________________
૩૬૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
उक्खित्तमंसं आइण्णपोग्गलं न भवइ, जं कालसाणादीहिं अणिवारियविप्पकिन्नं निज्जइ तं आइन्नपोग्गलं भाणियव्वं । 'महाकाए 'त्ति, अस्या व्याख्या -महाकायो पंचिदिओ जत्थ हओ तं आघायठाणं वज्जेयव्वं, खेत्तओं सहिहत्था, कालओ अहोरत्तं एत्थ अहोरत्तछेओ सूरुदएण रद्धं पक्कं वा मंसं असज्झाइयं न हवइ, जत्थ य धोयं तेण पएसेण महंतो उदगवाहो वूढो तं 5 तिपोरिसिकाले अपुन्नेवि सुद्धं, आघायणं न सुज्झइ, 'महाकाए 'त्ति अस्य व्याख्या - महाकात्ति पच्छ्द्धं, मूसगादि महाकाओ सोऽवि बिरालाइणा आहओ, जदि तं अभिन्नं चेव गिलिउं घेत्तुं वा सट्ठीए हत्थाणं बाहिं गच्छ्इ तो केई आयरिया असज्झायं नेच्छंति । गाथायां तु यदुक्तं केइ इच्छंति, तत्र स्वाध्यायोऽभिसंबध्यते, विधितपक्खो पुण असज्झाइयं चेवत्ति गाथार्थः ॥१३५३-५४ ॥
અને આ રીતે બહારથી લવાયેલ માંસ આકિર્ણપુદ્ગલ (= તે સ્થાન ચારેબાજુ માંસથી વ્યાપ્ત) 10 બનતું નથી. પરંતુ જે કાગડા, કૂતરા વિગેરેદ્વારા ચારેબાજુ માંસના અવયવો પાડતા—પાડતા લઈ જવાય છે અને એ રીતે લઈ જતાં તે કાગડા વિગેરેને કોઈ રોકતું પણ નથી ત્યારે તે સ્થાન ચારેબાજુથી વ્યાપ્ત થાય છે. (ગા. ૧૩૫૩ માં રહેલ) ‘મહાકાય' શબ્દની વ્યાખ્યા – મોટા શરીરવાળો (ઉંદર વિગેરે) પંચેન્દ્રિય જીવ જ્યાં હણાયો હોય તે સ્થાન આઘાતસ્થાન છે. (સ્વાધ્યાય માટે) તે સ્થાન છોડવું, ક્ષેત્રથી સાઠ હાથની અંદર હોય ત્યારે, કાલથી એક અહોરાત્ર સુધી તે સ્થાનમાં સ્વાધ્યાય 15 છોડવો. અહીં બીજા દિવસે સૂર્યોદયે અહોરાત્રની સમાપ્તિ જાણવી.
રાંધેલા કે પાકેલા માંસની અસઝાય હોતી નથી. જે સ્થાને માંસને ધોયું હોય તે સ્થાનેથી મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યારે (ત્યાં પડેલાં માંસના અવયવો તે પાણીના પ્રવાહ સાથે વહી જતા હોવાથી) તે સ્થાનમાં ત્રણ પ્રહર પૂર્ણ થયા ન હોય તો પણ સ્વાધ્યાય ક૨વો કલ્પે. જ્યારે આઘાતસ્થાનમાં અહોરાત્ર સુધી સ્વાધ્યાય કરવો કલ્પે નહીં. (ગા. ૧૩૫૪ માં ૨હેલ) 20 ‘મહાકાય...’ વિગેરે પશ્ચાર્ધની વ્યાખ્યા – ઊંદર વિગેરે મહાકાય તરીકે જાણવા. તેને પણ બિલાડી વિગેરેએ માર્યો હોય ત્યારે જો બિલાડી તે ઊંદર વિગેરેને આખેઆખો ગળીને કે પકડીને સાઠ
હાથની બહાર લઈ જાય તો કેટલાક આચાર્યો અસજ્ઝાય ઇચ્છતા નથી. ગાથામાં જે કહ્યું કે ‘કેટલાકો ઇચ્છે છે, ત્યાં સ્વાધ્યાયનો સંબંધ જોડવો, (અર્થાત્ તેવા સ્થાને સ્વાધ્યાય ક૨વો ક૨ે છે એમ સંબંધ જોડવો.) જ્યારે પ્રમાણપક્ષ (મૂળમત) અસજ્ઝાયનો જ છે. (અર્થાત્ આવા સ્થાને સ્વાધ્યાય કરવો 25 કલ્પે નહીં.) ||૧૩૫૩-૫૪॥
२७. उत्क्षिप्तमांसं आकीर्णपुद्गलं न भवति, यत् कालश्वादिभिरनिवारितं विप्रकीर्णं नीयते तत् आकीर्णपुद्गलं भणितव्यं । महाकाय इति, महाकाय: पञ्चेन्द्रियो यत्र हतस्तत् आघातस्थानं वर्जयितव्यं, क्षेत्रतः षष्टेर्हस्तेभ्यः कालतोऽहोरात्रं, अत्राहोरात्रच्छेदः सूर्योद्गमेन, राद्धं पक्वं वा मांसं अस्वाध्यायिकं न भवति, यत्र च धौतं तेन प्रदेशेन महान् उदकप्रवाहो व्यूढस्तर्हि त्रिपौरुषीकालेऽपूर्णेऽपि शुद्धं, आघातनं न शुध्यति, महाकाय 30 इत्यस्य व्याख्या - महाकाय इति पश्चार्धं, मूषकादिर्महाकायः सोऽपि मार्जारादिनाऽऽहतः यदि तमभिन्नमेव गिलित्वा गृहीत्वा वा षष्टेर्हस्तेभ्यो बहिर्गच्छति ततः केचिदाचार्या अस्वाध्यायिकं नेच्छन्ति, केचिदिच्छन्ति, विहितपक्षः पुनरस्वाध्यायिकमेवेति ।