SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) तिरिएसु अणुव्वढे तिगं चउक्कं सिया उ उव्वट्टे । मणुएसु अणुव्वट्टे चउरो ति दुगं तु उव्वट्टे ॥८२६॥ :व्याख्या : 'तिर्यक्षु' गर्भव्युत्क्रान्तिकेषु संज्ञिष्वनुद्वत्तः सन् 'बिकम्' आद्यं सामायिकत्रयमधिकृत्य प्रतिपत्ता प्राक्प्रतिपन्नश्च भवतीत्यध्याहारः, 'चउक्कं सिया उ उव्वट्टे' उद्वृत्तस्तु मनुष्यादिष्वायातः 'स्यात्' कदाचिच्चतुष्टयं स्यात् त्रिकं स्यात् द्विकमधिकृत्योभयथाऽपि भवतीति, 'मणुएसु अणुव्बट्टे चउरो ति दुगं तु उव्वट्टे' मनुष्येष्वनुद्वत्तः सन् चत्वारि प्रतिपद्यते प्राक्प्रतिपन्नश्च भवति, त्रीणि द्विकं, तुशब्दो विशेषणे, उद्वत्तस्तिर्यग्नारकामरेष्वायातः त्रीणि द्विकं वाऽधिकृत्योभयथाऽपि भवतीति गाथार्थः ॥८२६॥ देवेसु अणुव्व दुगं चउक्कं सिया उ उव्वट्टे । 10 उव्वट्टमाणओ पुण सव्वोऽवि न किंचि पडिवज्जे ॥८२७॥ व्याख्या : देवेष्वनुद्वत्तः सन् 'द्विकम्' आद्यं सामायिकद्वयमाश्रित्योभयथाऽपि भवतीति क्रिया, 'चउक्त्रं सिया उ उव्वट्टे'त्ति पूर्ववत्, उद्वर्तमानकः पुनरपान्तरालगतौ सर्वोऽप्यमरादिर्न किञ्चित् प्रतिपद्यते, प्राक्प्रतिपन्नस्तु द्वयोर्भवतीति गाथार्थः ॥८२७॥ द्वारम् ॥ आश्रवकरणद्वारप्रतिपादनायाह ગાથાર્થ : તિર્યંચમાં રહેલો ત્રણ સામાયિકને અને નીકળેલો ચાર સામાયિકને પામે છે. મનુષ્યમાં રહેલો ચાર સામાયિકને અને નીકળેલો બે સામાયિકને પામે છે. ટીકાર્ય : સંજ્ઞી ગર્ભજતિર્યંચમાં રહેલો જીવ પ્રથમ ત્રણ સામાયિકને પ્રાપ્ત કરનાર અને પૂર્વપ્રતિપન્ન હોય છે. તેમાંથી નીકળેલો એટલે કે મનુષ્યાદિમાં આવેલો જીવ ક્યારેક (અર્થાત મનુષ્યમાં આવે તો) ચારને, (તિર્યંચમાં આવે તો) ત્રણને (નરકાદિમાં આવે તો) બેને પ્રાપ્તકરનાર 20 હોય છે. આ બધા સામાયિકોને આશ્રયીને વિચારીએ તો પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપન્ન બંને હોય છે, મનુષ્યમાં રહેલો જીવ ચાર-ત્રણ અથવા બેનો પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપન્ન બંને હોય છે. “તું” શબ્દ વિશેષ અર્થને જણાવનાર છે. તે આ પ્રમાણે કે–મનુષ્યમાંથી નીકળેલો અર્થાત તિર્યંચમાં આવેલો જીવ ત્રણ સામાયિકનો પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપન્ન, તથા નારક-દેવમાં 25 આવેલો જીવ બે સામાયિકનો પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપન્ન હોય છે. I૮૨૬ો. ગાથાર્થ ; ગાથાર્થ ટીકાર્ય ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્ય દેવમાં રહેલો જીવ પ્રથમ બે સામાયિકને આશ્રયી બંને પ્રકારે હોય છે. દેવમાંથી નીકળેલો જીવ અર્થાત્ મનુષ્યાદિમાં આવેલો જીવ પૂર્વની જેમ ચારનો પ્રતિપદ્યમાનક જાણવો. દેવાદિ સર્વજીવો તો તે ભવમાંથી નીકળતા હોય ત્યારે અપાન્તરગતિમાં એકપણ સામાયિક પ્રાપ્ત કરતા 30 નથી, પ્રથમ બે સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે. |૮૨ા . અવતરણિકા : હવે આશ્રવકરણદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે ?
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy