SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અનાગત વિગેરે દશ પ્રત્યા ના નામો (નિ. ૧૫૬૫-૬૬) શ ૨૨૫ च, 'अत्रे ति सामान्येनोत्तरगुणप्रत्याख्याननिरूपणाधिकारे, अथवा चशब्दस्यैवकारार्थत्वात् तेनैव, 'अत्रे'ति सर्वोत्तरगुणप्रत्याख्यानप्रक्रमे प्रकृतम्-उपयोगोऽधिकार इति पर्यायास्तदपि चेदं दशविधं तु-मूलापेक्षया दशविधं दशप्रकारकमेवेति गाथार्थः ॥१५६५॥ अधुना दशविधमेवोपन्यस्यन्नाह'अणागतं०' गाथा, अनागतकरणादनागतं, पर्युषणादावाचार्यादिवैयावृत्त्यकरणान्तरायसद्भावादारत एव तत्तपःकरणमित्यर्थः, एवमतिक्रान्तकरणादतिक्रान्तं, भावना प्राग्वत् । 'कोटिसहित मिति 5 कोटीभ्यां सहितं कोटिसहितं-मिलितोभयप्रत्याख्यानकोटि, चतुर्थादिकरणमित्यर्थः, “नियन्त्रितं चैव' नितरां यन्त्रितं नियन्त्रितं प्रतिज्ञातदिनादौ ग्लानाद्यन्तरायभावेऽपि नियमात् कर्त्तव्यमितिहृदयं, 'साकारं' आक्रियन्त इत्याकाराः-प्रत्याख्यानापवादहेतवोऽनाभोगादयः सहाकारैः साकारं, तथाऽविद्यमानाकारमनाकारं, 'परिमाणकृत मिति दत्त्यादिकृतपरिमाणमिति भावना निरवशेष मिति समग्राशनादिविनय इति गाथार्थः ॥१५६६॥ 'सङ्केतं चैवेति केतं-चिह्नमङ्गुष्ठादि सह केतेन सङ्केत 10 અહીં એટલે કે સામાન્યથી ઉત્તરગુણપ્રત્યાખ્યાનના અધિકારમાં તેનાવડે એટલે કે અનેકપ્રકારના પ્રત્યાખ્યાનોવડે અને ‘વ' શબ્દથી પૂર્વે કહેવાયેલા દેશોત્તરગુણપ્રત્યાખ્યાનવડે અધિકાર = પ્રયોજન છે. અથવા તેને વ' અહીં ‘વ’ શબ્દ એવકાર અર્થવાળો હોવાથી અહીં એટલે કે સર્વોત્તરગુણપ્રત્યાખ્યાન અધિકારમાં તેના વડે = પ્રત્યાખ્યાનવડે જ પ્રકૃતિ છે. (અર્થાત્ તેનું = પચ્ચખ્ખાણનું જ અહીં પ્રયોજન છે.) પ્રકૃત, ઉપયોગ, અધિકાર આ બધા પર્યાયવાચી શબ્દો જાણવા. અને તે અનેકવિધ પ્રત્યાખ્યાન 15 દશપ્રકારનું જાણવું. મૂળભેદોની અપેક્ષાએ આ દશપ્રકારો જ છે. ૧૫૬પા - હવે તે દશપ્રકારોનો જ ઉપન્યાસ કરતા કહે છે – “TI+Id..' ગાથા. (૧) અનાગત પ્રત્યાખ્યાન : અવસર પહેલાં થતું હોવાથી તે અનાગતપ્રત્યાખ્યાન, અર્થાત્ પર્યુષણા વિગેરેમાં અંતરાય થાય તેમ હોવાથી અથવા બીજા વિનોની સંભાવનાથી તે તપ પર્યુષણા પહેલાં જ કરવો. આ જ પ્રમાણે (૨) અતિક્રાન્તપ્રત્યાખ્યાન : પર્યુષણા પછી કરે તો અતિક્રાન્તપ્રત્યાખ્યાન. 20 . (૩) કોટિસહિત : બે કોટી સહિતનું જે પ્રત્યાખ્યાન તે કોટિસહિત જાણવું, અર્થાત્ બે પ્રત્યાખ્યાનના છેડા ભેગા થવા. જેમ કે એક સાથે બે ઉપવાસ કરો ત્યારે પ્રથમ ઉપવાસનો છેલ્લો છેડો અને બીજા ઉપવાસનો શરૂઆતનો છેડો જ્યાં ભેગો થાય તે કોટિસહિત પ્રત્યાખ્યાન. (૪) નિયંત્રિત નિતરાં યંત્રિત તે નિયંત્રિત, અર્થાત્ જે દિવસે જે પ્રત્યાખ્યાન કરવાનું નક્કી કર્યું તે દિવસે ગ્લાનિ વિગેરે વિપ્ન આવી પડે છતાં નિયમથી તે પ્રત્યાખ્યાન કરવું. તે 25 નિયંત્રિત પ્રત્યાખ્યાન. (૫) સાગાર : (પચ્ચખાણનો ભંગ ન થાય તે માટે) જે ગ્રહણ કરાય છે તે આગાર, અર્થાત પ્રત્યાખ્યાનના અપવાદના કારણ એવા અનાભોગ વિગેરે. આગાર સાથેનું જે પ્રત્યાખ્યાન તે સાગારપ્રત્યાખ્યાન. (૬) અનાગાર : આગાર વિનાનું પ્રત્યાખ્યાન તે અનાગાર. (૭) પરિમાણકૃત : (આટલી દત્તી ભોજન લેવું એ પ્રમાણે) દત્તી વિગેરેવડે કરાયેલ પ્રમાણવાળું પ્રત્યાખ્યાન. (૮) નિરવશેષ સંપૂર્ણ અશન વિગેરે સંબંધી પચ્ચખાણ. (અર્થાત્ જે પ્રત્યાખ્યાનમાં 30 અશન વિગેરેનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે તે.) II૧૫૬૬ll ' (૯) સંકેત : કેત એટલે અંગુઠો વિગેરે ચિહ્ન. કેત સહિતનું જે પ્રત્યાખ્યાન તે સંકેત પ્રત્યાખ્યાન.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy