________________
મોહનીયસ્થાનો (NIH.સૂત્ર) ૧૪૯ एवमबंभयारिंमि विभासा २६, जेणेविस्सरियं नीए-ऐश्वर्यं प्रापित इत्यर्थः, 'वित्ते' धणे तस्सेव संतिए लुब्भइ २७, तप्पभावुट्ठिए वावि-लोगसंमयत्तणं पत्ते तस्सेव केणइ पगारेण अंतरायं करेइ २८, सेणावइं रायाणुन्नायं वा चाउरंतसामियं पसत्थारं- लेहारियमाइ भत्तारं वा विहिंसइ रट्ठस्स वावि निगमस्स जहासंखं नायगं सेट्टिमेव वा, निगमो-वणिसंघाओ २९, अप्पस्समाणो माइट्ठाणेण पासामि अहं देवत्ति वा वए, 'अवन्नेणं च देवाणं' जह किं तेहिं कामगद्दहेहिं 5 जे अम्हं न उवकरेंति, महामोहं पकुव्वइ कलुसियचित्तत्तणओ ३०, अयमधिकृतगाथानामर्थः । एकत्रिंशद्भिः सिद्धादिगुणैः, क्रिया पूर्ववत्, सितं मातमस्येति सिद्धः, आदौ गुणा आदिगुणाः सिद्धस्यादिगुणाः सिद्धादिगुणाः, युगपद्भाविनो न क्रमभाविन इत्यर्थः, तानेवोपदर्शयन्नाह सङ्ग्रहणिकारः -
. पडिसेहेण संठाणवण्णगंधरसफासवेए य।
पणपणदुपणट्ठतिहा इगतीसमकायसंगरुहा ॥१॥ (૨૬) એ જ પ્રમાણે પોતે અબ્રહ્મચારી હોવા છતાં બ્રહ્મચારી કહે. (૨૭) જે શ્રેષ્ઠિ વિગેરેના કારણે પોતે ઐશ્વર્ય પામ્યો હોય તેના જ ધનને પડાવવાની ઇચ્છા રાખે. (૨૮) વળી તેનાથી જ પોતે ઉસ્થિત થયો હોય એટલે કે સમાજમાં આદરભાવને પામેલો હોય તો પણ તે શ્રેષ્ઠ વિગેરેનું સન્માન વિગેરે વધતું હોય ત્યારે તેમાં અંતરાય વિઘ્ન કરે. (અર્થાત્ તેવું કરે કે જેથી પોતાના 15 ઉપકારી એવા તે શ્રેષ્ઠિ વિગેરેનું ગૌરવ ન વધે પણ પોતાનું વધે.).
(૨૯) સેનાપતિને અથવા રાજાવડે અનુજ્ઞાત એવા સેનાના સ્વામીને, અથવા લેખાચાર્ય = કલાચાર્ય વિગેરેને, અથવા પતિને અથવા રાષ્ટ્રના નાયકને કે નિગમના શ્રેષ્ઠિને એટલે કે વેપારીસમૂહમાં જે મુખ્ય શ્રેષ્ઠિ હોય તેને મારે. (૩૦) દેવોને ન જોવા છતાં પણ માતૃસ્થાનથી= માયાથી હું દેવોને જોઉં છું' એમ બોલે અથવા “હું દેવ છું' એમ બોલે. (૩૧) દેવોની નિંદા 20 કરે જેમ કે, “જે આપણા પર ઉપકાર કરતા નથી તેવા કામવૃદ્ધ દેવોથી શું?” આવા પ્રકારની નિંદાદ્વારા કલુષિતચિત્તવાળા હોવાથી મહામોહકર્મને બાંધે છે. આ પ્રમાણે આ પ્રસ્તુત ગાથાઓનો અર્થ જાણવો.
# સિદ્ધના એકત્રીસ આદિગુણો ફ્રિ સિદ્ધના એકત્રીસ આદિગુણોની (અશ્રદ્ધા વિગેરેને કારણે જે અતિચાર.... વિગેરે) ક્રિયા પૂર્વની 25 જેમ જાણવી. બંધાયેલા આઠ કર્મો જેમના નાશ પામ્યા છે તે સિદ્ધ. શરૂઆતમાં = સિદ્ધત્વની સાથે પ્રાપ્ત થતાં જે ગુણો તે આદિગુણો. સિદ્ધના આદિગુણો તે સિદ્ધાદિગુણો અર્થાત્ સિદ્ધત્વની સાથે ઉત્પન્ન થયેલા ગુણો, પરંતુ ક્રમસર ઉત્પન્ન થયેલા નહીં. તે ગુણોને જ સંગ્રહણિકાર જણાવતા કહે છે ;
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.