SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) विषयमवगन्तव्यमिति, एतदर्थमुपसम्पद्यते, तत्र वर्तना प्राग्गृहीतस्यैवास्थिरस्य सूत्रादेर्गुणनमिति, सन्धना तु तस्यैव प्रदेशान्तरविस्मृतस्य मेलनं घटना योजना इत्यर्थः, ग्रहणं पुनः तस्यैव तत्प्रथमतया आदानमिति, एतत्त्रितयं सूत्रार्थोभयविषयं द्रष्टव्यम्, एवं ज्ञाने नव भेदाः, दर्शनेऽपि दर्शनप्रभावनीयशास्त्रविषया एत एव द्रष्टव्या इति, अत्र च सन्दिष्टः सन्दिष्टस्योपसम्पद्यते 5 इत्यादिचतुर्भङ्गिका, प्रथमः शुद्धः शेषास्त्वशुद्धा इति, “द्विविधा च चारित्रार्थाये ति यदुक्तं तत्प्रदर्शनायाह-वेयावच्चे खमणे काले आवकहाइ य' चारित्रोपसम्पद् वैयावृत्यविषया क्षपणविषया च, इयं च कालतो यावत्कथिका च भवति, चशब्दादित्वरा च भवति, एतदुक्तं भवतिचारित्रार्थमाचार्याय कश्चिद्वैयावृत्त्यकरत्वं प्रतिपद्यते, स च कालत इत्वरो यावत्कथिकश्च (क्षपकोऽपि उपसंपद्यते द्विधा इत्वरो यावत्कथिकश्च) भवतीति गाथासमासार्थः ॥ 10 साम्प्रतमयमेवार्थो विशेषतः प्रतिपाद्यते तत्रापि सन्दिष्टेन सन्दिष्टस्योपसम्पदातव्येति मौलिकोऽयं આ ત્રણ માટે સાધુ બીજાની નિશ્રા સ્વીકારે છે. તેમાં વર્તન એટલે પૂર્વે ગ્રહણ કરાયેલા, પરંતુ હજુ અસ્થિર (અર્થાત્ પોતાના નામની જેમ કંઠસ્થ નહીં થયેલા) એવા સૂત્રાદિનું (પોતાના નામની જેમ કંઠસ્થ કરવા) પુનરાવર્તન કરવું. (અહીં પુનરાવર્તન કરતા કરતા વચ્ચે ક્યાંક સ્કૂલના થાય, તે સ્કૂલનાને દૂર કરવા ગુરુ વગેરેની નિશ્રામાં જવું પડે અથવા પોતે જે પુનરાવર્તન કરે છે, તે 15 બરાબર છે કે નહીં ?તે પણ સ્થિર થયા વિના ખબર ન પડે. એટલે સ્કૂલના છે કે નહીં ? તે જાણવા પણ જવું પડે. કારણ કે પૂર્વે પુસ્તકાદિ હતા નહીં.) . સંધના એટલે અમુક-અમુક સ્થાને તદ્દન ભૂલાઈ ગયેલા એવા તે જ સૂત્રાદિનું પુનઃ જોડાણ કરવું. ગ્રહણ એટલે તે સૂત્રાદિને પ્રથમ વખત ભણવું. આ ત્રણે સૂત્ર–અર્થ અને ઉભય માટે જાણવા યોગ્ય છે. આ પ્રમાણે જ્ઞાનમાં નવ ભેદો થયા (સૂત્ર—અર્થ અને ઉભય આ ત્રણેના વત્તર્નાદિ ૩– 20 ૩ ગણતા નવ ભેદ થાય). આ જ રીતે દર્શનમાં પણ દર્શનપ્રભાવક એવા સમ્મતિતકદિશાસ્ત્રવિષયક આ નવ ભેદો જાણી લેવા. અહીં સંદિષ્ટ (ગુરુવડે અનુજ્ઞા અપાયેલ શિષ્ય) સંદિષ્ટની (ગુરુએ જેની નિશ્રા સ્વીકારવાનું કહ્યું તે આચાર્યની) ઉપસંપદા સ્વીકારે વગેરે ચાર ભાંગા છે. તેમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે, શેષ અશુદ્ધ જાણવા. (આ ચાર ભાંગાઓ આગળની ગાથામાં કહેવાશે). 25 પૂર્વે જે કહ્યું કે “ચારિત્ર માટે બે પ્રકારે” તે પ્રકાર બતાવવા માટે કહે છે– વૈયાવચ્ચ અને વિશિષ્ટતા માટે ચારિત્રોસંપદા સ્વીકારાય છે અને તે કાલથી માવજીવ તથા “ચ” શબ્દથી ઇત્વરકાલિક હોય છે, અર્થાત્ કોઈક સાધુ ચારિત્ર માટે આચાર્યની વૈયાવચ્ચ કરનાર તરીકે ઉપસંપદાને સ્વીકારે છે. તે કાલથી ઈવર અને માવજીવ હોય છે. (વિશિષ્ટ તપ કરનાર પણ બે પ્રકારે ઉપસંપદા સ્વીકારે. (૧) ઇત્વરકાલ માટે (૨) યાવજ્જીવ માટે.) ૬૯૯ 30) અવતરણિકા : હવે આ જ અર્થને વિશેષથી પ્રતિપાદન કરે છે. તેમાં પણ સંદિષ્ટ આચાર્યે જ સંદિષ્ટ શિષ્યને ઉપસંપદ્ આપવા યોગ્ય છે (અર્થાત્ સંદિષ્ટ એવા આચાર્યની જ નિશ્રામાં જવું જોઈએ.) આ જ મુખ્ય ગુણ છે કારણ કે ઉપસંપદા આમાંથી જ ઉત્પન્ન થાય છે. (અર્થાત આ
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy