________________
૩૧૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
રામ: પ્રમાસિદ્ધ, કચ્છ ઉg fUGર્ત અn” इत्यादि, तस्मिन् परिणामे सति, अयमत्र भावार्थः-परिणामे सति तस्य नित्यानित्याद्यनेकरूपत्वाद् द्रव्यगुणपर्यायाणामपि भेदाभेदसिद्धेः, अन्यथा सकलसंव्यवहारोच्छेदप्रसङ्गाद्, एकान्तपक्षेणान्यत्वानन्यत्वयोरनभ्युपगमाद्, इत्थं चैकत्वानेकत्वपक्षयोः कर्तुकर्मकरणव्यवस्था5 सिद्धेः 'आत्मा' जीव: सामायिकमेव तु प्रसिद्धिः, तथाहि-न तदेकान्तेन अन्यत् तद्गुणत्वान्न
चानन्य- द्गुणत्वादेवेति, इत्थं चैतदङ्गीकर्तव्यम्, अन्यथा गुणगुणिनोरेकान्तभेदे विप्रकृष्टगुणमात्रोपलब्धौ प्रतिनियतगुणिविषय एव संशयो न स्यात्, तदन्येभ्योऽपि तस्य भेदाविशेषात्, दृश्यते च यदा कश्चिद्धरिततरुतरुणशाखाविसररन्ध्रोदरान्तरतः किमपि शुक्लं पश्यति तदा किमियं
કારણથી પ્રમાણથી સિદ્ધ તે પરિણામ પંડિતોને ઈષ્ટ છે. ll૧” ભાવાર્થ આ પ્રમાણે છે કે- આત્માનો 10 પરિણામ હોવાથી (એટલે કે આત્મા પરિણામી હોવાથી) આત્માના નિત્ય-અનિત્ય વિગેરે અનેક
રૂપો છે અને આ અનેક રૂપો દ્રવ્ય,ગુણ, પર્યાયોનો પરસ્પર ભેદ-અભેદ સિદ્ધ હોવાથી સિદ્ધ થાય છે. અન્યથા = જો દ્રવ્યાદિનો પરસ્પર ભેદાભેદ ન હોય તો સકલ વ્યવહારનો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. (કેવી રીતે? તે આગળ બતાવશે.) કારણ કે એકાંતે ભેદ કે એકાંતે અભેદ સ્વીકારેલો
નથી. આ પ્રમાણે ભેદ-અભેદ પક્ષમાં કર્તા, કર્મ અને કરણ વ્યવસ્થા સિદ્ધ થતી હોવાથી આત્મા 15 સામાયિક જ છે એ પ્રમાણે શંકાનું સમાધાન જાણવું.
તે આ પ્રમાણે - સામાયિક આત્માથી એકાંતે જુદુ નથી કારણ કે તે આત્માનો ગુણ છે. તથા આત્માથી એકાંતે અભેદ પણ નથી કારણ કે તે આત્માનો જ. ગુણ છે. અમે જે કહ્યું છે એ પ્રમાણે જ સ્વીકારવું. અન્યથા જો ગુણ-ગુણીનો એકાંતે ભેદ માનશો તો, દૂરથી કાળો વર્ણ દેખાતા ચોક્કસ
એવા ગુણીનો (એટલે કે આ કાગડો છે કે કોયલ છે ? એમ ચોક્કસ પંખી માટેનો) જે સંશય થાય 20 છે તે થવો જોઈએ નહિ કારણ કે તે ચોક્કસ ગુણી કરતા અન્ય ગુણીઓથી પણ તે ગુણનો ભેદ સરખો
જ છે. (આશય એ છે કે ગુણી એવો કાગડો કે કોયલથી કૃષ્ણવર્ણરૂપ ગુણનો જો તમે એકાંતે ભેદ માનશો તો જેમ કાગડા કે કોયલથી કૃષ્ણવર્ણનો ભેદ છે, તેમ કાગડા-કોયલ સિવાયના બીજા કબૂતર વિગેરે પક્ષીઓથી પણ તે કૃષ્ણવર્ણનો ભેદ સમાન જ છે.
તેથી દૂરથી કૃષ્ણવર્ણને જોઈને વ્યક્તિને કાગડા કે કોયલ માટેનો જ સંશય જે થાય છે તે થવો 25 જોઈએ નહિ અર્થાત્ કબૂતરાદિ પક્ષીઓ માટે પણ તે સંશય થવો જોઈએ કે આ કબૂતર છે કે પોપટ
છે ? કારણ કે કબૂતરાદિ પક્ષીઓથી કૃષ્ણવર્ણનો ભેદ કાગડાદિની જેમ સમાન જ છે. પરંતુ આવા જુદા જુદા સંશય થતાં નથી, પણ ચોક્કસ ગુણીવિષયક સંશય જ થતો દેખાય છે. જેમ કે, જ્યારે કોઈ વ્યક્તિ લીલાછમ વૃક્ષની લીલીછમ ડાળીઓના સમૂહ વચ્ચેના કાણાંઓમાંથી કંઈક સફેદવસ્તુ
જુએ છે, ત્યારે શું આ સફેદ ધજા છે કે સફેદ બગલો છે ? એ પ્રમાણે ચોક્કસ ગુણી વિષયક સંશય 30 થતો દેખાય છે, પરંતુ જો ગુણ-ગુણી વચ્ચે એકાંતે ભેદ માનો તો આવો સંશય થાય નહિ માટે ગુણ
ગુણી વચ્ચે એકાંતે ભેદ નથી.
★ तद्ग्रहणत्वा०