SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા ખામણાસૂત્રનો અર્થ च निवेदितुंकामा भणन्ति 'इच्छामि खमासमणो ! पुव्विं चेइयाइं वंदित्ता नमंसित्ता तुब्भं पायमूले विहरमाणेणं जे केइ बहुदेवसिया साहुणो दिट्ठा समाणा वा वसमाणा वा गामाणुगामं दुइज्जमाणा वा, राइणिया संपुच्छंति ओमराइणिया वंदंति अज्जा वंदंति अज्जियाओ वंदंति सावया वंदंति सावियाओ वंदंति अहंपि निस्सल्लो निक्कसाओ तिकट्टु सिरसा मणसा मत्थए 5 વંમિ ॥ અવિ વામિ એડ્વાડું (સૂત્રમ્) निगदसिद्धं, नवरं समाणो- वुड्ढवासी वसमाणो - णवविगप्पविहारी, वुड्डवासी जंघाबलपरिहीण णव विभागे खेत्तं काऊण विहरति नवविगप्पविहारी पुण उउबद्धे अट्ठ मासा माकप्पे - ૯૩ કહ્યું તે બધું તે જ રીતે થયું છે. (અર્થાત્ હે સાધુઓ ! તમારી સાથે મારું ગયું પખવાડીયું સારું ગયું છે અને નવું પખવાડીયું સારી રીતે શરૂ થયું છે.) ત્યાર પછી શિષ્યો ગુરુને ચૈત્યો અને સાધુઓને 10 વંદન કરાવવા માટે (અન્ય સાધુ-સાધ્વી વિગેરેઓએ પોતાના ગુરુને કરેલી વંદનાનું) નિવેદન કરવાની ઇચ્છાવાળા કહે છે – સૂત્રાર્થ : હે ક્ષમાશ્રમણ ! હું (આપને ચૈત્ય અને સાધુઓને વંદન કરાવવા નિવેદન કરવાને) ઇચ્છું છું. પૂર્વકાલે એટલે કે વિહાર કરતા પહેલાં હું જ્યારે આપની પાસે હતો ત્યારે આપ બધાવતી ચૈત્યોને સ્તુતિઓદ્વારા વંદન કરીને અને પ્રણામદ્વારા નમસ્કાર કરીને 15 (આનાદ્વારા ચૈત્યોના વંદનનું નિવેદન કર્યું.) ત્યાર પછી અન્યત્ર વિહાર કરતા એવા મારાવડે જે કોઇ સામાન્યથી ઘણા દિવસના પર્યાયવાળા સાધુઓ જોવાયા. (તે સાધુઓ કેવા હતા ? —) જંઘાબળનો નાશ થવાથી એક ક્ષેત્રમાં નવ વિભાગ કરીને રહેલા અથવા વિહાર કરતા એટલે કે ઋતુબદ્ધકાળમાં માસકલ્પવડે અને વર્ષાઋતુમાં ચાર મહિના એક સ્થાને રહેવાવડે વિહાર કરતા (અને આથી જ) ગામાનુગામ વિચરતા. આ બધા સાધુઓમાં જે મોટા આચાર્યો 20 હતા (તેઓને મેં વંદન કર્યા અને આપનાવતી નંદન કહ્યા ત્યારે) તેઓએ આપના કુશલાદિના સમાચાર પૂછ્યા છે. જેઓ આપનાથી નાના હતા તેઓએ આપને વંદના કહી છે, સાધુ–સાધ્વીજીઓએ આપને વંદના કહી છે. શ્રાવક–શ્રાવિકાઓએ આપને વંદના કહી છે. તે સમયે મેં પણ શલ્ય અને કષાય વિનાના થઇને તેઓને મન–વચન—કાયાથી વંદના કર્યાં. એ કારણથી (આપશ્રી 25 પણ તેઓને વંદન કરો. એ પ્રમાણે શિષ્યના કહેવાથી ગુરુ કહે છે –) હું પણ તે તે ચૈત્યોને (અને ઉપલક્ષણથી આચાર્યાદિ સાધુઓને) વંદન કરું છું. ટીકાર્થ : સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. સમાળો એટલે વૃદ્ધત્વાદિને કારણે સ્થિરવાસમાં રહેલા. વસમાળો એટલે નવકલ્પવિહારી. જંઘાબળથી ક્ષીણ થયેલો સ્થિરવાસી સાધુ એક જ ક્ષેત્રમાં રહેવાનું આવે ત્યારે તે ક્ષેત્રને નવ વિભાગમાં (ગામ કે વસતિનો અને ગોચરીના ઘરોનો જો શક્ય હોય તો નવ વિભાગ 30 १७. च निवेदयितुकामा भणन्ति - नवरं श्रमणो वृद्धावासः वैश्रमणो (वसन्) - नवविकल्पविहारः, वृद्धावासः परिक्षीणजङ्घाबलो नव विभागान् क्षेत्रं कृत्वा विहरति, नवकल्पविहारः पुनः ऋतुबद्धेऽष्ट मासान् मासकल्पे + ‘વંવાવેમિ' - પૂર્વમુદ્રિતે.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy