________________
૩૧૪
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
परस्परतः कुलालघटदण्डादीनामिवान्यत्वम्, आहोश्विदनन्यत्वमेवेति ?, उभयथाऽपि दोषः, कथम् ?, अन्यत्वे सामायिकवतोऽपि तत्फलस्य मोक्षस्याभाव:, तदन्यत्वाद्, मिथ्यादृष्टेरिव, अनन्यत्वे तु तस्योत्पत्तिविनाशाभ्यामात्मनोऽप्युत्पत्तिविनाशप्रसङ्ग इति, अनिष्टं चैतत् तस्यानादिमत्त्वाभ्युपगमादित्याक्षेपश्चालनेति गाथार्थः ॥ १०३४ ॥ विजृम्भितं चात्र भाष्यकारेण - " अन्नत्ते समभावा5 भावाओ तप्पओयणाभावो । पावइ मिच्छस्स व से सम्मामिच्छाविसेसो य ॥१॥ अहव मईभित्रेणवि धणेण सधणोत्ति होइ ववएसो । सधणो य धणाभागी जह तह सामाइयस्सामी ॥२॥
ओ जीवगुण सामइयं तेण विफलता तस्स । अन्नत्तणओ जुत्ता परसामइयस्स वाऽफलता તથા ‘ચ' શબ્દથી કર્મ આ ત્રણેનો કુંભાર,ઘટ, દંડાદિની જેમ પરસ્પર ભેદ છે કે અભેદ છે ? બંને વિકલ્પો ઘટતા નથી કારણ કે ભેદ કે અભેદ બંને પક્ષમાં દોષ છે. કેવી રીતે ? તે કહે 10 છે - જો ત્રણેનો પરસ્પર ભેદ માનશો અર્થાત્ કર્તા, કર્મ અને કરણ ત્રણે જુદા માનશો તો જેમ મિથ્યાત્વી જીવ સામાયિકરૂપ કર્મથી જુદો હોવાથી સામાયિકનું મોક્ષરૂપ ફળ પામતો નથી, તેમ સામાયિકવાળો જીવ પણ સામાયિકરૂપ કર્મથી જુદો હોવાથી મોક્ષરૂપ ફળ પામશે નહિ. હવે જો ત્રણેનો પરસ્પર અભેદ માનો તો, સામાયિકની ઉત્પત્તિ-વિનાશ દ્વારા (અર્થાત્ આત્મામાં સામાયિકના પરિણામો ઉત્પન્ન થાય કે તે પરિણામો નાશ પામે ત્યારે) સામાયિકનો આત્મા સાથે અભેદભાવ 15 હોવાથી આત્માના પણ ઉત્પત્તિ - વિનાશ માનવાનો પ્રસંગ આવે. પરંતુ આત્માના ઉત્પત્તિ-વિનાશ એ મનાય નહિ કારણ કે આત્માને અનાદિ તરીકે સ્વીકારેલો છે. આ પ્રમાણે આક્ષેપ એટલે કે ચાલના (પ્રશ્ન) કહી. ll૧૦૩૪॥ આ વિષયમાં ભાષ્યકારે કહ્યું છે કે
“જો ભેદ માનવામાં આવે તો મિથ્યાત્વીની જેમ સમભાવનો અભાવ થવાથી સામાયિકના પ્રયોજનરૂપ મોક્ષનો અભાવ તે જીવને પ્રાપ્ત થશે. વળી સામાયિક કરનાર સમ્યક્ત્વી છે અને 20 બીજા મિથ્યાત્વી છે એવો તફાવત પણ રહેશે નહિ, બંને સમાન જ બની જશે કારણ કે બંનેના સામાયિક ભિન્ન છે. I॥૧॥ અથવા જો એવી તમારી મતિ હોય કે -જુદા એવા પણ ધનવડે ધનવાન એવો વ્યવહાર થાય છે તથા તે ધનવાન ધનનો આભાગી પણ બને છે તેમ સામાયિકનો સ્વામી પણ મોક્ષરૂપ ફળનો આભાગી બને એમાં શું વાંધો છે ? ॥૨॥ આવી તમારી મતિ યોગ્ય નથી કારણ કે સામાયિક એ જીવનો ગુણ છે. તેથી જો તેને જીવથી ભિન્ન માનો તો, જેમ એકનું સામાયિક 25 બીજાથી ભિન્ન હોવાથી તે સામાયિક બીજા માટે નિષ્ફળ છે. તેમ સામાયિક કરનારથી પણ ભિન્ન હોવાથી તે સામાયિક કરનાર વ્યક્તિ માટે પણ નિષ્ફળ બની જાય છે. (ધન એ ધનવાનનો ગુણ ન હોવાથી ભિન્ન હોવા છતાં ધનનો આભાગી બને છે.) IIII વળી જો કર્તાથી સામાયિક ભિન્ન
-
१५. अन्यत्वे समभावाभावात् तत्प्रयोजनाभावः । प्राप्नोति मिथ्यादृष्टेरिव तस्य सम्यक्त्वमिथ्यात्वाविशेषश्च ॥ १ ॥ अथ च मतिः- भिन्नेनापि धनेन सधन इति भवति व्यपदेशः । सधनश्च धनाभागी यथा तथा 30 सामायिकस्वामी ॥२॥ तन्न यतो जीवगुणः सामायिकं तेन विफलता तस्य । अन्यत्वात् युक्ता परसामायिकस्य
વાડ( ઘેવા)નતા રૂા