SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ८ સ્વાધ્યાયયજ્ઞમાં ડૂબકી લગાવીને જાણે કે બાહ્યવૃત્તિઓથી દૂર છે. સૌની સાથે સ્નેહભાવ, ગુરુ પ્રત્યે સમર્પણભાવ, વડિલો પ્રત્યે આદરભાવ કેળવીને, પરમાત્માના શાસનના અદ્ભૂત પદાર્થો સૌ પામે, ચિંતન કરીને જીવનમાં આત્મસાત્ કરે તેવી શુભભાવનાથી વર્ષોની મહેનત કરીને તેમણે આવશ્યકનિર્યુક્તિ જેવા દલદાર ગ્રંથનો અનુવાદ કર્યો છે, જેમાં પ્રગટ થયેલા ૧ થી ૫ ભાગના આધારે અનેક મહાત્માઓને સ્વાધ્યાય કરતા જોઉં છું ત્યારે આ મુનિશ્રીના પરિશ્રમને વંદન કરવાનું મન થાય છે. બાકી રહેલા છઠ્ઠા-સાતમા ભાગના પ્રગટીકરણ પ્રસંગે મુનિશ્રી જૈનશાસનના અદ્ભૂત પદાર્થોને જગત સમક્ષ રજૂ કરે તેવી શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય કુલચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબ તથા પ. પૂ. ગણિવર્ય શ્રી પ્રેમસુંદરવિ. મ. સાહેબે પારિષ્ઠાપનિકાનિર્યુક્તિના અનુવાદને તપાસી આપીને મુનિશ્રીને સહાય કરી છે જે આ અવસરે ભૂલાય એવું નથી. તથા પ. પૂ. મુ. શ્રી પાર્શ્વરત્નવિ. ને હસ્તલિખિતપ્રતિઓને આધારે સંસ્કૃતસંશોધનમાં સહાય કરવા બદલ ધન્યવાદ છે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજુ થયું હોય તો અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડં. વિક્રમ સંવત્ ૨૦૬૯ વૈશાખ વદ-૬ સાબરમતી 25 પં. મેઘદર્શનવિજય નોંધ :- ગુજરાતી ભાષાંતરમાં અમુક-અમુક સ્થાને ‘(H)’ નિશાની છે તે એમ સૂચવે છે કે તે પદાર્થ પાછળ પરિશિષ્ટમાં આપેલ ટિપ્પણીમાં છે.
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy