘણા પ્રકારના અનર્થરૂપી શીકારી પશુને રહેવા માટે મોટા પર્વતની ગુફા સમાન અને અનાર્ય એવી સ્ત્રીઓને વિશ્વાસ કે ડાહ્યો માણસ કરે? પરંતુ હું તને પૂછું છું કે-આ દેવ નિવાળો થઈને પણ અધમ શરીરવાળા અમારી જેવાને વિષે રાગવાળી થાય, તેનું શું કારણ?” ત્યારે વિર્ભાગજ્ઞાનવડે પિતાની ભાયને પૂર્વભવ જાણીને શુંભક દેવે કહ્યું કે-“હે ધર્મદેવ! આ મારી ભાર્યા પૂર્વભવે આ જ નગરમાં રાજાની રાણી ત્રિભુવનદેવી હતી. તારા રૂપાદિક ગુણવડે વશ થયેલા હદયવાળી તે દાસીને મોકલવાવડે પણ તું નહીં આવવાથી આશા રહિત થઈને મરી ગઈ. તે પ્રત્યયને લીધે દેવીપણાને પામ્યા છતાં પણ પૂર્વના અનુરાગવડે આ પ્રમાણે ઉપસર્ગ કરવાને આરંભ કર્યો.” આ પ્રમાણે સર્વ વિશ્વાસ રહિત જાણીને ધર્મદેવે ભક દેવને રજા આપી અને ઉત્પન્ન થયેલા મોટા સવેગના વેગવાળો તે વિચારવા લાગ્યો કે-“જે કોઈપણ પ્રકારે હું શીલ રહિત થયો હેત, તે આ વ્યંતરથકી અથવા રાજાથકી અત્યંત દુઃખથી પીડા પામીને મરણ પામત. તેથી કરીને પૂર્વભવે મેં કાંઈક પણ નિર્મળ કર્મ ઉપાર્જન કર્યું હશે, કે જેથી જિનેશ્વરે કહેલા આ શીલધર્મને હું પામ્યો. જેના આવા પ્રકારના ફળ પ્રત્યક્ષ દેખાય છે, તે શીલ ધર્મનો મહિમા સમગ્ર કહેવાને આ જગતમાં કે સમર્થ છે? તેથી કરીને તે ક દિવસ આવશે? અથવા તે કયું મુહર્ત આવશે? કે