SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) सूरे उग्गए णमोक्कारसहितं पच्चक्खाति चउविहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अण्णत्थ अणाभोगेणं सहसाकारेणं वोसिरतित्ति । ૨૪૮ अस्य व्याख्या- तल्लक्षणं चेदं -' संहिता च पदं चैव, पदार्थः पदविग्रहः । चालना प्रत्यवस्थानं, व्याख्या तन्त्रस्य षड्विधा ॥१॥ तत्रास्खलितपदोच्चारणं संहिता निर्दिष्टैव, अधुना पदानि - सूर्ये 5 उद्गते नमस्कारसहितं प्रत्याख्याति, चतुर्विधमपि आहारं अशनं पानं खादिमं स्वादिमं, अन्यत्रानाभोगेन सहसाकारेण व्युत्सृजति । अधुना पदार्थ उच्यते - तत्र 'अश् भोजने' इत्यस्य ल्युडन्तस्य अश्य इत्यशनं भवति, तथा 'पा पाने' इत्यस्य पीयत इति पानमिति, 'खादृ भक्षणे इत्यस्य च वक्तव्यादिमन्प्रत्ययान्तस्य खाद्यत इति खादिमं भवति, एवं 'स्वद स्वर्द आस्वादने' इत्यस्य च स्वाद्यत इति स्वादिमं अथवा खाद्यं स्वाद्यं च, 'अन्यत्रे 'ति परिवर्जनार्थो यथा 'अन्यत्र द्रोणभीष्माभ्यां, 10 સર્વે યોધા: પાક્કુવા' કૃતિ, તથા આમોનનમામોનઃ—ન ભોગોનામોશ: અત્યન્તવિસ્મૃતિરિત્યર્થ:, तेन, अनाभोगं मुक्त्वेत्यर्थः, तथा सहसाकरणं सहसाकार:- अतिप्रवृत्तियोगानिवर्त्तनमित्यर्थः, तेन तं मुक्त्वा - व्युत्सृजतीत्यर्थः । एष पदार्थः, पदविग्रहस्तु समासभाक्पदविषय इति कचिदेव भवति न सर्वत्र, स च यथासम्भवं प्रदर्शित एव, चालनाप्रत्यवस्थाने तु निर्युक्तिकारः स्वयमेव दर्शयिष्यतीति सूत्रसमुदायार्थः ॥ 15 સૂત્રાર્થ : ટીકા પ્રમાણે જાણવો. ટીકાર્થ : વ્યાખ્યાનું લક્ષણ આ પ્રમાણે છે – સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન આ પ્રમાણે સૂત્રની છ પ્રકારે વ્યાખ્યા થાય છે. તેમાં સ્ખલના વિના પદોનું ઉચ્ચારવું તે સંહિતા કે જે બતાવી જ દીધી છે. હવે પદો સૂર્ય, તે... વિગેરે પદો જાણવા. હવે પદાર્થ કહેવાય છે – ‘ભોજન કરવું’ અર્થમાં વપરાતા ઋગ્ ધાતુને હ્યુર્ (= અનર્) પ્રત્યય લગાડતા – જે ખવાય 20 તે અશન શબ્દ બને છે. તથા ‘પાણી વિગેરે પીવું’ અર્થમાં વપરાતા ‘પા’ ધાતુથી – જે પીવાય તે પાન શબ્દ બને છે. ‘ભક્ષણ કરવું’ અર્થમાં વપરાતા ‘વાર્’ ધાતુને રૂમન્ પ્રત્યય લગાડતા જે ખવાય તે ખાદિમ શબ્દ બને છે. આ જ પ્રમાણે ‘સ્વાદ કરવો' અર્થમાં સ્વદ્ અને સ્વદ્ બે ધાતુ વપરાય છે. તેમાં ‘સ્વદ્’ ધાતુથી—જે સ્વાદ કરાય તે ‘સ્વાદિમ’ શબ્દ બને છે. = અથવા ખાદ્ય અને સ્વાઘ એમ શબ્દો જાણવા. ‘અન્યત્ર’ શબ્દ ‘સિવાય' અર્થમાં જાણવો. જેમ 25 કે ‘દ્રોણ અને ભીષ્મ સિવાય બધા જ યોદ્ધાઓ પરાક્રૃખ થયા.' આભોગ = ઉપયોગ. આભોગ ન હોવો તે અનાભોગ, અર્થાત્ અત્યંતવિસ્મરણ. આ અનાભોગ સિવાય, તથા સહસાકાર એટલે અતિપ્રવૃત્તિયોગથી પાછા ન ફરવું તે (અર્થાત્ જેમાંથી પાછા ફરવું શક્ય ન હોય તેવો અતિપ્રવૃત્તિનો યોગ.) તેના સિવાય, અશનાદિનો હું ત્યાગ કરું છું. આ પદાર્થ કહ્યો. પવિગ્રહ એ સમાસવાળા પદોનો જ હોવાથી અમુક પદોમાં જ પદવિગ્રહ થાય છે બધા પદોમાં નહીં. અને તે જે જે પદોમાં 30 સંભવિત હતો ત્યાં ત્યાં જણાવી જ દીધો છે. ચાલના = પ્રશ્ન અને પ્રત્યવસ્થાન = ઉત્તર આ બંને નિર્યુક્તિકાર જાતે જ બતાવશે. આ સૂત્રનો સંક્ષેપાર્થ કહ્યો.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy