________________
૮૦ આવશ્યકનિયુક્તિ -હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ज्ञानार्थं, तादर्थ्य चतुर्थी, तेषां हि भगवद्वदननिर्गतं सामायिकशब्दं श्रुत्वा तदर्थविषयं ज्ञानमुत्पद्यत इति भावना, तत्तु ज्ञानं 'सुन्दरमङ्गलभावानां' शुभेतरपदार्थानां 'उवलद्धी' त्ति उपलब्धयेउपलब्धिनिमित्तमिति गाथार्थः ॥ सा च सुन्दरमङ्गलभावोपलब्धिः प्रवृत्तिनिवृत्त्योः कारणम्, आह च
होइ पवित्तिनीवित्ती संजमतव पावकम्मअग्गहणं ।।
कम्मविवेगो य तहा कारणमसरीरया चेव ॥ ७४६ ॥ व्याख्या : शुभेतरभावपरिज्ञानाद्भवतः 'प्रवृत्तिनिवृत्ती' शुभेषु प्रवृत्तिर्भवतीतरेभ्यो निवृत्तिरिति, ते च प्रवृत्तिनिवृत्ती 'संयमतव' इति संयमतपसोः कारणं, तत्र निवृत्तिकारणत्वेऽपि संयमस्य
प्रागुपादानमपूर्वकर्मागमनिरोधोपकारेण प्राधान्यख्यापनार्थं, तत्पूर्वकं च वस्तुतः सफलं तपः, 10 જ્ઞાન માટે તેઓ સામાયિક સાંભળે છે, કારણ કે ભગવાનના મુખમાંથી નીકળેલા સામાયિકશબ્દને
સાંભળી તેઓને સામાયિકના અર્થવિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જ્ઞાન શુભાશુભપદાર્થોની જાણકારીનું કારણ બને છે. અર્થાત્ શું શુભ છે? અને શું અશુભ છે? તે આ જ્ઞાનથી જણાય છે.) Il૭૪પી
અવતરણિકા આ શુભાશુભ પદાર્થોની જાણકારી શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિનું 15 કારણ બને છે. આ જ વાતને કહે છે કે
ગાથાર્થ (ઉપરોક્ત જ્ઞાનથી) પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય છે. તેનાથી સંયમ-તપ આવે છે. તેનાથી પાપકર્મનું અગ્રહણ અને નિર્જરા થાય છે. તે નિર્જરા અશરીરતાનું કારણ છે.
ટીકાર્ય શુભાશુભભાવોના પરિજ્ઞાનથી શુભમાં પ્રવૃત્તિ અને અશુભોથી નિવૃત્તિ થાય છે. તે પ્રવૃત્તિ-નિવૃત્તિ સંયમ અને તપનું કારણ છે. 20 (શંકાઃ “પ્રવૃત્તિ-નિવૃત્તિ” શબ્દમાં “નિવૃત્તિ” શબ્દ પછી છે. તેથી નિવૃત્તિથી પ્રાપ્ત થતું સંયમ પણ “સંયમ-તપ” શબ્દમાં પછી મૂકવાને બદલે પ્રથમ શા માટે મૂક્યું ?).
સમાધાન : જો કે સંયમ નિવૃત્તિથી પ્રાપ્ત થાય છે. (અહીં નિવૃત્તિરપત્તેિવિ શબ્દમાં “નિવૃત્તિ એ જ કારણ છે જેનું એવું સંયમ” એ પ્રમાણે સમાસ જાણવો) છતાં પણ “સંયમ
તપ” શબ્દમાં સંયમ શબ્દનું જે પ્રથમ ઉપાદાન કર્યું છે. તે અપૂર્વકર્મોના આગમનને અટકાવવા 25 દ્વારા સંયમ ઉપકારી હોવાથી સંયમનું પ્રાધાન્ય દેખાડવા કર્યું છે. વળી, સંયમપૂર્વકનો તપ જ ખરેખર સફળ થાય છે,
(શંકા ? જો આ રીતે સંયમની પ્રધાનતા હોય તો તેનું કારણ એવી નિવૃત્તિનો “પ્રવૃત્તિનિવૃત્તિ” શબ્દમાં પ્રથમ મૂકવાને બદલે પછી કેમ ઉપન્યાસ કર્યો છે ?)
સમાધાનઃ સંયમના કારણનો જે બીજા ક્રમે ઉપવાસ કર્યો છે તે “સંયમ હોવા છતાં પણ 30 २५. संयमोऽनाश्रवफलः तपो व्यवदानफलं ।