SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ સૌ કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૩) એક ધોળો વાળ જોઈ રાણી બોલી–“રાજન્ ! દૂત.” પહેલા તો રાજા ખીજાઈને બોલ્યો, “કોણ છે એ દૂત? તેને એટલી અક્કલ નથી કે હું રાણીવાસમાં રાણી સાથે બેઠો છું?” રાણીએ કહ્યું – “મહારાજા ! ત્યાં નહીં. આ આપના માથામાં ઘડપણનો દૂત આવ્યો છે. જુઓ...” એમ કહી તેણે વાળ ચૂંટી રાજાની હથેળીમાં મૂક્યો. વાળ જોતાં જ તે ઊંડી ચિંતા ને વિમાસણમાં પડી બોલ્યો કે “મારા પૂર્વજો અને વડીલોએ યૌવન ઢળતા પૂર્વે વ્રત અને વાનપ્રસ્થ સેવેલું છે, મને ધિક્કાર છે. કેમ કે ધોળો વાળ થતાં સુધી હું ઘરે જ બેઠો છું અને ધર્મ આચરતો નથી.” રાણીએ કહ્યું“નાથ ! હજી પણ કશું મોડું થયું નથી. જાગ્યા ત્યારથી સવાર ! હવે શા માટે ધર્મકર્મમાં વિલંબ કરવો જોઈએ ?” પત્નીની તૈયારી અને સમજણથી ઉત્સાહિત થયેલા રાજાએ પોતાના પુત્ર પ્રસન્નચંદ્રને 10 રાજ્યારૂઢ કરી પોતે સંન્યાસ લીધો. તેમની પત્ની પણ સગર્ભા છતાં તાપસી બની. તેમની એક ધાત્રી તેમની સાથે ચાલી નીકળી. પૂર્ણ માસે રાણી ધારિણીએ પુત્રને જન્મ આપ્યો. પરંતુ પ્રસૂતિમાં જ તે મૃત્યુ પામી. સંન્યાસીને બાળકની ચિંતા થઈ કે હવે આનો ઉછેર શી રીતે થશે? ત્યારે ત્યાં દેવી બનેલી ધારિણી રાણી યતિની વિમાસણ અને પુત્રની વિપત્તિ જાણી ભેંશનું રૂપ લઈ આશ્રમમાં આવી. બાળકને તેણે દૂધ પાયું. સમયે-સમયે તે ભેંશ થઈને આવી જતી. આમ તે 15 બાળકના પોષણ અને ઉછેર થવા લાગ્યા. તે થોડો મોટો થયો એટલે મેંશરૂપધારી દેવીએ ત્યાં આવવું બંધ કર્યું. તેના પિતા તાપસે તેને વલ્કલ (વૃક્ષની કોમળ છાલ) પહેરાવી વલ્કલચીરી નામ આપ્યું. વન્યફળ અને ધાન્યથી બાળકનું પોષણ થવા લાગ્યું. અનુક્રમે તે સોળ વર્ષનો યુવાન થયો પણ તે સંસારવ્યવહારથી સ્ત્રી-પુરુષના ભેદથી સાવ અજાણ હતો. આવશ્યકતા પ્રમાણે તેની ભાષા ઘણી જ સીમિત હતી. તે સમજણો 20 થાય તે પૂર્વે ધાત્રી પણ ચાલી ગઈ હતી. માણસ તરીકે તેણે પિતાને જ વધારે જોયેલા. સવારના પહોરમાં તે ‘તાત વંદે એમ તેમને કહેતો. સ્ત્રી-પુરુષના ભેદને તે જાણતો નહોતો, સ્વભાવે સરળ હતો અને વનખંડ તેમજ પશુ-પક્ષી આદિનો જ તેને પરિચય હતો. વનમાંથી ફળાદિ લાવવા ને પિતાની સેવા કરવી, એટલે તેને આવડતું. એકવાર વલ્કલચીરીના મોટાભાઈ રાજા પ્રસન્નચંદ્રને વલ્કલચીરીનું વૃત્તાંત જાણી તેને 25 બોલાવવાની ઉત્કટ અભિલાષા થઈ. તેણે નગરની ચાર ચાલાક ગણિકાઓને કહ્યું કે–“તમે ગમે તેમ કરી મારા ભાઈને અહીં લઈ આવો. અમારા તપસ્વી પિતા ત્યાં ન હોય ત્યારે જજો અને તેમની નજરે ન ચડી જવાય તેને બરાબર ધ્યાન રાખજો, નહીંતર તે તપસ્વી તપોબળથી બાળી નાખશે.” રાજ-આજ્ઞાને કરવા તૈયાર થયેલી ગણિકાઓએ બધી વાત સારી રીતે સમજી તાપસનો - વેશ કર્યો અને સોમચંદ્ર તપસ્વીના આશ્રમે ગઈ. તે વખતે વલ્કલચીરી એકલો જ હતો. તેણે
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy