SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ દામકની કથા છે. ૨૮૫ पैविट्ठो, विसाऽणेण विवाहिता, आगतो सागरपोतो, मातिघरअच्चणियविसज्जणं, सागरपोतस्स पुत्तमरणं सोतुं सागरपोतो हितयफुट्टणेण मतो, रण्णा दामण्णगो घरसामी कतो, भोगसमिद्धी जाता, अण्णया पुव्वावरण्हे मंगलिएहिं पुरतो से उग्गीयं-'अणुपुंखमावयंतावि अणत्था तस्स बहुगुणा होति । सुहदुक्खकच्छपुडतो जस्स कतंतो वहइ पक्खं ॥१॥' सोतुं सतसहस्सं मंगलियाण देति, एवं तिण्णि वारा तिण्णि सतसहस्साणि, रण्णा सुतं, पुच्छितेण सव्वं रण्णो सिटुं, तुडेण 5 સ્વજનોએ વિષાદીકરીના લગ્ન તેની સાથે કરી દીધા. થોડા સમય બાદ સાર્થવાહ ત્યાં આવ્યો. (આવીને જાણ્યું કે વિષાના લગ્ન પેલા દામન્નક સાથે થયા છે ત્યારે પોતે ઘણો ગુસ્સે થયો. અને પેલા ચંડાળને બોલાવીને ઠપકો આપ્યો કે તે શા માટે છોડી દીધો? ચંડાળે ક્ષમા યાચી અને કહ્યું – “શેઠ! મને ફરી બતાવો હવે હું એને મારીને જ રહીશ.” સાગરપોતે કહ્યું –) “માતૃદેવીની પૂજા માટે આજે હું તેને મંદિરે મોકલીશ, તું તેને ત્યાં મારી નાખજે.” 10 . (ઘરે આવીને સાગરપોતે જમાઈ–પુત્રીને માતૃદેવીની પૂજા કરવા મંદિરે જવા કહ્યું. જેથી સાંજના સમયે બંને જણા તૈયાર થઈને દેવીના મંદિર તરફ ચાલ્યાં. સાગર પોતાનો દીકરો સમુદ્રદત્ત સામે મળ્યો. તેણે પૂછ્યું – “આ રાત્રિ થવાના સમયે તમે ક્યાં ચાલ્યાં? દામન્નકે દેવીપૂજાની વાત કરી. સમુદ્રદત્તે બંનેને અટકાવતા કહ્યું – “રાત પડવા આવી છે. મારી બેનને લઇ એ જગ્યાએ અત્યારે જવું ઉચિત નથી. તેથી તમે પાછા ફરો. તમારી બદલે હું આ નૈવેદ્યાદિ દેવીને ચઢાવીને પાછો 15 આવું છું.” એમ કહી બંનેને પાછા મોકલી સમુદ્રદત્ત પોતે દેવીના મંદિરે ગયો. જેવો ત્યાં તેણે પ્રવેશ કર્યો કે ચાંડાળે તેને મારી નાંખ્યો.) જ પોતાના પુત્રનું મરણ થયું જાણીને સાગરપોત હૃદયફાટવાના કારણે મૃત્યુ પામ્યો. રાજાએ દામન્નકને ઘરનો સ્વામી બનાવ્યો. ભોગસમૃદ્ધિની પ્રાપ્તિ થઈ. એકવાર પરોઢિયે મંગલપાઠકોએ દામન્નકની આગળ ગીત ગાયું કે – “પાછળ આવી પડેલા એવા પણ અનર્થો તેવાને બહુગુણોવાળા 20 થાય છે, જેનો પક્ષ સુખ–દુઃખની પંક્તિનો સંબંધ કરનાર એવો યમદૂત વહન કરે છે.” (ભાવાર્થ : યમરાજ સુખ-દુઃખ આપનારો છે. આવો યમરાજ જેના પક્ષમાં હોય તેની ઉપર કરેલા અનર્થો પણ ઘણો ફાયદો આપનારા થાય છે.) આ સાંભળીને દામકે તે મંગલપાઠકોને લાખ રૂપિયા આપ્યા. આ પ્રમાણે ત્રણવાર તે મંગલપાઠકોએ દામન્નકની સ્તુતિ કરતા ત્રણ લાખ રૂપિયા દામકે તેઓને આપ્યા. રાજાએ વાત સાંભળી. આટલું બધું દ્રવ્ય આપવાથી આશ્ચર્ય પામેલા રાજાએ દામન્નકને કારણ 25 પૂછ્યું. ત્યારે દામન્નકે બાળપણથી લઈને અત્યાર સુધીનું સંપૂર્ણ જીવનવૃત્તાન્ત કહ્યું. રાજા ખુશ થયો. ५३. प्रविष्टः, विषाऽनेन विवाहिता, आगतः सागरपोतः, मातृगृहाचनिकायै विसर्जनं, सागरपोतस्य पुत्रमरणं श्रुत्वा सागरपोतः हृदयस्फोटनेन मृतः, राज्ञा दामन्नको गृहस्वामी कृतः, भोगसमृद्धिर्जाता, अन्यदा च पर्वापराह्नि माङ्गलिकैः पुरतस्तस्योद्गीतं-अनुपुङ्खमापतन्तोऽप्यनस्तस्य बहुगुणा भवन्ति । सुखदुःखकक्षपुटको यस्य कृतान्तो वहति पक्षं ॥१॥ श्रुत्वा शतसहस्रं माङ्गलिकाय ददाति, एवं त्रीन् वारान् त्रीणि शतसहस्राणि, 30 राज्ञा श्रुतं, पृष्टेन सर्वं शिष्टं राजे, तुष्टेन
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy