________________
શ્રી કલીકુંડ તીર્થની સ્થાપના.
[ ૧૭૫ ]
છે” એમ કહીને હાંસી કરાતે, મનમાં મોટા કોપના વેગને ધારણ કરતો કેટલાક દિવસો ગયા પછી શુદ્ધ શરીરવાળા મારા આત્માને નિંદતા, સત્વના સમૂહવાળા મોટા શરીરને બહુમાનને, તથા પ્રકારના રોગથી વ્યાપ્ત થયેલે અને લોકોના ઉપહાસરૂપી દુઃખને જ ધારણ કરતો આર્તધ્યાનવડે મરણ પામીને હમણાં મોટા શરીરવાળા પ્રાણીના નિયાણાવાળા કર્મવડે પર્વત જેવા મોટા શરીરના ભારવાળે હાથી થયે છું, અને હમણું પણ (આ ભવમાં પણ) કિલષ્ટ સત્ત્વવાળો હોવાથી નિર્મળ શીળ પાળવામાં અગ્ય અને ઘણું પાપસ્થાનમાં આસક્ત હું શું કરું? કયાં જાઉં? અથવા કોને કહું? અથવા કોની આરાધના કરું? અથવા તે આ અસંભવિત વસ્તુના વિચારવાથી શું ફળ? આજ નીલકમળની જેવા
શ્યામ, સમગ્ર કલિના પાપના સમૂહનો નાશ કરનાર, અનુપમ રૂપવાળા અને શ્રીવત્સાદિકના લાંછનવડે અવશ્ય અરિહંત ભગવાન છે, તેથી તેની જ પૂજા કરું.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે માટે હાથી કુંડ સરેવરની સન્મુખ દેડ, જળની મધ્યે પેઠો અને શરીરને ધોઈને સાફ કર્યું. પછી સમગ્ર યૂથ (ટેળા) સહિત સરોવરમાંથી સુંદર ગંધને વિસ્તાર કરતા કમળ ગ્રહણ કરીને કાસગે રહેલા ભગવાનની પાસે ગયો. ત્યાં તેને ત્રણ પ્રદક્ષિણા કરીને કમળો વડે તેના ચરણની પૂજા કરી. પછી મરણ થયેલા પૂર્વે ભણેલા વંદનસૂત્રવડે સ્વામીને વાંદીને જેમ આવ્યું હતું તેમ પાછો ગયે. તે વખતે તે પ્રદેશમાં રહેનારા દેવો આવ્યા અને ભગવાનને સુગંધી પુષ્પના સમૂહ વિખેરીને ગંધ, માળા અને વિલેપન વડે સર્વેએ આદરપૂર્વક પૂજ્યા, મનમાં પ્રસન્ન થયેલા તેઓએ દભિનો નાદ કર્યો, અને નાટ્યને વિધિ પ્રવર્તાવ્યું. આ પ્રમાણે કેટલાક દિવસો સુધી મોટો ઉત્સવ થયા. તે પ્રદેશમાં રહેલા વનચરેએ તે વૃત્તાંત સર્વ જાણે, તેથી મોટા આનંદથી ભરપૂર મનવાળા તેઓ “અહે ! આ મોટું આશ્ચર્ય છે.” એમ આશ્ચર્ય પામીને ચંપા નગરીમાં જઈને દધિવાહન રાજાના પુત્ર કરકંડુ નામના મોટા રાજાને આ વૃત્તાંત નિવે. દન કર્યો. ત્યારે તે રાજા આ સાંભળીને મનમાં વિસ્મય પામી સૈન્ય અને વાહન સહિત તે મહાટવીમાં ભગવાનના દર્શન અને વંદન કરવા માટે આવ્યા. તે વખતે ભગવાને બીજે ઠેકાણે વિહાર કર્યો હતે. રાજા પણ તે પ્રદેશમાં આવ્યું, અને સ્વામીને નહિં જેવાથી અધે પામ્યું. તે વખતે તે રાજાની ભક્તિથી મનમાં ખુશી થયેલા તે પ્રદેશમાં રહેનારા દેએ ગિરિકંટકનું વિદારણ કરીને (ફાડીને ) નવ હાથના પ્રભાવવાળી, ફલિનીના પત્ર
જેવી સ્વચ્છ, અત્યંત સુંદર શરીરવાળી અને ઊર્ધ્વ સ્થાને રહેલી ભગવાનની પ્રતિમા ઉત્પન્ન કરી. તેને જોઈને રાજાએ ય જય શબ્દ કર્યો, અને તે ઠેકાણે હિમગિરિના શિખરની હાંસી કરનાર જિનાલય બંધાવ્યું. તેમાં સર્વ આદરવડે તે પ્રતિમા સ્થાપન કરી, તેની પૂજા કરી અને તેને વંદના કરી. આ પ્રમાણે રાજાદિકના પૂજવાથી બીજા દેશોમાં પણ આ વાર્તા (પ્રતિમા ) પ્રસિદ્ધ થઈ, તથા પ્રાતિહારિક દેવના સાંનિધ્યથી માણસોને મનવાંછિત આપનારી થઈ. તે આ પ્રમાણે–