SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) संखिज्जाऊ चउरो भयणा सम्मसुयऽसंखवासीणं । ओहेण विभागेण य नाणी पडिवज्जई चउरो ॥ ८१९ ॥ व्याख्या : सङ्ख्येयायुर्नर: 'चत्वारि' प्रतिपद्यते, प्रतिपन्नस्त्वस्त्येवेति वाक्यशेषः, 'भयणा सम्मसुयऽसंखवासीणं 'ति भजना - विकल्पना सम्यक्त्वश्रुतसामायिकयोरसङ्ख्येयवर्षायुषाम्, इयं भावना-विवक्षितकालेऽसङ्ख्येयवर्षायुषां सम्यक्त्व - श्रुतयोः प्रतिपद्यमानकः सम्भवति, पूर्वप्रतिपन्नस्त्वत्येवेति । द्वारम् । 'ओहेण विभागेण य णाणी पडिवज्जए चउरो 'त्ति ओघेनसामान्येन ज्ञानी प्रतिपद्यते चत्वार्यपि नयमतेन, पूर्वप्रतिपन्नस्त्वस्त्येव, विभागेन चाभिनिबोधिकश्रुतज्ञानी युगपदाद्यसामायिकद्वयप्रतिपत्ता सम्भवति, पूर्वप्रतिपन्नस्त्वस्त्येवेति, उपरितनसामायिकद्वयस्यापि प्रतिपद्यमानकः सम्भवति, इतरस्त्वस्त्येवेति, अवधिज्ञानी सम्यक्त्वश्रुत10 सामायिकयोः पूर्वप्रतिपन्न एव न प्रतिपद्यमानकः, देशविरतिसामायिकं तु न प्रतिपद्यते, गुणपूर्वकत्वात् ગાથાર્થ : સંખ્યાતવર્ષના આયુવાળાને ચારે સામાયિકની પ્રાપ્તિ છે. અસંખ્યવર્ષવાળાઓને સમ્યક્ત્વ–શ્રુતમાં ભજના જાણવી. સામાન્યથી જ્ઞાની ચારે સામાયિકને પામે છે. વિશેષથી (જુદા– જુદા વિકલ્પો જાણવા.) 5 ૨૪૨ ટીકાર્થ : સંખ્યાતવર્ષના આયુવાળા મનુષ્ય ચારે સામાયિકને પ્રાપ્ત કરનારા સંભવે છે. (અહીં 15 ચારે સામાયિકોની પ્રાપ્તિની વિચારણા હોવાથી સંખ્યાત આયુવાળા માત્ર મનુષ્યો જ ગ્રહણ કર્યા છે, તિર્યંચાદિ નહીં.) પૂર્વપ્રતિપન્ન હોય જ છે. અસંખ્યવર્ષવાળાઓને સમ્યક્ત્વ-શ્રુતસામાયિકમાં ભજના જાણવી, અર્થાત્ વિવક્ષિતકાળે અસંખ્યયવર્ષાયુવાળાઓ સમ્યક્ત્વ-શ્રુતસામાયિકના પ્રાપ્ત કરનારા સંભવી શકે છે. પૂર્વપ્રતિપક્ષ તો હોય જ છે. નિશ્ચયનયના મતે સામાન્યથી (મતિ વગેરેનો વિભાગ પાડ્યા વિના) જ્ઞાની ચારે સામાયિકને પ્રાપ્ત કરનાર સંભવે છે. (કારણ કે વ્યવહારના 20 મતે અજ્ઞાની પ્રથમ બે અને જ્ઞાની છેલ્લા બે સામાયિક પ્રાપ્ત કરે.) પૂર્વપ્રતિપક્ષ તો હોય જ છે. વિભાગથી મતિ-શ્રુતજ્ઞાની એકસાથે પ્રથમ બે સામાયિકને પ્રાપ્ત કરનારા સંભવે છે, પૂર્વપ્રતિપન્ન હોય જ છે. તથા આ મતિ-શ્રુતજ્ઞાની છેલ્લા બે સામાયિકના પણ પ્રતિપદ્યમાનક સંભવે છે, પૂર્વપ્રતિપન્ન હોય જ છે. અવધિજ્ઞાની સમ્યક્ત્વ-શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન જ હોય છે, પ્રતિપદ્યમાનક હોતા 25 નથી. (વિભંગજ્ઞાનીદેવ સમકિત પામે તો નિશ્ચયનયથી અવધિજ્ઞાનીને બેની પ્રાપ્તિ થઈ ગણાય. એટલે આ વ્યવહારનયનો મત ગણવો.) દેશવિરતિસામાયિકની પ્રાપ્તિ ગુણપૂર્વક જ થતી હોવાથી દેશવિરતિને પ્રાપ્ત કરતો નથી. (આશય એ છે કે અવધિજ્ઞાની તરીકે દેવ-નારક-સાધુ અને શ્રાવક આ ચાર જીવો હોય છે. તેમાં પ્રથમ ત્રણ દેશવિરતિ સ્વીકારતા નથી એ સ્પષ્ટ જ છે. તથા શ્રાવક પણ અવધિજ્ઞાન પામ્યા પછી દેશિવરતિ ન પામે કારણ કે અવધિજ્ઞાન દેશિવરતિ વગેરે 30 ગુણોની પ્રાપ્તિ પછી જ પ્રાપ્ત થાય છે.) પૂર્વપ્રતિપક્ષ હોઈ શકે. સર્વવિરતિ પ્રાપ્ત કરનાર સંભવે
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy