________________
૪૦૪
કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૪)
એક લાક્ષાગૃહ કરાવી તેની અંદર સૂતેલા તેને બાળી નાંખું. જેથી લોકમાં મારો અપયશ ન થાય.’ એ પ્રમાણે વિચાર કરી તેણે લાક્ષાગૃહ કરાવ્યું અને તેને ચુનાથી ધોળાવ્યું. પછી પુષ્પફૂલરાજાની પુત્રી સાથે મોટા મહોત્સવથી તેને પરણાવ્યો. તે સઘળું ધનુમંત્રીએ જાણ્યું અને મનમાં વિચાર કર્યો કે આ પાપિણીએ પુત્રને મારવાનો ઉપાય કર્યો છે. પણ હું તેની રક્ષા કરવાનો ઉપાય કરું. 5 એ પ્રમાણે વિચાર કરી તેણે દીર્ઘરાજાની પાસે જઈને કહ્યું કે હે રાજન્ ! હું હવે વૃદ્ધ થયો છું. તેથી જો આપ આજ્ઞા આપો તો હું તીર્થયાત્રાએ જાઉં અને મારો પુત્ર વરધનુ આપની સેવા કરશે. એ સાંભળીને દીર્ઘરાજાએ વિચાર કર્યો કે આ મંત્રી દૂર રહ્યો કંઈક પણ વિપરીત ક૨શે, માટે તેને તો પાસે જ રાખવો સારો. એ પ્રમાણે મનમાં વિચાર કરી દીર્ઘરાજાએ કહ્યું કે તીર્થગમન કરવાનું શું કારણ છે ? અહીંઆ જ તીર્થરૂપ ગંગા છે, તેથી ગંગાને કિનારે દાનશાલામાં રહી 10 દાન પુણ્ય કરો, અન્યત્ર જવાથી શું વિશેષ છે ?' ધનુમંત્રીએ એ વાત કબૂલ કરી. પછી ગંગાને કિનારે દાનશાલામાં રહીને તેણે લાક્ષાગૃહથી બે ગાઉ સુધી સુરંગ ખોદાવી, અને વરધનુ મારફત પુષ્પસૂલરાજાને જણાવ્યું કે ‘આજ શયનભુવનમાં તમારી પુત્રીને બદલે સર્વ અલંકારોથી અલંકૃત કરીને કોઈ રૂપવતી દાસીને મોકલજો'. તેથી પુષ્પફૂલરાજાએ દાસીને મોકલી. બ્રહ્મદત્ત પોતાના પ્રાણપ્રિય મિત્ર વરધનુ સાથે શયનગૃહમાં આવ્યો. દાસી ત્યાં આવી. બ્રહ્મદત્ત તો એમ જ માને 15 છે કે આ મારી પ્રાણવલ્લભા છે. દાસીનું સ્વરૂપ તે જાણતો નથી. તે વખતે વરધનુએ શ્રૃંગાર ઉપ૨ કથા કહેવાનું શરું કર્યું. તે સાંભળવાના રસમાં મગ્ન થવાથી બ્રહ્મદત્તને પણ નિદ્રા આવી નહિ. હવે મધ્યરાત્રિએ સર્વલોકો સુઈ જતાં ચલણીરાણીએ આવીને લાક્ષાગૃહને આગ લગાડી. તે લાક્ષાગૃહને, ચોતરફથી બળતાં જોઈને બ્રહ્મદત્તે કહ્યું કે ‘હે મિત્ર ! હવે શું કરવું ?' ત્યારે વરધનુએ કહ્યું કે મિત્ર ચિંતા શા માટે કરો છો આ જગ્યા ઉપર પગનો પ્રહાર કરો. પછી બ્રહ્મદત્તે 20 પગના પ્રહારથી સુરંગનું બારણું ઉઘાડ્યું. બંને જણ પેલી સ્ત્રીને ત્યાં જ રહેવા દઈને તે માર્ગે
નાસી ગયા. સુરંગને છેડે મંત્રીએ પવનવેગી ઘોડા તૈયાર રાખ્યા હતા. બન્ને જણ તે બે ઘોડા ઉપર સવારી કરીને ભાગ્યા. પચાસ યોજન ગયા ત્યાં બંને ઘોડા અત્યંત શ્રમિત થવાથી મરી ગયા. તેથી તે બંને જણા પગે ચાલીને કોષ્ટકનગરે ગયા. ત્યાં કોઈ બ્રાહ્મણને ઘે૨ ભોજન લીધું અને તે બ્રાહ્મણની પુત્રી સાથે બ્રહ્મદત્ત પરણ્યો. પછી ઘણાં શહેરો અને ઘણાં ગામોમાં કોઈ ઠેકાણે 25 ગુપ્ત રીતે અને કોઈ ઠેકાણે પ્રગટપણે ફરતાં ફરતાં તે બ્રહ્મદત્ત અનેક સ્ત્રીઓને પરણ્યો. એ પ્રમાણે એકસો વર્ષ ભમ્યા. અનુક્રમે કાંપિલ્યપુરમાં આવી દીર્ઘ રાજાને મારી નાંખીને પોતાનું રાજ્ય લીધું. પછી છ ખંડ સાધીને તે બારમો ચક્રી થયો. કૃતિ ઉપદેશમાલા ભાષાન્તરમાંથી ઉદ્ધૃત.)
-