________________
૪૦૦ કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૪) તીર્થભૂમિઓની ફરસના કરવા નીકળેલા છીએ. અભયે પૂર્ણ ભાવથી તેમને કહ્યું કે, “આજે તમો મારા મહેમાન થાઓ.” તેઓએ કહ્યું કે, “આજે કલ્યાણક હોવાથી અમારે ઉપવાસ છે.” કોમલ મધુર વચનોથી કેટલીક ધર્મચર્ચાઓ કરી લાંબા સમય સુધી બેસી પોતાના સ્થાને ચાલી ગઈ. તેમના શ્રાવકપણાંના ગુણોથી આકર્ષાયેલો અભય બીજા દિવસે પ્રભાતે એકલો અશ્વારૂઢ થઈ તેમની 5 સમીપે ગયો અને કહ્યું કે, “આજે તો પારણું કરવા મારા ઘરે ચાલો.” તેઓ અભયને કહેવા લાગી
કે, “પ્રથમ તમે અહીં અમારે ત્યાં પારણું કરો.” એમ જ્યારે તેઓ બોલી, એટલે અભય વિચારવા લાગ્યો કે - “જો હું તેમના કહેવા પ્રમાણે અમલ નહીં કરીશ, તો નક્કી આ મારે ત્યાં નહીં આવે.' તેથી અભયે ત્યાં ભોજન કર્યું. મૂચ્છ પમાડનાર અનેક વસ્તુથી તૈયાર કરેલ મદિરાનું
પાન કરાવ્યું. એટલે સૂઈ ગયો. અશ્વ જોડેલા રથમાં સુવરાવી એકદમ પલાયન કરાવ્યો. બીજા 10 પણ આંતરે આંતરે ઘોડાઓ જોડેલાં રથો તૈયાર રખાવ્યા હતા. તેની પરંપરાથી અભયને ઉજ્જયિનીમાં
લાવ્યા અને ચંડપ્રદ્યોતરાજાને સમર્પણ કર્યો. અભયે પ્રદ્યોતને કહ્યું કે, “આમાં તમારી પંડિતાઈ ન ગણાય, કારણ કે, અતિકપટી એવી આ ગણિકાઓએ ધર્મના નામે મને ઠગ્યો છે.”
હવે પ્રદ્યોતરાજાને ચાર રત્નો ઘણા પ્રિય હતાં. ૧ શિવાદેવી, ૨. અગ્નિભીરુ નામનો રથ, ૩. અનલગિરિ હાથી. અને ૪. લોહજંઘ નામનો લેખવાહક (દૂત). તેને જો ઉજ્જયિનીથી દિવસે 15 સવારે રવાના કર્યો હોય, તો ૨૫ યોજન દૂર રહેલ ભરૂચ નગરે સંધ્યા સમયે પહોંચી જાય. હવે
ભરૂચ નિવાસી લોકો વિચારવા લાગ્યા કે, “આ પવનવેગને મારી નાખો, કારણ કે બીજો કોઈ ગણતરી કરાય તેટલા લાંબા દિવસે ઉજ્જયિનીથી અહીં આવે છે. જ્યારે આ લોહજંઘ તરત આવીને વારંવાર રાજાની આજ્ઞા લાવીને આપણને હેરાન પરેશાન કરે છે. તેથી લોહજંઘને ભરૂચવાસીઓ
માર્ગમાં ખાવા માટે ભાતું આપવા લાગ્યા. તે લેવા ઇચ્છો ન હતો, છતાં પરાણે અપાવ્યું. તેમાં 20 ખરાબ દ્રવ્યો મેળવીને લાડવારૂપ તેને બનાવ્યું. તેનાથી એક કોથળી ભરીને કેટલાક યોજન ગયા
પછી ભોજન કરવા તૈયારી કરવા લાગ્યો. કોઈક પક્ષીએ તેને અટકાવ્યો. તેથી ઊભો થઈને ફરી ઘણે દૂર જઈને ખાવા લાગ્યો, તો ત્યાં પણ એવી રીતે ખાતાં અટકાવ્યો. એ જ પ્રમાણે ત્રીજી વખત પણ તેને લાડવો ખાતાં રોક્યો, વિચાર્યું કે આમાં કંઈ પણ અત્યંતર કારણ હોવું જોઈએ.
પ્રદ્યોતરાજાના ચરણ-કમળ પાસે જઈ પોતાનું કરેલું કાર્ય નિવેદન કર્યું. તથા ભોજનમાં વારંવાર 25 કેમ વિક્ષેપ આવ્યો ? તે માટે રાજાએ અભયને બોલાવીને પૂછ્યું. અભયે કહ્યું “આમાં ખરેખર
ખરાબ દ્રવ્યો ભેગાં કરીને લાડવો બનાવ્યો છે અને તે દ્રવ્યોના સંયોગથી દષ્ટિવિષ સંર્પ ઉત્પન્ન થયો છે.” તે કોથળી ઉઘાડતાં જ સાચેસાચ તે પ્રગટ દેખાયો. હવે આ સર્પનું શું કરવું? “અવળા મુખે અરણ્યમાં તેને છોડી દેવો.' મૂક્તાની સાથે જ તેની પોતાની દૃષ્ટિથી વનો બળીને ભસ્મ
બની ગયાં, તેમજ અંતર્મુહૂર્તમાં તે મરી ગયો. એટલે પ્રદ્યોતરાજા અભય ઉપર પ્રસન્ન થયો 30 અને કહ્યું કે, “બંધનમુક્તિ સિવાય બીજું વરદાન માગ, તો અભયે કહ્યું કે “હાલ આપની પાસે
થાપણ તરીકે અનામત રાખી મૂકો.”