________________
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) संघायभेअतदुभयकरणं इंदाउहाइ पच्चक्खं ।
अअणुमाईणं पुण छउमत्थाईणऽपच्चक्खं ॥ १५५॥ ( भा० )
व्याख्या : सङ्घातभेदतदुभयैः करणं संघातभेदतदुभयकरणम् इन्द्रायुधादिस्थूलमनन्तपुद्गलात्मकं प्रत्यक्षं, चाक्षुषमित्यर्थः, द्व्यणुकादीनाम्, आदिशब्दात्तथाविधानन्ताणुकान्तानां पुनः करणमिति 5 वर्तते, किं ?, छद्मस्थादीनाम् आदिशब्दः स्वगतानेकभेदप्रतिपादनार्थ इति, अप्रत्यक्षम् - अचाक्षुषमिति ગાથાર્થ: ॥
उक्तं विश्रासाकरणम्, अधुना प्रयोगकरणं प्रतिपादयन्नाह -
जीवमजीवे पाओगिअं च चरमं कुसुंभरागाई । जीवप्पओगकरणं मूले तह उत्तरगुणे अ ॥ १५६ ॥ ( भा० )
व्याख्या : इह प्रायोगिकं द्वेधा - जीवप्रायोगिकमजीवप्रायोगिकं च, प्रयोगेन निर्वृत्तं प्रायोगिकं, चरमम्- अजीवप्रयोगकरणं कुसुम्भरागादि, आदिशब्दाच्छेषवर्णादिपरिग्रहः ॥ एवं तावदल्पवक्तव्यत्वादभिहितमोघतोऽजीवप्रयोगकरणमिति, अधुना जीवप्रयोगकरणमाह-जीवप्रयोगकरणं द्विप्रकारं - ગાથાર્થ : છદ્મસ્થોને ઇન્દ્રધનુષાદિરૂપ સંઘાત-ભેદ-તદુભયકરણ ચાક્ષુષકરણ જાણવું. વળી ચણુકાદિનું (કરણ) અપ્રત્યક્ષ = અચાક્ષુષ જાણવું.
ટીકાર્થ : સંઘાત (ભેગું થવું), ભેદ (છૂટા પડવું) અને તદુભય (સંઘાત-ભેદ ઉભય)વડે જે કરણ=થવું, તે સંઘાતભેદતદુભયકરણ કહેવાય છે. અનંત પુદ્ગલાત્મક સ્થૂલ એવું ઇન્દ્રધનુષાદિ એ સંઘાતભેદતદુભય કરણ જાણવું. (તે આ રીતે કે આવા ઇન્દ્રધનુષમાં કો'ક સ્થાને પુદ્ગલો આવીને જોડાય છે. કો'ક સ્થાનેથી પુદ્ગલો છૂટા પડે છે. વળી કો'ક પ્રદેશમાં સંઘાત-ભેદ બંને થાય છે. તેથી ઇન્દ્રધનુષાદિ સંઘાતભેદતદુભયાત્મક કરણ કહેવાય છે.) આં કરણ છદ્મસ્થજીવોને 20 પ્રત્યક્ષ = ચાક્ષુષ હોય છે. ચણુકાદિનું, અહીં ‘આદિ’ શબ્દથી તેવા પ્રકારના અનંત અણુઓવાળા સ્કંધોનું જે કરણ, તે છદ્મસ્થાદિજીવોને અપ્રત્યક્ષ = અચાક્ષુષ હોય છે. ‘છદ્મસ્થાદિ’ અહીં રહેલ ‘આદિ’ શબ્દ સ્વગત અનેકભેદનું પ્રતિપાદન કરવા માટે છે. (અર્થાત્ છદ્મસ્થજીવોના અનેક પ્રકાર જણાવનારો છે. આવા અનેક પ્રકારના છદ્મસ્થજીવોને ચણુકાદિથી લઈ અનંત અણુઓવાળા સ્કંધો સુધીનું કરણ અપ્રત્યક્ષ હોય છે.) ૧૫૫
25
10
૨૬૦
15
અવતરણિકા : વિશ્વસાકરણ કહ્યું, હવે પ્રયોગકરણનું પ્રતિપાદન કરતાં કહે છે ગાથાર્થ ઃ જીવપ્રાયોગિક અને અજીવપ્રાયોગિક એ બે પ્રકારે પ્રયોગકરણ છે. તેમાં કુસુંભરાગાદિ ચરમ = અજીવપ્રાયોગિક જાણવું. જીવપ્રાયોગિક કરણ બે પ્રકારે છે. મૂલગુણકરણ અને ઉત્તરગુણકરણ. ટીકાર્થ : પ્રયોગવડે જે થયેલું હોય તે પ્રાયોગિક કહેવાય છે. તે બે પ્રકારે છે – જીવ પ્રાયોગિક (જીવના વ્યાપારથી થયેલું હોય) અને અજીવપ્રાયોગિક (અજીવના વ્યાપારથી થયેલું હોય.) તેમાં 30 ચરમ = અજીવપ્રાયોગિક તરીકે કુસુંભરાગ વિગેરે જાણવું. ‘આદિ' શબ્દથી શેષ વર્ણીદે જાણવા. (આનો ભાવાર્થ આગળની ગાથામાં બતાવશે.) આ પ્રમાણે ઓછું કહેવાનું હોવાથી પ્રથમ સામાન્યથી અજીવપ્રયોગકરણ કહ્યું. હવે જીવપ્રયોગકરણ કહે છે જીવપ્રયોગકરણ બે પ્રકારે