________________
૨૦૨
* આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
૬૭.
ॲक्खिया खंभे आवडिया भग्गा, तत्थ एगंमि कुंडलजुयलं एगंमि देवदूसजुयलं, तुट्ठाए गहियाणि, एवं हारस्स उप्पत्ती । सेयणगस्स का उप्पत्ती ?, एगत्थ वणे हत्थिजूहं परिवस, तंमि जू गो हत्थी जाए जाए हत्थिचेल्लए मारेइ, एगा गुव्विणी हत्थिणिगासणियं२ ओसरित्ता एक्कल्लिया चरइ, अण्णा कयाइ तणपिंडियं सीसे काऊण तावसासमं गया, तेसिं तावसाणं पाएसु पडिया, तेहिं 5 णायं-सरणागया वराई, अण्णया तत्थ चरंती वियाया पुत्तं, हत्थिजूहेण समं चरंती छिदेण आगंतूण थणं देइ, एवं संवड्डइ, तत्थ तावसपुत्ता पुप्फजाईओ सिंचंति, सोवि सोंडाए पाणियं नेऊण सिंचइ, ताहे नामं कयं सेयणओत्ति, संवडिओ मयगलो जाओ, ताहे णेण सो जूहवई સુંદર હાર અને મને આ રમકડાં જેવા બે ગોળા આપ્યા એમ વિચારી) ગુસ્સે થયેલી નંદાએ હું નાની બાલિકા છું ? (કે જેથી આવા રમકડાં જેવા ગોળા મને આપે છે એમ વિચારી) બંને 10 ગોળા લઈને ફેંક્યા. બંને ગોળા થાંભલા સાથે અથડાતા તૂટી ગયા. તેમાં એક ગોળામાંથી કુંડલયુગલ અને એક ગોળામાંથી દિવ્યવસ્ત્રયુગલ નીકળ્યા. તે જોઈને ખુશ થયેલી નંદાએ તે ગ્રહણ કર્યાં. આ પ્રમાણે હારની પ્રાપ્તિ કેવી રીતે થઈ ? તે કહ્યું.
સેચનકહાથી કેવી રીતે પ્રાપ્ત થયો ? તે કહે છે – એક વનમાં હાથીઓનું જૂથ રહેતું હતું. તે જૂથમાં એક હાથી ઉત્પન્ન થયેલા નાના—નાના હાથીઓને મારી નાખે છે (કે જેથી તે જૂથનું 15 આધિપત્ય કોઈ બીજો હાથી મોટો થઈને લઈ ન લે.) તેવામાં એક ગર્ભવતી હાથિણી (જ્યારે આખું જૂથ ચરવા નીકળે ત્યારે જૂથમાંથી જુદા પડવા) ધીરે ધીરે ચાલતી ચાલતી પાછળ પડેલી એકલી ચરે છે. (આવું રોજ કરતી હોવાથી મુખ્ય હાથીને શંકા પણ પડતી નથી.) એક વાર આ રીતે ધીરે ધીરે જૂથથી પાછળ પડીને તે હાથિણી ઘાસના પુળાને પોતાના મસ્તક ઉપર મૂકીને તાપસોના આશ્રમમાં ગઈ.
ત્યાં તે તાપસોના પગમાં પડી. જેથી તાપસોએ જાણ્યું કે – આ બિચારી આપણા શરણે આવેલી છે. એકવાર ત્યાં ચરતી એવી તે હાથિણીએ પુત્રને જન્મ આપ્યો. (પોતાના પુત્રને આશ્રમમાં તાપસો પાસે મૂકી ખબર ન પડે એ રીતે તે જૂથમાં આવીને ભળી જતી.) હાથીના સમૂહ સાથે ચરતી તે અવસર જોઈને તેમાંથી છૂટી પડીને પુત્રને સ્તનપાન કરાવતી. આ પ્રમાણે ધીરે ધીરે તે બચ્ચું મોટું થાય છે. આશ્રમમાં તાપસપુત્રો પુષ્પોની જુદી જુદી જાતિઓને (=જુદા જુદા પુષ્પોને) 25 પાણી સિંચે છે. તે જોઈ હાથી પણ સૂંઢમાં પાણી ભરી પુષ્પોને સિંચે છે. તેથી તેનું નામ ‘સેચનક’
20
६७. आक्षिप्तौ स्तम्भे आपतितौ भग्नौ, तत्रैकस्मिन् कुण्डलयुगलमेकस्मिन् देवदुष्ययुगलं, तुष्टया गृहीतानि, एवं हारस्योत्पत्तिः । सेचनकस्य कोत्पत्तिः ? एकत्र वने हस्तियूथं परिवसति, तस्मिन् यूथे एको हस्ती जातान् जातान् हस्तिकलभान् मारयति, एका गुर्व्वी हस्तिनी शनैः शनैरपसृत्यैकाकिनी चरति, अन्यदा कदाचित् तृणपिण्डिकां शीर्षे कृत्वा तापसाश्रमं गता, तेषां तापसानां पादयोः पतिता, तैर्ज्ञातं - शरणागता 30 वराकी, अन्यदा तत्र चरन्ती प्रजनितवती पुत्रं, हस्तियूथेन समं चरन्ती अवसरे आगत्य स्तनं ददाति, एवं संवर्धते, तत्र तापसपुत्राः पुष्पजातीः सिञ्चन्ति, सोऽपि शुण्डया पानीयमानीय सिञ्चति, तदा नाम कृतं सेचनकइति, संवृद्धो मदकलो जातः, तदाऽनेन स यूथपतिः