SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવિરાધનાના પ્રકારો * ૨૭૭ व्यपलापः, अन्यसकाशेऽधीतमन्यं व्यपदिशति, अच्चासायणा-'काँया वया य तेच्चिय ते चेव माय अप्पमाया य | मोक्खाहिगारिगाणं जोइसजोणीहि किं कज्जं ? ॥ १ ॥ ' इत्यादि, अन्तरायं च सङ्खडास्वाध्यायिकादिभिः करोति, ज्ञानविसंवादयोगः अकालस्वाध्यायादिना, दर्शनं- सम्यग्दर्शनं तस्य विराधना दर्शनविराधना तया असावप्येवमेव पञ्चभेदा, तत्र दर्शनप्रत्यनीका क्षायिकदर्शनिनोऽपि श्रेणिकादयो नरकमुपगता इति निन्दया निह्नवः- दर्शनप्रभावनीयशास्त्राપેશવા પ્રવત્ દ્રવ્ય:, અત્યાશાતના—મિમિ: નહશાસ્ત્રિિત ?, અન્તરાયં પ્રાવત્, વર્ણનविसंवादयोगः शङ्कादिना, चारित्रं प्राग्निरूपितशब्दार्थं तस्य विराधना चारित्रविराधना तयाव्रतादिखण्डनलक्षणया ॥ 5 તે સમયે દર્શન ન હોવાથી અકેવલ છે. અને માટે કેવલજ્ઞાન પણ શોભન નથી. (આ પ્રમાણે પાંચ જ્ઞાનની નિંદાવડે જ્ઞાનની શત્રુતા કરનારને જ્ઞાનની વિરાધનાનો દોષ લાગે છે.) જ નિહ્નવ એટલે છૂપાવવું, અર્થાત્ અન્ય પાસે ભણ્યા હોય અને અન્યનું નામ આપવું. અતિ-આશાતના → જેમાં જુઓ તેમાં તે જ ષડ્જનિકાયની વાતો અને તે જ પાંચ-મહાવ્રતોની વાતો, તે જ પ્રમાદો અને તે જ અપ્રમાદો (કંઈ નવી વાતો તો આવતી જ નથી.) તથા મોક્ષ મેળવવા ઉદ્યમી બનેલા સાધુઓને જ્યોતિષશાસ્ત્રો કે યોનિપ્રામૃત વિગેરે શાસ્ત્રોનું શું કામ છે ? (અર્થાત્ સૂર્યાદિની સંખ્યા વિગેરેની કે યોનિની સંખ્યા વિગેરેની જાણકારીની મોક્ષ મેળવવા 15 નીકળેલા સાધુઓને ક્યાં જરૂર છે?) આવા પ્રકારના શબ્દો વિગેરે બોલવા, વિચારવા તે જ્ઞાનની અતિ-આશાતના છે. અંતરાય → ભણતા સાધુઓ સાથે ઝગડો કરવો, તેઓ ભણી ન શકે તે માટે અસજ્ઝાય વિગેરે કરવાદ્વારા અંતરાય ઊભો કરવો. જ્ઞાનવિસંવાદયોગ + અકાલમાં સ્વાધ્યાય કરવા વિગેરેદ્વારા જ્ઞાન સાથે વિસંવાદનો=વિપરીતપણાનો યોગ કરવો તે જ્ઞાનવિસંવાદયોગ. 10 20 દર્શન એટલે સમ્યગ્દર્શન, તેની વિરાધના તે દર્શનવિરાધના, તેના કારણે. દર્શનવિરાધના પણ જ્ઞાનવિરાધનાની જેમ પાંચ પ્રકારે છે. તેમાં દર્શનશત્રુતા → ક્ષાયિકદર્શનવાળા એવા પણ શ્રેણિક વિગેરે નરકમાં ગયા છે. આવા પ્રકારની દર્શનની નિંદા કરવાવડે દર્શનશત્રુતા જાણવી. નિર્ભવ → દર્શનપ્રભાવક એવા સમતિતર્ક વિગેરે શાસ્ત્ર જેની પાસે ભણ્યા હોય તેનું નામ લેવાને બદલે અન્યનું નામ લેવું. એ દર્શનીનો અપલાપ (=નિહ્નવપણું) જાણવો. અતિઆશાતના + આવા કલહશાસ્ત્રોને ભણીને શું કામ છે ? (દર્શનપ્રભાવક શાસ્ત્રોમાં ઈતરદર્શનીઓના મતનું ખંડન કરેલ હોવાથી કલહશાસ્ત્ર કહ્યા છે.) 25 અંતરાય પૂર્વની જેમ જાણવો. શંકા વિગેરે દ્વારા દર્શનવિસંવાદયોગ જાણવો. જેના શબ્દનો અર્થ પૂર્વે કહેવાઈ ગયેલ છે એવા તે ચારિત્રની વિરાધના તે ચારિત્રવિરાધના (એ પ્રમાણે સમાસ જાણવો.) અર્થાત્ વ્રત વિગેરેના ખંડનસ્વરૂપ ચારિત્રવિરાધનાના કારણે (જે અતિચાર.... પૂર્વવત્.) 30 १०. काया व्रतानि च तान्येव त एव प्रमादा अप्रमादाश्च । मोक्षाधिकारिणां ज्योतिर्योनिभिः किं कार्यम् ? ॥१॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy