SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ક્ષપણોપસંપદા (નિ. ૭૧૯) 'च क्षपको द्विविधः - इत्वरो यावत्कथिकश्च, यावत्कथिक उत्तरकालेऽनशनकर्त्ता, इत्वरस्तु द्विधा - विकृष्टक्षपकोऽविकृष्टक्षपकश्च तत्राष्टमादिक्षपको विकृष्टक्षपकः, चतुर्थषष्ठक्षपकस्त्वविकृष्ट इति । तत्रायं विधिः–अविकृष्टक्षपकः खल्वाचार्येण प्रष्टव्यः - हे आयुष्मन् ! पारणके त्वं कीदृशो भवसि ?, यद्यसावाह—ग्लानोपमः, ततोऽसावभिधातव्यः - अलं तव क्षपणेन, स्वाध्यायवैयावृत्यकरणे यत्नं कुरू, इतरोऽपि पृष्टः सन्नेवमेव प्रज्ञाप्यते, अन्ये तु व्याचक्षते - विकृष्टक्षपकः पारणककाले 5 ग्लानकल्पतामनुभवन्नपीष्यत एव यस्तु मासादिक्षपको यावत्कथिको वा स इष्यत एव तत्राप्याचार्येण गच्छः प्रष्टव्यो - यथाऽयं क्षपक उपसम्पद्यत इति, अनापृच्छ्य गच्छं सङ्गच्छतः सामाचारीविराधना, यतस्ते सन्दिष्टा अप्युपधिप्रत्युपेक्षणादि तस्य न कुर्वन्ति, अथ पृष्टा ब्रुवतेयथाऽस्माकं एकः क्षपकोऽस्त्येव, तस्य क्षपणपरिसमाप्तावस्य करिष्यामः, ततोऽसौ ध्रियते, अथ नेच्छन्ति ततस्त्यज्यते, अथ गच्छस्तमप्यनुमन्यते ततोऽसाविष्यत एव तस्य च विधिना 10 ★ ક્ષપણા—ઉપસંપદા * હવે ક્ષપણા-ઉપસંપદા કહેવાય છે-ચારિત્રનિમિત્તે કોઈ સાધુ તપ કરવા માટે અન્યની નિશ્રા સ્વીકારે છે. તે તપસ્વી બે પ્રકારે હોય છે - અલ્પકાલિન અને યાવજ્જીવક. યાવજ્જીવ તપ કરનાર પાછળથી અનશન કરનારો જાણવો. જ્યારે ઇત્વરકાલિન તપસ્વી બે પ્રકારે છે - વિકૃષ્ટતપસ્વી અને અવિત્કૃષ્ટતપસ્વી. તેમાં અઠ્ઠમાદિ તપ કરનાર વિકૃષ્ટતપસ્વી અને ઉપવાસ-છઠ્ઠ કરનાર 15 અવિકૃષ્ટતપસ્વી. આવા તપસ્વી જ્યારે નિશ્રા સ્વીકારવા આવે ત્યારની વિધિ આ પ્રમાણે જાણવી – તે સમયે આચાર્ય અવિકૃષ્ટતપસ્વીને પૂછે છે કે “આયુષ્મન્ ! પારણા સમયે તમારી કેવી હાલત હશે ?' ત્યારે જો તે કહે કે— “ગ્લાન જેવો થઈશ.' તો આચાર્ય તેને કહે કે—“તમારે ઉપવાસાદિ તપ કરવાની જરૂર નથી. સ્વાધ્યાય કે વૈયાવૃત્ય કરવામાં યત્ન કરો.” વિકૃષ્ટતપસ્વીને પણ આ રીતે જ કહેવા યોગ્ય છે 20 કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે વિકૃષ્ટતપસ્વી પારણે ગ્લાન જેવો થવા છતાં સ્વીકારાય છે, અર્થાત્ ઉપસંપદા અપાય છે. જ્યારે માસાદિનો તપસ્વી કે યાવજ્જીવ તપસ્વી (અનશની) હોય તે તો (બંને આચાર્યોના મતે) ઇચ્છાય છે. આવા તપસ્વીને જ્યારે નિશ્રા આપવાની હોય ત્યારે પણ આચાર્યે ગચ્છને પૂછવું જોઈએ કે-“આ તપસ્વી ગચ્છમાં રહેવા માગે છે.” ગચ્છને પૂછ્યા વગર જો આચાર્ય તપસ્વીને સ્વીકારે તો સામાચારીનો ભંગ કર્યો કહેવાય છે. પરિણામે 25 તે શિષ્યો આચાર્યવડે આજ્ઞા અપાયેલા છતાં પણ તપસ્વીનું ઉપધિપડિલેહણાદિ કાર્ય ન કરે. (તેથી આચાર્યે પોતાના ગચ્છને પૂછીને જ તપસ્વીને સ્વીકારવો જોઈએ.) હવે જો પૂછાયેલા શિષ્યો કહે કે - “પ્રથમથી જ આપણા ગચ્છમાં એક તપસ્વી તો છે જ, આનો તપ પૂર્ણ થયા પછી જ અમે આ અન્ય તપસ્વીની સેવાદિ કરીશું.” તો અન્ય તપસ્વીને ત્યાં સુધી રાહ જોવાનું કહે છે. વળી જો શિષ્યો અન્ય તપસ્વીની સેવાદિ કરવાનું ઇચ્છતાં ન 30 હોય તો તપસ્વીને પાછો મોકલી આપે. જો શિષ્યો તે તપસ્વીની પણ સેવા કરવા તૈયાર હોય તો તે તપસ્વીને પણ સ્વીકારવામાં આવે છે અને વિધિવડે સ્વીકારાયેલા એવા તેનું પડખું ફેરવવું
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy